________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૫૧
અર્થને યાદ કરે. ત્યાર પછી ભિક્ષા કાળ થાય ત્યારે આગમમાં કહેલી વિધિથી ગુરુની આજ્ઞા લઈને આવસ્યહિ કહેવાપૂર્વક ઉપાશ્રયમાંથી બહાર નીકળે. ભિક્ષાકાળ ઉત્સર્ગથી ત્રીજી પોરિસીરૂપ જાણવો. અથવા તે નં સમારે' ઇત્યાદિ આગમ વચનથી જ્યાં લોક જ્યારે ભોજન કરતો હોય ત્યાં ત્યારે સ્થવિર કલ્પિકોનો ભિક્ષાકાળ જાણવો. ત્યાર પછી સાધુ અવ્યાક્ષિપ્ત, અનાકુળ, અશઠ, યુગમાત્ર દૃષ્ટિવાળો, પાછળ અને બંને પડખે પણ ઉપયોગ રાખતો, એક ઘરમાંથી બીજા ઘરમાં જતો, બેંતાલીસ દોષથી રહિત ભિક્ષાને ગ્રહણ કરે. પછી ત્યાંથી પાછો આવીને નિશીહિ કહેવાપૂર્વક વસતિમાં પ્રવેશ કરીને, ઇરિયાવહી પડિક્કમીને વિધિપૂર્વક અશન વગેરે ગુરુને બતાવીને, અને પચ્ચકખાણ પારીને ગૃહસ્થ વગેરે જોતા હોય તેવા સ્થાનનો ત્યાગ કરીને, પ્રકાશવાળા સ્થાને રહીને, (૧) સુધા વેદનાને ઉપશમાવવા માટે (૨) વેયાવચ્ચ માટે (૩) ઈર્યાની શુદ્ધિ માટે (૪) સત્તર પ્રકારના સંયમનું પાલન કરવા માટે (૫) પ્રાણને ધારણ કરવા માટે અને (૬) સ્વાધ્યાય વગેરે ધર્મની ચિંતા માટે ભોજન કરે અને ભોજન કરતી વખતે સુરસુર વગેરે પાંચ દોષનો ત્યાગ કરે. કહ્યું છે કે. असुरसुरं १ अचवचवं २, अदुअ ३ मविलंबियं ४ अपरिसाडिं ५ ।।
मणवयणकायगुत्तो, भुंजे अहपक्खिवणसोही ॥१॥ અર્થ- સુરસુર અવાજ ન કરે, ચવચવ અવાજ ન કરે, જલદી જલદી ભોજન ન કરે, અતિ વિલંબથી ભોજન ન કરે, નીચે વેરતો વેરતો ભોજન ન કરે. મન-વચન-કાયાથી ગુપ્ત થયેલો સાધુ (મનથી- આ વિરૂપ છે એમ ન વિચારે. વચનથી- આને કોણ ખાય? જે અમારા જેવો ન હોય તે ખાય એમ ન બોલે. કાયાથી- રોમાંચિત, મુખથી પ્રફુલ્લિત કે મુખ કટાણું કર્યા વિના) ભોજન કરે એ મુખ પ્રક્ષેપ શુદ્ધિ સમજવી. વા (ઓ.નિ.ભાષ્ય ગાથા-૨૮૯)
ત્યાર પછી મુનિ બહાર ચંડિલ જવું, પાત્રનું પ્રક્ષાલન કરવું, સ્વાધ્યાય કરવો, વેયાવચ્ચ કરવી વગેરે કરીને ચોથો પ્રહર પ્રાપ્ત થયે છતે મુહપત્તિનું પડિલેહણ કરીને ગુરુનાં અને પોતાનાં ઉપકરણોનું પડિલેહણ કરે. ત્યાર પછી સ્વાધ્યાય વગેરે કરીને તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે સ્પંડિલ-માતરુનાં સ્થાનોને જુએ. ત્યાર પછી સૂર્ય અર્ધો ડૂબે છતે ગુરુ સમક્ષ આવશ્યક કરે. ત્યાર પછી એક પ્રહર સુધી શ્રતના પરાવર્તન સ્વરૂપ સ્વાધ્યાય કરે. ત્યાર પછી સૂત્રાર્થનું સ્મરણ કરે. ત્યાર પછી સુવાના સમયે ગુરુની આજ્ઞાથી ભૂમિ અને સંથારનું પડિલેહણ કરીને ચૈત્યવંદન કરવાપૂર્વક રાત્રિ સંથારાની ગાથાનું ઉચ્ચારણ કરીને રજોહરણ જમણી બાજુ રાખીને જરાક સુવે. પણ અતિનિદ્રાને વશ ન થાય. આ પ્રમાણે સંક્ષેપથી અહોરાત્રિનાં કાર્યો બતાવ્યાં. વિસ્તારથી તો બધો ય સાધુ સંબંધી અધિકાર બીજા ગ્રંથથી જાણી લેવો. (૩૩)
મુનિઓ અનેક ગુણના આધાર હવે મુનિઓમાં અનેક ગુણોની આધારતા છે તેનું વર્ણન કરાય છે
ત્રિવિંવત્નનય, પરંતવયUT સિદ્ધપુરિયUTI जियमयणा मिउवयणा, सव्वत्थ वि सन्निहिअजयणा ॥३४॥