________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૫૭
શ્રત, સૂરિ, ધર્મ, સંઘ વિચ્છેદ પામશે. મધ્યાહ્ન સમયે વિમલવાહન રાજા, સુધર્મમંત્રી અને તેનો ધર્મ (= રાજનીતિ) વિચ્છેદ પામશે. મધ્યાહ્ન પછી બાદર અગ્નિ વિચ્છેદ પામશે. આ પ્રમાણે તીર્થનો વિચ્છેદ થશે. હવે ફરી છે પૂછયું: હે સ્વામી ! આપનું પૂર્વગત શ્રત કેટલો કાળ રહેશે? ભગવાને કહ્યું હે ઇદ્ર ! એક હજાર વર્ષ સુધી મારું પૂર્વગત શ્રુત રહેશે. ત્યાર પછી વિચ્છેદ પામશે. ફરી ઇંદ્ર પૂછયું કયા આચાર્ય પછી સર્વ પૂર્વગત શ્રુત નાશ પામશે ? સ્વામીએ કહ્યું: દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણથી સર્વપૂર્વગત શ્રુત નાશ પામશે. ફરી છે પૂછ્યું: વર્તમાન કાળે તેનો જીવ ક્યાં છે? સ્વામીએ કહ્યું: જે તારી બાજુમાં તારો સેવક સેનાધિપતિ હરિશૈગમેલી દેવ ઊભો છે તે તેનો જીવ છે. તે સાંભળીને વિસ્મય પામેલા ઈદ્ર હરિશૈગમેલી દેવની પ્રશંસા કરી. નજીકમાં રહેલા હરિશૈગમેષી દેવે પણ સર્વ વૃત્તાંત સાંભળ્યો. ત્યાર પછી પરિવાર સહિત ઇંદ્ર ભગવાનને નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો. - હવે હરિબૈગમેષ દેવે અનુક્રમે આયુષ્યના દળિયાની હાનિ થવાથી છ મહિનાથી ઓછું આયુષ્ય બાકી રહ્યું ત્યારે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. ત્યારપછી પુષ્પમાળાનું કરમાવું, કલ્પવૃક્ષનું કંપવું વગેરેથી પોતાના અવનનાં લક્ષણો જોઈને તેણે ઇંદ્રને વિનંતિ કરીઃ હે સ્વામી ! આપ બધી રીતે અમારા પ્રભાવને પોષનારા છો. આથી જ મારા ઉપર મહેરબાની કરીને તે પ્રમાણે કરવું કે જેથી પરભવમાં પણ મને ધર્મની પ્રાપ્તિ થાય. યોનિરૂપી યંત્રના સંકટમાં પડેલા, (દ્રવ્ય અને ભાવ : એમ) બંને રીતે અંધકારથી આવરાયેલા ચૈતન્યરૂપી ચક્ષુવાળા, જરાયુરૂપી મલથી મલિન થયેલા શરીરવાળા, અગ્નિ જેવી લાલચોળ સોયોથી ભેદાતા શરીરથી પણ અધિક વેદનાવાળા મને દેવભવ સંબંધી સુખ અને આગામી ભવની ધર્મ કરણી એ બધું જ ભૂલાઈ જશે. તેથી મારા સ્થાને ઉત્પન્ન થયેલા બીજા હરિશૈગમેલી દેવને મને બોધ આપવા મોકલવો. જેથી સ્વામીનું સ્વામીપણું પરભવમાં પણ સફળ થાય. ઈદ્ર પણ તેનો સ્વીકાર કર્યો. ત્યારપછી હરિબૈગમેલી દેવે પોતાના વિમાનની દિવાલ ઉપર વજરતથી લખ્યું કે- “અહીં આ વિમાનમાં જે હરિબૈગમેલી દેવરૂપે ઉત્પન્ન થાય તેણે પરભવમાં મને પ્રતિબોધ કરવો. જો તે પ્રમાણે નહીં કરે તો તેને ઇંદ્રની ચરણકમળની સેવામાં પરાશમુખપણાનો દોષ લાગશે.”
હવે આયુષ્યનો ક્ષય થયે છતે તે ત્યાંથી અવીને આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સૌરાષ્ટ્ર દેશમાં વેલાકુલ પત્તન નામનું નગર છે. તેમાં અરિદમન નામનો રાજા છે. તેનો સેવક કામદ્ધિ નામનો કાશ્યપ ગોત્રીય ક્ષત્રિય છે. તેની પતી કલાવતી છે. તેની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તેણીએ સ્વપ્રમાં મહાઋદ્ધિવાળા દેવને જોયો. ક્રમે કરીને શુભ લગ્નમાં પુત્રનો જન્મ થયો. ત્યાર પછી તેનું દેવદ્ધિ એ પ્રમાણે નામ કર્યું અને તે પંચધાવમાતાઓથી પાલન કરાતો બાર વર્ષનો થયો. પિતાએ બે કન્યા પરણાવી. તેની સાથે વિષયસુખને ભોગવ્યા. અધર્મીજનના સંસર્ગના કારણે નિરંતર પોતાના જેવા રાજપુત્રોની સાથે અને ક્ષત્રિયપુત્રોની સાથે શિકાર કરે છે. ધર્મની વાર્તાને પણ જાણતો નથી અને સાંભળતો નથી. આ પ્રમાણે તે કાળ પસાર કરે છે. હવે તે વિમાનમાં નવો હરિબૈગમેલી દેવ ઉત્પન્ન થયો. તે ઉત્પત્તિ સમયે કરવા યોગ્ય ચૈત્યપૂજા વગેરે દેવકાર્યોને કરીને