________________
ત્રીજો પ્રકાશ -
વૈભવ, સ્ત્રી, પરિવારનો ત્યાગ કર્યો છે, જે નગરના લોકોથી સ્તુતિ કરાઈ રહ્યો છે, એવો રૌહિણેય ચોર શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરીને સ્વયં પૂર્વ આચરેલા દુરાચારોની શુદ્ધિ માટે વિવિધ તપોને તપીને યાવજ્જીવ સુધી શુદ્ધ ધર્મનું આરાધન કરીને અંતે અનશન કરીને સ્વર્ગમાં ગયો. આ પ્રમાણે શ્રી ભગવાનની વાણીના મહિમા વિશે રૌહિણેય ચોરનો વૃત્તાંત પૂર્ણ થયો. આ પ્રમાણે બારે ય ભાવનાનું સ્વરૂપ બતાવ્યું. (૩૦-૩૧)
સર્વવિરતિ
સાધુની ૧૨ પ્રતિમા
હવે સાધુ સંબંધી બાર પ્રતિમાના સ્વરૂપને કંઈક બતાવવામાં આવે છે— मासाईसत्ता ७, पढमा ८ बिइ ९ तइय १० सत्तराइदिणा । अहराइ ११ एगराई १२, भिक्खूपडिमाण बारसगं ॥ ३२ ॥
૨૪૯
પહેલી એક મહિનાની, બીજી બે મહિનાની, ત્રીજી ત્રણ મહિનાની એમ યાવત્ સાતમી સાત મહિનાની. ત્યાર પછી પ્રથમા-દ્વિતીયા-તૃતીયા-શબ્દથી બતાવેલી આઠમી-નવમી અને દસમી એ એક-એક પ્રતિમા સાત રાત-દિવસ પ્રમાણવાળી છે. ત્યાર પછી અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિ પ્રમાણ છે અને બારમી પ્રતિમા એક રાત્રિ પ્રમાણવાળી જ છે. આ પ્રમાણે સાધુની પ્રતિજ્ઞા વિશેષ એવી પ્રતિમાઓ બાર છે.
તેમાં એક માસિકી પ્રતિમામાં અન્ન અને પાન એમ દરેકની અખંડ ધારાથી આપેલા દાન સ્વરૂપ એક એક જ દૃત્તિ હોય છે. બે માસિકી પ્રતિમામાં બે-બે દત્તિ હોય છે. ત્રણ માસિકી પ્રતિમામાં ત્રણ-ત્રણ દત્તિ હોય છે. એ પ્રમાણે યાવત્ સાત માસિકી પ્રતિમામાં અન્ન અને પાનની સાત-સાત દત્ત હોય છે. ત્યાર પછી સાત રાત-દિવસ પ્રમાણવાળી આઠમી પ્રતિમામાં એકાંતરે પાણી વિનાના ઉપવાસથી રહેવાનું હોય છે, અને પારણામાં આયંબિલ ક૨વાનું હોય છે. એમાં દત્તિનો નિયમ નથી. તથા ગામ વગેરેની બહાર ઊંચું મુખ રાખીને સુવા વગે૨ે આસનથી રહીને ઘોર ઉપસર્ગોને સહન ક૨વા જોઈએ. ત્યાર પછી નવમી પ્રતિમામાં પણ આ જ અનુષ્ઠાન ક૨વું જોઈએ. વિશેષ એટલું કે ઉત્કટિક વગેરે આસનથી રહેવું જોઈએ. દશમી પ્રતિમા પણ આ જ પ્રમાણે જ છે. વિશેષ એટલું કે તેમાં ગોદોહિકા વગેરે આસનથી રહેવું જોઈએ. ત્યાર પછી અગિયારમી પ્રતિમા પણ કહેલા સ્વરૂપવાળી જ છે. વિશેષ એટલું કે તેમાં પાણી વિનાના છઠ્ઠનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. તથા લટકતી ભુજા રાખીને રહેવું જોઈએ. ત્યાર પછી બારમી પ્રતિમામાં પણ આ જ વિધાન છે. વિશેષ એટલું કે પાણી વિનાના ત્રણ ઉપવાસ કરવા જોઈએ. તથા નિર્નિમેષનેત્રવાળા, એક પુદ્ગલ ઉપર મૂકેલી દૃષ્ટિવાળા અને લાંબી ભુજાવાળા થઈને રહેવું જોઈએ. આ પ્રતિમાને ધારણ કરનારો વજઋષભનારાચ-ઋષભનારાચ-નારાચ-અર્ધનારાચ વગેરે સંઘયણમાંથી કોઈ એક સંઘયણથી યુક્ત હોય છે. તથા જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વ સુધી સૂત્રાર્થને ભણેલો હોય છે. તથા
तवेण १ सुत्तेण २ सत्तेण ३, एगत्तेण ४ बलेण ५ य । तुलणा पंचविहा वुत्ता, पडिमं पडिवज्जओ ॥ १ ॥