________________
૫૮
આત્મપ્રબોધ
સુધર્માસભામાં ચંદ્રની સેવા કરવા ગયો. વિસ્મય પામેલા ઈંદ્ર તેને જોઈને કહ્યું તું નવો ઉત્પન્ન થયો છે? તેણે કહ્યું કે સ્વામી ! હા, હું નવો ઉત્પન્ન થયો છું. ત્યાર પછી ઇદ્ર કહ્યું: મૂળ હરિશૈગમેલીને તારે પ્રતિબોધ કરવો. તેણે પણ તેનો સ્વીકાર કર્યો. હવે એક વખત તે હરિબૈગમેલી દેવે પોતાના વિમાનની દિવાલ ઉપર લખાયેલા અક્ષરો જોયા ત્યારે જ તેણે પત્ર લખ્યો કે
स्वभित्तिलिखितं वाक्यं, मित्र त्वं सफलं कुरु ।
हरिणैगमेषिको वक्ति, संसारं विषमं त्यज ॥१॥ અર્થ- હે મિત્ર ! પોતાની ભીંત ઉપર લખેલા વાક્યને તું સફળ કર. હરિપૈગમેષી તને કહે છે કે, વિષમ એવા સંસારનો ત્યાગ કર.”
ત્યાર પછી પોતાના સેવકદેવને બોલાવીને તારે આ પત્ર દેવદ્ધિને આપવો એ પ્રમાણે કહીને ત્યાં મોકલ્યો. તે દેવે પણ જ્યાં દેવદ્ધિ રહેલો હતો ત્યાં આકાશમાં રહેલા જ પત્ર મૂક્યો. ત્યાર પછી દેવર્તિએ પણ આકાશમાંથી પડતા પત્રને જોઈને વાંચ્યો. પરંતુ અર્થને ન જાણી શક્યો. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયે છતે તે દેવે સ્વપ્રમાં આ જ લોકને કહ્યો. તો પણ તે પ્રતિબોધ ન પામ્યો. એક વખત શિકાર કરવા માટે જંગલમાં જઈને તેણે વરાહની પાછળ ઘોડાને મૂક્યો. એકલો એવો તે જ્યારે દૂર ગયો ત્યારે તે દેવે તેને આ પ્રમાણે મહાભય બતાવ્યો. આગળ કેસરી સિંહ ઊભો છે, પાછળ મોટી ખાઈ છે, બંને પડખે મોટા વરાહો ઘુરઘુર અવાજ કરી રહ્યાં છે. નીચે ભૂમિ કંપી રહી છે, ઉપરથી પથ્થરાઓ પડી રહ્યા છે. આ પ્રમાણે મરણાંત ભયના કારણોને જોઈને તે ભયથી વિહ્રલ થયેલો ચારે દિશામાં જોવા લાગ્યો. અહીં મને મરણથી બચાવનારો કોઈપણ સંભાવના કરાતો નથી, અર્થાત્ મને મરણથી બચાવનારો કોઈપણ અહીં દેખાતો નથી. આ પ્રમાણે ચિંતામાં છે ત્યારે રૌદ્રદષ્ટિવાળા તે જ દેવે કહ્યું: હજી પણ મારા કહેલા શ્લોકના અર્થને કેમ જાણતો નથી? તેણે કહ્યું: હું તો કંઈ પણ જાણતો નથી. ત્યારે દેવે પૂર્વભવ સંબંધી સઘળો ય વૃત્તાંત જણાવવા પૂર્વક જણાવ્યું કે- જો તું દીક્ષા ગ્રહણ કરે તો આ મરણાંત કષ્ટથી તારું રક્ષણ કર્યું. તે સાંભળીને તેણે પણ તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી દેવે તેને ત્યાંથી ઉપાડીને લોહિતાચાર્ય પાસે મૂક્યો. ત્યાં તેણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી દેવદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ કરતાં ગીતાર્થ થયા. ગુરુ પાસે જેટલું પૂર્વગત શ્રુત હતું તે બધું ભણીને શ્રી કેશીગણધરના સંતાનીય દેવગુપ્ત ગણિની પાસે પ્રથમપૂર્વ અર્થથી ભણ્યા. બીજું પૂર્વ સૂત્રથી ભણતાં હતા ત્યારે વિદ્યાગુરુ મૃત્યુ પામ્યા. ત્યાર પછી તેને ગીતાર્થ જાણીને ગુરુએ પોતાના પટ્ટ ઉપર તેને સ્થાપિત કર્યા. એક ગુરુએ ગણી એ પ્રમાણે પદવી આપી. બીજા ગુરુએ ક્ષમાશ્રમણ એ પ્રમાણે પદવી આપી. ત્યાર પછી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ એ પ્રમાણે નામ થયું.
હવે તે કાળે વિદ્યમાન પાંચસો આચાર્યોની મધ્યમાં યુગપ્રધાનપદને ધારણ કરનારા, કલિકાલમાં કેવલી, સર્વ સિદ્ધાંતોની વાચના આપનારા જિનશાસનના પ્રભાવક દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે કોઈક વખત શ્રી શત્રુંજય પર્વત ઉપર શ્રી વજસ્વામીએ સ્થાપિત કરેલા પિત્તળમય શ્રી આદિનાથના