________________
૨૫૨
આત્મપ્રબોધ
इरियासमिईपभिई-नियसुद्धायारसेवणे निउणा।
जे सुयनिहिणो समणा, तेहिं इमा भूसिया पुहवी ॥३५॥ જે સાધુ ભગવંતો નિત્ય અચંચલ નયનવાળા છે, પ્રશાંત વદનવાળા છે, જેમના ગુણરતો પ્રસિદ્ધ છે, જેમણે કામને જીતી લીધો છે, જેઓ કોમળ વચનવાળા છે, જેઓ બધી જગ્યાએ યતનાને ધારણ કરનારા છે, જેઓ ઈર્યાસમિતિ આદિ પોતાના શુદ્ધ આચારનું સેવન કરવામાં નિપુણ છે, જેઓ શ્રુતના નિધાન છે, તેથી આ પૃથ્વી શોભી રહી છે.
અહીં સિદ્ધાંતમાં કહેલી રીતથી સાધુઓના ગુણોનું વર્ણન આ પ્રમાણે છે.
જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, રૂપ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજ્જા સંપન્ન, લઘુતા સંપન્ન, મૃદુમાર્દવ સંપન્ન, પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત, ઓજસ્વી, તેજસ્વી, વચસ્વી, યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભને જીતનારા, જિતેંદ્રિય, પરિષહને જીતનારા, જીવિતની આશા અને મરણના ભયથી મૂકાયેલા, ઉગ્રતાવાળા, તેજસ્વી તપવાળા, ઘોર તપવાળા, ઘોર બ્રહ્મચર્યમાં રહેનારા, બહુશ્રુત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, અકિંચન, નિર્મમ, નિરહંકાર, કમળની જેમ અલિપ્ત, શંખની જેમ નિરંજન, ગગનની જેમ નિરાલંબન, પવનની જેમ અપ્રતિબદ્ધ, કાચબાની જેમ ગુપ્ત ઇંદ્રિયવાળા, વિહંગની જેમ વિપ્રમુક્ત, ભારંડની જેમ અપ્રમત્ત, પૃથ્વીની જેમ સર્વસહા, જિનવચનનો ઉપદેશ આપવામાં કુશલ, એકાંતે પરોપકાર કરવામાં નિરત ઘણું કહેવાથી શું? યાવત્ કુત્રિકાપણ સમાન આવા પ્રકારના જિનાજ્ઞાના આરાધક સાધુ ભગવંતો પોતાના ચરણોથી પૃથ્વીતલને પવિત્ર કરતા વિચરે છે ? (૩૪-૩૫) .
આરાધ્ય સધર્મની દુર્લભતા હવે આવા પ્રકારના સાધુ વગેરે શિષ્ટ જનને આરાધ્ય એવા સધર્મની દુર્લભતા બતાવે છે
जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं ।
गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणं पि ॥ ३६॥ તુચ્છ વિભવવાળા એટલે કે પશુપાલની જેમ અલ્પ પુણ્યવાળા જીવોને જે પ્રમાણે ચિંતામણિ રત સુલભ નથી તે પ્રમાણે સમ્યકત્વ આદિ ગુણ વિભવથી રહિત જીવોને પણ ધર્મરત સુલભ નથી. જેઓ જયદેવકુમારની જેમ અતુલ્યપુણ્યરૂપી ગુણથી ભરેલા છે તેઓને મણિની ખાણ સમાન મનુષ્યગતિમાં ચિંતામણિ સમાન આ સધર્મની પ્રાપ્તિ થાય છે. અહીં પશુપાલ અને જયદેવનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
પશુપાલ અને જયદેવ હસ્તિનાપુર નગરમાં નાગદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેને વસુંધરા નામની પતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલો જયદેવ નામનો પુત્ર હતો. તેણે બાર વર્ષ સુધી રાની પરીક્ષા કરવાનો અભ્યાસ કર્યો હતો. તેથી તે શાસ્ત્ર ઉક્તિને અનુસારે ચિંતામણિને મહાપ્રભાવવાળો જાણીને બાકીના મણિઓને