________________
પરિશિષ્ટ
૨૮૭ તો સળગી રહ્યો છે. સુસમાને લેવાને પાછળ પડેલા ધનશેઠ ઉપર કાંઈ ઓછો ક્રોધ નથી. મારો વિચાર એવો થાય છે કે તે શેઠને હમણાં દેખું તો જીવથી મારી નાખ્યું. તેમજ મારા સહાયકોને વિખેરી નાંખનાર અને મને આમ હેરાન કરનાર કોટવાળ ઉપર પણ કાંઈ ઓછો ક્રોધ નથી. મને તે શા માટે હેરાન કરે ? ગમે તેવા ઉપાય પણ તે વેર તો વાળવું જ. શું આ માન કાંઈ ઓછું છે ? આ ઉપશમ કરવા લાયક નહિ, તો વળી બીજાં શું હશે ? ગમે તેવા છળ પ્રપંચ કરીને પણ લોકોને ઠગવા લુંટવા, આ માયા પણ ઉપશમ કરવા જેવી છે. ત્યારે આ જગતને લુંટીને, મારીને, કાપીને, પૈસો એકઠો કરવો અને મારે સુખી થવું છે. આ લોભ સમુદ્ર તો સર્વથી વિશેષ પ્રકારે દબાવવા લાયક છે. આ સર્વ ક્રોધાદિ ઉપશમાવવાનું જ તે મહાત્માએ મને જણાવ્યું છે. તો હવે મારે ક્રોધાદિને કેવી રીતે ઉપશમાવવા ? યા તેનો નાશ કરવો ? અગ્નિને ઉપશમાવવી હોય તો ધુળ, રાખ યા પાણી જોઇએ, તેમ ક્રોધને ઉપશમાવવાને તેનો પ્રતિપક્ષી મને તો ક્ષમાજ જણાય છે. ત્યારે તે સર્વના ઉપર મારે ક્ષમા કરવી. તેથી ક્રોધ ઉપશમી (દબાઈ) જશે. એજ પ્રમાણે તેણે ક્ષમા કરી કે તરતજ ક્રોધના વિચારો શાંત થયા. જરા શાંતિ આવી, વિચારની વ્યાકુળતા ઓછી થઈ કે માનને દબાવવા માટે વિચાર કરવા લાગ્યો. મને તે શા માટે હેરાન કરે ? અરે ! તે અપરાધ કર્યો માટે. એક તો અપરાધ કરવો અને વળી આટલું બધું માન. આ ઠેકાણે પણ મારીજ ભૂલ છે. હવે મારે તેવો અપરાધ ન કરવો. અને જેનો અપરાધ કર્યો છે તે જો આવી મળે તો તે અપરાધની ક્ષમા લેવી. આ નમ્રતાએ તેની માનની લાગણીને દબાવી દીધી. આ પ્રમાણે માયાને સરળતાથી અને લોભને સંતોષથી દબાવવાના ઉપાયો વિશેષ વિચાર કરતાં તેને મળી આવ્યા.
. બીજો ધર્મ મુનિએ મને સંવર એ પદથી જણાવ્યો હતો. સંવર એટલે રોકવું. કોને રોકવું ? અને શાથી રોકવું ? એ વિચારવા જેવું છે. પ્રથમ તો મારે મારું હિત કરવું છે. તો બીજાને રોકવું તે તો નકામું છે. ત્યારે મારે પોતાને પ્રથમ રોકવાની જરૂર છે. પોતાને કેવી રીતે રોકવો ? શું ચાલવું બંધ કરવું કે બોલવું બંધ કરવું કે વિચારવાનું બંધ કરવું? તે તો બંધ ન થઈ શકે. બોલ્યા ચાલ્યા કે વિચાર કર્યા સિવાય કેમ રહી શકાય ? અથવા તેમ કરવાથી ફાયદો શું ? અથવા માની લઉં કે તેમ કરવાથી ફાયદો હશે, પણ સર્વથા બોલ્યા ચાલ્યા કે વિચાર કર્યા સિવાય મારાથી રહી ન શકાય; ત્યારે તેમ કર્યા સિવાય સંવર કેવી રીતે બને ? અને સંવર ન બને તો ધર્મ કેવી રીતે થાય ? ન જ થાય. અને ધર્મ ન થાય તો સુખ ક્યાંથી મળે ? આ સર્વ વિચારોમાં યોગની પ્રણાલિકા શરૂ થઈ ચૂકેલી છે. અને એની પ્રબળતાથીજ વિચારોની ઉત્તરોત્તર શુદ્ધતા થતી આવે છે. ચિલાતીપુત્ર વિચારમાં આગળ વધે છે કે આ પાંચ ઇન્દ્રિયો અને મન વિગેરે પાપને