________________
૬૦
આત્મપ્રબોધ
यस्याः श्रवणमात्रेण, भवेन्मोक्षाभिलाषिता ।
માનાં સારા વિદ્ધિ, પ્રોwા સંવેદ્રની થા / રૂ II અર્થ- જે કથા સાંભળવા માત્રથી ભવ્ય જીવોને મોક્ષનો અભિલાષ થાય તે કથાને વિદ્વાનોએ સંવેદની કથા કહી છે.
यत्र संसारभोगांग-स्थितिलक्षणवर्णनं ।
वैराग्यकारणं भव्यैः, सोक्ता निवेदनी कथा ॥४॥ અર્થ- ભવ્યજીવોને જે કથાથી સંસારના ભોગના સાધનોની સ્થિતિનું અને સ્વરૂપનું વર્ણન વૈરાગ્યનું કારણ બને છે તે કથાને નિર્વેદની કથા કહી છે. અહીં પૂર્વે સૂચવેલો નંદિષણનો વૃત્તાંત આ પ્રમાણે છે
નંદિષણનું કથાનક એક નગરમાં એક મુખપ્રિય નામનો ધનવાન બ્રાહ્મણ રહેતો હતો. મિથ્યાત્વથી મોહિત થયેલા તેણે એક વખત યજ્ઞ કરવાની શરૂઆત કરી. તેમાં ભીમ નામના પોતાના દાસને રાંધેલા અન્નની રક્ષા કરવાનો આદેશ કર્યો. તેણે પણ પોતાના સ્વામી બ્રાહ્મણને વિનંતી કરી કે બ્રાહ્મણો જમી ગયા પછી વધેલું અન્ન જો મને આપશો તો હું અહીં રક્ષણ કરીશ. બ્રાહ્મણે પણ તેના વચનને સ્વીકાર્યું. ઘરના સ્વામીએ બ્રાહ્મણોને જમાડ્યા. વધેલું બધું અન્ન દાસને આપ્યું. સમ્યગ્દષ્ટિ એવા તેણે સાધુઓને વહોરાવ્યું. અન્ય દર્શનીઓને પણ અનુકંપાથી દાન આપ્યું. તેથી મહાન ભોગાવલી કર્મ ઉપાર્જન કર્યું. હવે કેટલાક કાળ પછી તે દાસ મરીને દેવ થયો. ત્યારપછી ત્યાંથી આવીને રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. “નંદિપૅણ' એ પ્રમાણે તેનું નામ હતું. તે જ અવસરે બ્રાહ્મણનો જીવ પણ કેટલાક ભવ ભમીને કદલીવનમાં હાથિણીના ટોળામાં એક હાથિણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. પરંતુ તે યૂથમાં યૂથપતિ હાથી બીજા હાથીના પરાભવની શંકાને કરતો હાથિણીના પ્રસવ સમયે જ જેમ જેમ ઉત્પન્ન થાય છે તેમ તેમ હાથીને મારી નાખે છે. હાથિણી ઉત્પન્ન થઈ હોય તો તેનું રક્ષણ કરે છે. ત્યારે જે હાથિણીની કુક્ષિમાં તે બ્રાહ્મણનો જીવ ઉત્પન્ન થયો છે તે હાથિણી પોતાના ગર્ભનું અકુશળ થશે એમ જાણીને કપટથી જ એક પગે લૂલી થઈને ધીમે-ધીમે હાથિણીના ટોળાની પાછળ ચાલે છે. ચાર પહોર પછી યૂથની સાથે ભેગી થઈ જાય છે. આ પ્રમાણે ક્યારેક બે દિવસ પછી અથવા ત્રણ દિવસ પછી ભેગી થાય છે. આ પ્રમાણે કરતી તે કોઈ વખત તાપસના આશ્રમમાં જઈને સૂંઢથી તાપસોના પગને સ્પર્શતી તાપસોને નમી. તાપસીએ પણ તેને ગર્ભવાળી જાણીને તારો ગર્ભ કુશળ થાઓ એ પ્રમાણે આશ્વાસન આપ્યું.
તેણીએ એક વખત હાથીબચ્ચાને જન્મ આપ્યો. તાપસીના પુત્રોએ તેનું પ્રતિપાલન કર્યું. હાથિણી પણ ત્યાં આવીને તેને સ્તનપાન કરાવે છે. આ પ્રમાણે તે હાથી બચ્ચું તાપસીના પુત્રોની સાથે રમે છે. તે બાળકોની સાથે નદીમાંથી સૂંઢમાં પાણી લાવીને આશ્રમનાં વૃક્ષોને સીંચે છે. આ પ્રમાણે તે હાથીના બચ્ચાને વૃક્ષસેચનની ક્રિયાને કરતો જોઈને તેનું સેચનક એ પ્રમાણે નામ પાડ્યું. આ પ્રમાણે મોટો થતાં તે ત્રીશ વર્ષનો થયો. હવે એક વખત વનમાં ભમતા તેણે તે યૂથપતિને