________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
પ૯
બિંબને પ્રણામ કરીને કપર્દિ યક્ષની આરાધના કરી. કપર્દિ યક્ષ પ્રગટ થયો. શું કામ છે એમ પૂછયું એટલે આચાર્યે કહ્યું: જિનશાસનનું કામ છે. તે આ પ્રમાણે- હમણાં બાર વર્ષનો દુકાળ દૂર થયા પછી શ્રી સ્કંદિલાચાર્યે માથરી સિદ્ધાંત વાચના કરી. તો પણ કાળના પ્રભાવથી સાધુઓ મંદબુદ્ધિવાળા થયા છે. તેથી સિદ્ધાંતો ભૂલી જાય છે, અને ભૂલી જશે. તેથી તારી સહાયથી તાડપત્રો ઉપર સિદ્ધાંતોને લખાવવાનું મારું મન છે. જેથી જિનશાસનની મહાન ઉન્નતિ થશે. મંદબુદ્ધિવાળા પણ પુસ્તકનું આલંબન લઈ સુખેથી શાસ્ત્રોને ભણનારા થશે. ત્યારે કપર્દિ યક્ષે કહ્યું: હું સાન્નિધ્ય કરીશ. ત્યારે તારે બધા પણ સાધુઓને એક સ્થળે ભેગા કરવા, ઘણાં મશીપત્ર વગેરે લાવવા. લહિયાઓ તૈયાર કરવા અને સાધારણ દ્રવ્ય ભેગું કરવું. એ પ્રમાણે કહીને દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ વલ્લભીપુરમાં આવ્યા. યક્ષે પુસ્તકને લખાવવાની સઘળી ય સામગ્રી ભેગી કરી.
ત્યાર પછી વૃદ્ધ ગીતાર્થોએ જે-જે રીતે અંગ-ઉપાંગોના આલાવા કહેવાયેલા હતા તે-તે રીતે પહેલાં તુટકરૂપે લખી લીધા. ત્યારપછી દેવર્ધ્વિગણિએ સંયોજના કરીને મૂળપત્રોમાં લખ્યા. આથી અંગોમાં ઉપાંગોના આલાવા સાક્ષીરૂપે દેખાય છે. વચ્ચે-વચ્ચે વિસંવાદ પણ દેખાય છે. સંખ્યાનો પણ નિયમ રહ્યો નથી. વચ્ચે વચ્ચે માથુરી વાચના પણ દેખાય છે. તથા પૂર્વે આર્યરક્ષિતસૂરિએ સિદ્ધાંતોમાં અનુયોગ અલગ કરેલો હતો. પછી કંદિલાચાર્યે વાચના કરી અને દેવર્ધ્વિગણિએ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યું. તેથી સુધર્માસ્વામીના વચનો વેરવિખેર થયેલાં હોય તેમ દેખાય છે. તેમાં દુષમકાળ જે પ્રમાણ છે. પરંતુ અહીં જિન આગમમાં સમ્યગ્દષ્ટિઓએ સંશય ન કરવો. તે સમયે યક્ષના સાન્નિધ્યથી વર્ષની અંદર ક્રોડ જૈન પુસ્તકો લખાયાં. હવે કંઈક પૂર્વગત શ્રતને ધારણ કરનારા, શ્રી વીર નિર્વાણથી ૯૦૦ વર્ષ પસાર થયા પછી સર્વ સિદ્ધાંતને લખાવનારા, યુગપ્રધાન પદને ધારણ કરનારા શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ ઘણા પ્રકારે શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા જાણવા. . (૨) ધર્મકથી- તથા પ્રશસ્ય ધર્મકથા જેને છે તે ધર્મકથી કહેવાય. ખીરાશ્રવ આદિ લબ્ધિથી યુક્ત જે સાધુ જળસહિત વાદળના અવાજ જેવા શબ્દથી આક્ષેપણી- વિક્ષેપણી સંવેદની - નિર્વેદની સ્વરૂપ ચાર પ્રકારની જન-મનને પ્રમોદ કરનારી ધર્મકથા કહે છે, તે નંદિષણ આદિની જેમ ઘણા ભવ્યજનને પ્રતિબોધ કરનારો ધર્મકથી જાણવો. ચાર પ્રકારની કથાનું લક્ષણ આ પ્રમાણે છે
स्थाप्यते हेतुदृष्टान्तैः, स्वमतं यत्र पन्डितैः ।
स्याद्वादध्वनिसंयुक्तं, सा कथाऽऽक्षेपणी मता ॥ १॥ અર્થ- જેમાં પંડિતો સ્યાદ્વાદના ધ્વનિપૂર્વક હેતુ અને દૃષ્ટાંતોથી પોતાના મતને સ્થાપન કરે છે, તે કથા આપણી કહી છે.
मिथ्यादृशां मतं यत्र, पूर्वापरविरोधकृत् ।
तन्निराक्रियते सद्भिः, सा च विक्षेपणी मता ॥ २ ॥ ' અર્થપૂર્વાપર વિરોધવાળા મિથ્યાષ્ટિઓના મતનું વિદ્વાનો વડે જેમાં નિરાકરણ કરાય છે, તે કથા વિક્ષેપણી કહી છે.