________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
સામાનિક દેવથી પરિવરેલો જિનને વંદન કરવા માટે ત્યાં આવ્યો. આવીને સૂર્યાભ દેવની જેમ શ્રી વીરપ્રભુની આગળ બત્રીશ પ્રકારનું નૃત્ય કરીને પોતાના સ્થાનમાં ગયો. ત્યારે ગૌતમ સ્વામીએ પૂછયું: હે ભગવન્! આ દેવે આવી ઋદ્ધિ કયા પુણ્યથી મેળવી ? ભગવાને કહ્યું: આ જ નગરમાં એક મોટો શ્રીમંત નંદમણિકાર નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તેણે એકવાર મારા મુખેથી ધર્મ સાંભળીને સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર્યો. પછી તેણે શ્રાવક ધર્મ લાંબા કાળ સુધી પાળ્યો. હવે ક્યારેક ભાગ્યયોગે કુદૃષ્ટિઓના સંસર્ગથી અને તેવા પ્રકારના સાધુ વગેરેના પરિચયના અભાવથી તેના મનમાં મિથ્થાબુદ્ધિ વૃદ્ધિ પામી, અને સદ્ગદ્ધિ ક્રમે કરી મંદ મંદ થવા લાગી. ત્યાર પછી મિશ્ર પરિણામથી કાળ પસાર કરતા તે શ્રેષ્ઠીએ એક વખત ઉનાળામાં પૌષધપૂર્વક અઠ્ઠમનો તપ કર્યો. તેમાં ત્રીજા દિવસની મધ્ય રાત્રિમાં તૃષાથી પીડિત થયેલો હોવાથી આર્તધ્યાનને પામેલા તેણે આ પ્રમાણે વિચાર્યું. સંસારમાં તેઓ જ ધન્ય છે કે જેઓ પરોપકાર માટે ઘણાં વાવડી, કૂવા વગેરે કાર્યો કરાવે છે. ધર્મનો ઉપદેશ આપનારાઓએ પણ આને ઉત્તમ ધર્મ કહ્યો છે. જેઓ આ કાર્યોને દુષ્ટ કહે છે તેઓનું કહેવું ફોગટ છે. કારણ કે ઉનાળામાં દુર્બળ જીવો તૃષાથી દુઃખી થયેલા વાવડી વગેરેમાં આવીને પાણી પીને સુખી થાય છે. આથી હું પણ સવારે એક મોટી વાવડી કરાવીશ. તેથી મને હંમેશા પુણ્ય થશે. હવે ઉપર બતાવ્યા પ્રમાણે ધ્યાન કરતા તેણે બાકીની આખી પણ રાત્રિ પસાર કરી. પછી પ્રાતઃ કાલે પારણું કરીને શ્રેણિક રાજાનો આદેશ લઈને વૈભારગિરિની નજીકમાં એક મોટી વાવડી કરાવી. તેની ચારે દિશામાં વિવિધ વૃક્ષોથી શોભતાં સત્રાગાર, મઠ, મંડપ, દેવકુલ વગેરેથી શોભતાં વનો કરાવ્યા. આ દરમ્યાન અતિશય કુદૃષ્ટિનો પરિચય થવાથી સર્વથા જેણે ધર્મનો ત્યાગ કર્યો છે એવા તેને અતિપ્રબલ દુષ્કર્મના ઉદયથી શરીરમાં સોળ મહારોગો ઉત્પન્ન થયા. તેનાં નામો આ પ્રમાણે છે.
कासे १ सासे २ जरे ३ दाहे ४, कुच्छिसूले ५ भगंदरे ६ । हरसा ७ अजीरए ८ दिट्ठी ९, पिट्ठसूले १० अरोअए ११ ॥ १॥ कंडू १२ जलोयरे १३ सीसे १४, कन्नवेयण १५ कुट्ठए १६ ।।
सोल एए महारोगा, आगमम्मि वियाहिया ॥२॥ અર્થ- (૧) ખાંસી (૨) શ્વાસ (૩) જવર (૪) દાહ (૫) પેટશૂળ (૬) ભગંદર (૭) હરસ (૮) અજીર્ણ (૯) દૃષ્ટિશૂળ (૧૦) પીઠશૂળ (૧૧) અરુચિ (૧૨) ખણજ (૧૩) જલોદર (૧૪) મસ્તક વેદના (૧૫) કાન વેદના (૧૬) કોઢ. આ સોળ મહારોગો આગમમાં બતાવેલા છે.
હવે આ સોળ રોગથી આક્રાંત શરીરવાળો તે શ્રેષ્ઠી મહાપીડાથી મરીને તેણે બનાવેલી વાવડીમાં રહેલા એકાગ્ર ધ્યાનના કારણે તે વાવડીમાં જ ગર્ભજ દેડકારૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેને પોતાની બનાવેલી વાવડીના દર્શન થવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તે દેડકો તેવા પ્રકારના ધર્મ વિરાધનાના ફળને જાણીને વૈરાગ્યવાળો થયો છતો હવે પછી મારે નિત્ય છઠ્ઠનો તપ કરવો અને પારણામાં વાવડીના કિનારે લોકોના સ્નાનથી અચિત્ત થયેલું પાણી, માટી વગેરે જ ખાવું. એ પ્રમાણે અભિગ્રહ લીધો. હવે તે-તે અવસરે તે વાવડીમાં સ્નાનાદિ માટે આવતા લોકોના