________________
આત્મપ્રબોધ
રહિત હોય છે'' ઇત્યાદિ ભગવાનની વાણીને યાદ કરી. તેથી તેણે પોતાને અને સામે રહેલા તે બધા ય લોકોને પૃથ્વી ઉપર લાગેલા ચરણવાળા, મ્યાનમાળાવાળા, પટપટતી આંખવાળા, મનોવાંછિતને સાધવામાં અસમર્થ જોઈને વી૨વાક્યની સાથે તેઓનું સાક્ષાત્ વિરોધ જોતા તેણે આ બધો ય અભયકુમારનો દંભ છે એ પ્રમાણે જાણ્યુ.
૨૪૮
ત્યાર પછી તે દંડધારીએ ફરી કહ્યું: અરે ! તમે શું વિચારો છો. આ બધો ય દેવલોક પોતપોતાની ભક્તિ બતાવવા માટે ઉત્સુક થયેલો છે. આથી જલદી પોતાના વૃત્તાંતને કહો. ત્યારે તેણે કહ્યુંઃ જિનપૂજા, સાધુસેવા, દયાપાલન, પાત્રદાન, ચૈત્યનિર્માણ આદિ સદ્ધર્મકાર્યો મેં પૂર્વભવમાં કર્યા છે. ફરી દંડધારીએ કહ્યું: હે દેવ ! જીવોનો જન્મ એક સ્વભાવથી જ પસાર થતો નથી તેથી આ પુણ્યની જેમ તમે કરેલાં ચોરી, સ્ત્રીલોલતા વગેરે પાપકાર્યોને પણ નિઃશંકપણે કહો. ત્યારે રૌહિણેયે કહ્યું: અહો ! દિવ્યજ્ઞાનવાળા તને આ શું મતિભ્રમ થયો છે ? જે સુસાધુની સેવા કરનારા શ્રાવકો છે તે શું આવા પ્રકારનું કુકર્મ કરે ? અને જો કરે તો આવા પ્રકારના સ્વર્ગને કેવી રીતે મેળવે ? તેથી મેં જરા પણ પાપ કર્યું નથી. તું ફરી-ફરી કેમ પૂછે છે ? ત્યારે પડદાની પાછળ રહેલા અભયકુમારે તે બધુ સાંભળીને રોષથી હોઠને દબાવતો હોવા છતાં પણ આની બુદ્ધિની કુશળતાને વખાણી. ત્યાર પછી તેની પાસે આવીને તેને આલિંગન કરીને આ પ્રમાણે કહ્યું: હે વીર ! આજ સુધી હું કોઈનાથી પણ જીતાયો નથી, પણ તારાથી જીતાયો. આ મોટું આશ્ચર્ય છે કે તું મારાથી પણ નિગ્રહ ન કરાયો.
હવે આ પ્રમાણે પ્રેમથી અભયકુમારે કહ્યું એટલે તેણે કહ્યું: હે અભય ! શ્રી વીરપ્રભુના વાક્યને હૃદયમાં ધારણ કરતો હું તારાથી નિગ્રહ ન કરાયો એમાં શુ આશ્ચર્ય છે ? પરંતુ દારૂ પીવડાવીને જે તું મને સ્વર્ગમાં પહોંચાડે છે તે આશ્ચર્ય છે. ત્યારે અભયે કહ્યું: હે ભાઈ ! મર્મ વાણીથી તું મને લજ્જા ન પમાડ. જે હકીકત હોય તે કહે કે ચોર એવા પણ તને શ્રી વીરપ્રભુની વાણી કેવી રીતે સાંભળવા મળી. આ પ્રમાણે સ્નેહપૂર્વક પૂછાયેલા તે ચોરે બધી ય પોતાની વાત મૂળથી માંડીને કરી. ફરી કહ્યુંઃ જો જગદ્ગુરુનું વાક્ય ત્યારે મેં ન સાંભળ્યું હોત તો આજે તારાથી છેતરાયેલો હું કઈકઈ વિડંબનાને ન પામ્યો હોત. વળી જે પ્રભુનું એક પણ વાક્ય જીવોના મહાકષ્ટને વારનારું છે તો સર્વ આગમ સાંભળવામાં આવ્યું હોય તો અક્ષયસુખને આપનારું થાય જ. ખરેખર ! વૈરી એવા પિતાથી ઠગાયેલા મેં ત્યારે કાનમાં પ્રવેશતી વીરવાણીને શલ્યની જેમ માની. પરંતુ તે અમૃતના સ્વભાવવાળી હોવાથી મને હમણાં જીવન આપનારી થઈ. આથી હે ભાઈ ! બધું ચોરેલું ધન તને બતાવીને હું શ્રી વીરપ્રભુની પાસે વ્રતને ગ્રહણ કરવા ઇચ્છું છું.
ત્યાર પછી અભયકુમારે તેને રાજા પાસે લાવીને કહ્યું: હે સ્વામી ! આ તમારો ચોર છે. ત્યારે રાજાએ આનો વધ કરવો એ પ્રમાણે આદેશ કર્યો. એટલે અભયકુમારે કહ્યું: હે તાત ! જો આને છોડી દેવામાં આવે તો આ ચોરેલું બધું ય ધન પાછું આપી દે. જો એને છોડવામા ન આવે તો તે ધનને ગ્રહણ કરવું શક્ય નથી, અને મેં પણ તેને ભાઈ કરીને ગ્રહણ કર્યો છે, પણ બુદ્ધિથી ગ્રહણ નથી કર્યો. વળી આ વૈરાગ્યથી વાસિત મનવાળો થયેલો દીક્ષા ગ્રહણ કરવા માટે ઇચ્છે છે. તેથી આનો વધ કરવો યોગ્ય નથી. ત્યાર પછી તે ચોરે ચોરેલું બધું ય ધન બતાવ્યું. રાજાએ તે દ્રવ્ય જેનું હતું તે નગરના લોકોને આપી દીધું. ત્યાર પછી શ્રેણિક રાજાએ જેનો દીક્ષા મહોત્સવ કર્યો છે, જેણે