________________
આત્મપ્રબોધ
અર્થ- પ્રતિમાને ધા૨ણ ક૨ના૨ને તપથી-સૂત્રથી-સત્ત્વથી-એકત્ત્વથી અને બળથી એમ પાંચ પ્રકારની તુલના કહેલી છે.
૨૫૦
આ પ્રમાણે ગાથામાં કહેલી પાંચ પ્રકારની તુલનાથી પરિકર્મ કરવાપૂર્વક પૂર્વે જ ભાવિતાત્મા થાય છે. પરિકર્મનું પરિમાણ આ પ્રમાણે છે- એક મહિનાથી માંડીને સાત મહિના સુધીમાં જે પ્રતિમા જેટલા પરિમાણવાળી હોય તે પ્રતિમાનો પરિકર્મ પણ તેટલા પ્રમાણવાળો છે. તથા આ પ્રતિમા વર્ષાકાળમાં સ્વીકારાતી નથી અને પરિકર્મ કરાતું નથી. તથા શરૂઆતની બે પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી અને ચોથી પ્રતિમા એક-એક વર્ષમાં થાય છે. બાકીની ત્રણ પ્રતિમામાં એક વર્ષે પરિકર્મ કરવામાં આવે છે, અને બીજા વર્ષે પ્રતિમાનો સ્વીકાર કરવામાં આવે છે. આ પ્રમાણે નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમાઓ પૂર્ણ થાય છે. ત્યાર પછી આઠમી વગેરે ત્રણે ય પ્રતિમાઓ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. અગિયારમી પ્રતિમા અહોરાત્રિના અંતે છઠ્ઠ કરવામાં આવતો હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય છે. બારમી પ્રતિમા રાત્રિ પછી તરત અક્રમ કરવામાં આવતો હોવાથી ચાર રાત્રિ-દિવસ પ્રમાણ થાય છે. અહીં બીજું પણ ઘણું કહેવાનું છે. પરંતુ તે પ્રવચન સારોદ્ધાર વગેરેમાંથી જાણી લેવું. આ પ્રમાણે સંક્ષેપથી સાધુની બાર પ્રતિમાનું સ્વરૂપ જાણવું. (૩૨) સાધુનું અહોરાત્રિનું કાર્ય
હવે સંક્ષેપથી અહોરાત્રિનું કાર્ય બતાવવામાં આવે છે–
शुद्धाचारः साधुः, श्रीजिनवचनानुसारतो नित्यं । कुर्यात्क्रमेण सम्यक, स्वस्याहोरात्रकृत्यानि ॥ ३३ ॥
શુદ્ધ આચારવાળો સાધુ શ્રી જિનવચનને અનુસારે નિત્ય ક્રમે કરી સારી રીતે પોતાના અહોરાત્રિનાં કાર્યોને કરે. કાર્યોનો ક્રમ આ પ્રમાણે છે- સાધુ રાત્રિના છેલ્લા પહોરમાં સૂત્રાર્થ પરાવર્તન આદિ સ્વરૂપ સ્વાધ્યાય મંદ સ્વરથી કરે કે જેથી અસંયતો,ન જાગે. ત્યાર પછી તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે છ પ્રકારના આવશ્યકને કરે. ત્યાર પછી ઉત્કટિક આસને રહેલો શ૨ી૨ના ઉપભોગમાં આવતા મુહપત્તિ વગેરે ઉપકરણોની વિધિપૂર્વક પ્રતિલેખના કરે, અને પ્રતિલેખનાની સમાપ્તિની સાથે જ સૂર્યોદય થયે છતે વસતિનું પ્રમાર્જન કરે. ત્યાર પછી વંદનાપૂર્વક આચાર્ય વગેરેને પૂછીને તેમની આજ્ઞાથી વેયાવચ્ચ અથવા સ્વાધ્યાય કરે. પણ પોતાની બુદ્ધિથી કંઈ પણ ન કરે. કહ્યું છે કે
छट्ठट्ठमदसमदुवा-लसेहिं मासद्धमासखमणेहिं ।
अकरंता गुरुवयणं, अनंतसंसारिआ भणिआ ॥ १ ॥
અર્થ- બે-ત્રણ-ચાર-પાંચ-પંદર ઉપવાસ કે માસક્ષમણ કરતા હોય પણ જો ગુરુના વચનને ન કરતા હોય તો અનંત સંસારી કહ્યા છે. ૧
ત્યાર પછી કંઈક ન્યૂન પોરિસી થાય ત્યારે બેઠેલો તે મુહપત્તિનું પડિલેહેંણ કરીને પછી પાત્રા વગેરે ઉપકરણોનું પડિલેહણ કરે. ત્યાર પછી બીજી પોરિસી આવે એટલે પૂર્વે ગ્રહણ કરેલા શ્રુતના