________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ જોયો. યુવાનીના ઉત્કટ બળવાળો તે તે વૃદ્ધ હાથીને મારીને સ્વયં યૂથપતિ બની ગયો. એણે વિચાર્યું કે- “જે પ્રમાણે મારી માતાએ તાપસ આશ્રમમાં મને જન્મ આપ્યો તે પ્રમાણે બીજી હાથિણી પણ અહીં જન્મ ન આપો.” એ પ્રમાણે વિચારીને પોતાના જૂથને લાવીને તે આશ્રમને ભાંગી નાંખ્યું. ગુસ્સે થયેલા તાપસોએ શ્રેણિક રાજાને તે ગજરત બતાડ્યું. રાજાએ પણ કોઈક પ્રયોગથી તેને બાંધી લીધો, અને સાંકળથી આલાનમાં બાંધી દીધો. ત્યારે તાપસોએ તેને જોઈને વાણીથી તર્જના કરી. જેમકે- “જેવા પ્રકારનું કર્મ કર્યું તેવા પ્રકારનું જ તને ફળ મળ્યું.” આ વાક્યથી ગુસ્સે થયેલો હાથી બંધનો તોડીને તાપસીને મારવા માટે દોડ્યો. તાપસો ભાગ્યા. વ્યાકુળતાથી ભરેલો અવાજ થયો. ત્યારે શ્રેણિકપુત્ર નંદિષેણ તેને વશ કરવા માટે ત્યાં આવ્યો. તેના દર્શનથી તત્કાળ સ્વસ્થ થઈને બહાપોહ કરતાં તે હાથીને અવધિ (જાતિ સ્મરણ) જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેણે સર્વ પણ પૂર્વભવનો વૃત્તાંત જાણ્યો. નંદિષેણે પણ પૂર્વભવના સ્નેહથી તે હાથીને સારા વાક્યોથી સંતોષીને સ્કંધ ઉપર ચઢવાપૂર્વક આલાનમાં લાવીને બાંધ્યો. ત્યારે ખુશ થયેલા પિતાએ નંદિણનો સત્કાર કર્યો. પાંચસો કન્યા પરણાવી.
એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા પિતાની સાથે નંદિષેણ પણ ગયો. ત્યાં ભગવાનની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા તેણે ભગવાનની પાસે પ્રવજ્યાની અનુજ્ઞા માગી. ભગવાને પણ આનાથી ધર્મની વૃદ્ધિ થશે એમ જાણીને હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર એ પ્રમાણે કહ્યું. પરંતુ વ્રતમાં વિધ્ર જોઈને પ્રતિબંધ (અટકાવ) ન કર એમ બીજું વાક્ય ન કહ્યું. હવે ઘરે માતાપિતાની સાથે વાર્તાલાપ કર્યો. પછી પ્રવ્રજ્યા મહોત્સવ કરાયે છતે આકાશમાં શાસનદેવીએ પણ કહ્યું- “હે નંદિષેણ ! હજી પણ તારો ભોગાવલી કર્મોદય બાકી છે તેથી કેટલોક કાળ રાહ જો, પછી પ્રવજ્યા ગ્રહણ કરજે.” આ પ્રમાણે શાસનદેવીએ કહ્યું હોવા છતાં પોતાના મનની દઢતા વિચારીને તેણે શ્રી ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. ક્રમે કરીને દશ પૂર્વે ભણ્યો. દુષ્કર તપો કર્યા. તેથી લબ્ધિવાળો થયો. - હવે આના ભોગાવલી કર્મના ઉદયથી અને મનની ચપળતાથી પૂર્વે કરેલી કામ રમતો અને પૂર્વે કરેલી કામક્રીડાઓ સ્મૃતિ પથમાં આવી. તેથી મનમાં ઉત્પન્ન થયેલી અત્યંત કામવાસનાને સહન કરવા અસમર્થ થયેલા તેણે સૂત્રોક્ત વિધિથી મનનો નિગ્રહ કરવા માટે અને શરીરને કુશ કરવા માટે ઘણી આતાપના અને વિશેષથી તપો કર્યા. તો પણ ભોગની ઈચ્છા નિવૃત્ત ન થઈ. ત્યાર પછી વ્રતભંગના ભયથી મરણ માટે ગળામાં ફાંસો નાંખ્યો. તે ફાંસો દેવીએ તોડી નાંખ્યો ત્યાર પછી વિષનું ભક્ષણ કર્યું. દેવના પ્રભાવથી વિષે પણ અમૃત જેવું આચરણ કર્યું. અર્થાત્ વિષ પણ અમૃત થઈ ગયું. ત્યાર પછી અગ્નિમાં પ્રવેશવાની શરૂઆત કરી તો અગ્નિ પણ બુઝાઈ ગયો. આ પ્રમાણે મરવાના બધા પ્રયોગો નિષ્ફળ ગયા. હવે એક વખત રાજગૃહી નગરીમાં જ અટ્ટમનાં પારણા માટે મુનિ વેશ્યાના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ્યા અને કહ્યું કે- હે ઘરની નાયિકા ! જો તને શ્રદ્ધા હોય તો મને ભિક્ષા આપ. તને ધર્મલાભ થાઓ. હસતી એવી વેશ્યાએ કહ્યું કે - અહીં ધર્મલાભમાં સિદ્ધિ નથી, અહીં તો અર્થલાભમાં સિદ્ધિ છે. આ પ્રમાણે તેણીએ કહ્યું એટલે માન ઉપર આરૂઢ થયેલા મુનિએ “એ પ્રમાણે જ થાઓ એ પ્રમાણે કહ્યું. ત્યાર પછી આ પ્રમાણે