________________
બીજો પ્રકાશ -
દેશવરતિ
૧૪૩
ધ્રૂજે છે કેમ ? સ્વસ્થ થા. તારા ઉપર કુલદેવતા ખુશ થઈ છે. જેથી રાજાની પટ્ટદેવી હું તારી વેશ્યા થઈ છું. સૌભાગ્યના ગર્વથી આજે મેં રાજાને પણ રોષવાળો કર્યો છે. તેવા પ્રકારની મારી સાથે તું પોતાને સફળ કર. હું ખુશ થયે છતે જીવોને અર્થ અને કામ સુલભ છે, અને હું ગુસ્સે થયે છતે તરત વધ અને બંધ જ થાય છે. આ પ્રમાણે કામરૂપી ગ્રહથી ગ્રસ્ત થયેલી તેણીથી લોભ પમાડાયેલા અને ક્ષોભ પમાડાયેલા પણ પોતાએ કરેલા ત્રીજા નિયમને યાદ કરતાં વંકચૂલે તેણીને નમીને કહ્યુંઃ હે માત ! તું મને પૂજ્ય છે. વનના ચોર એવા મારા ઉપર રાજાની પ્રિયા એવી તારી આ કેવી હા છે ? તેણીએ કહ્યું: અરે વાચાળ ! બાળક ! કામુક એવી મારામાં માતાના સંબંધને જોડતો તું લજ્જા કેમ નથી પામતો. હવે જો મારા વાક્યને નથી માનતો તો આજે તારા ઉપર યમ ગુસ્સે થયો છે. આ પ્રમાણે વિવિધ વચનોની યુક્તિથી તેણીએ ભય પમાડ્યો હોવા છતાં પણ તે જેટલામાં ક્ષોભ ન પામ્યો તેટલામાં ક્રોધથી આકુળ થયેલી તેણીએ નખોથી પોતાના શરીરને ઉઝરડાવાળું કરીને મોટેથી પોકાર કર્યો. આ બધો વૃત્તાંત ઘરના દરવાજા પાસે આવેલા રાજાએ કપાટના છિદ્રમાં કાન મૂકીને સ્વયં સાંભળ્યો. તેટલામાં કલકલ અવાજ થયે છતે જાગેલા દ્વારપાલકો શસ્ત્રો લઈને દોડ્યા. ત્યારે રાજાએ મંદ સ્વરે તેઓને કહ્યું: આ ચોર નિરપરાધી છે. હમણાં જરાક બાંધીને યતથી રક્ષણ કરવું, અને પ્રાતઃ કાંલે સભામાં મારી આગળ લાવવો. તેઓએ પણ તે પ્રમાણે સ્વીકાર્યું.
ત્યાર પછી પોતાની રાણીના તેવા પ્રકારના વૃત્તાંતને વિચારતા દુઃખી મનવાળા રાજાએ કોઈપણ રીતે તે રાત્રિ પસાર કરી. હવે પ્રાતઃ સમયે આરક્ષકો તેને ઢીલાં બંધનોથી બાંધીને રાજાની આગળ લાવ્યા. રાજાએ આક્ષેપપૂર્વક પૂછ્યું એટલે તેણે સ્પષ્ટપણે બધો ય વૃત્તાંત રાણીએ મધુર વાણીથી મને બોલાવ્યો ત્યાં સુધીનો જે પ્રમાણે બન્યો હતો તે પ્રમાણે કહીને મૌન રહ્યો. ત્યાર પછી જેણે પરમાર્થને જાણ્યો છે એવા ખુશ થયેલા મનવાળા રાજાએ એનો સત્કાર કરીને અને અતિ આનંદથી આલિંગન કરીને કહ્યું: હે સત્પુરુષ ! તારા સાહસથી હું ખુશ થયેલો છું. તેથી આ પટ્ટરાણી મેં તને આપી. તું એને ગ્રહણ કર. તેણે કહ્યું: હે રાજન્ ! જે તારી પટ્ટરાણી છે તે મારી નક્કી માતા છે. તેથી આ વચન ફરી ન કહેવું. ત્યાર પછી શૂળી ઉપર ચઢાવીશ વગેરે ઘણી રીતે કહીને તેને ક્ષોભ પમાડ્યો તો પણ આ જ્યારે નિયમથી ચલાયમાન ન થયો, ત્યારે આના ધીરપણાથી અતિ સંતોષ પામેલા રાજાએ આને પુત્રપદે સ્થાપ્યો. તે સ્ત્રીને મારવા માટે ઈચ્છતો હોવા છતાં પણ આના વચનથી જીવતી છોડી મૂકી.
ત્યારપછી વંકચૂલ પોતાની બહેન અને પત્નીને ત્યાં તેડાવીને તેઓની સાથે સુખેથી રહ્યો. તથા ધર્મમાં જેને વિશ્વાસ થયો છે એવા તેણે વિશેષથી ધર્મમાં જ ચિત્તવૃત્તિને બાંધી. નિયમ આપનાર તે ગુરુને નિત્ય યાદ કર્યા. એક વખત એના ભાગ્યોદયથી તે જ આચાર્ય ત્યાં આવ્યા. આ મોટા આડંબરથી ગુરુને વંદન કરવા ગયો. ત્યાં શુદ્ધ ધર્મસ્વરૂપને સાંભળીને તેણે તત્ત્વરુચિરૂપ સમ્યક્ત્વને સ્વીકાર્યું. ત્યારે ઉજ્જયિની નગરીની બાજુમાં રહેલા શાલિગામમાં રહેનારો જિનદાસ નામનો શ્રાવક તેનો પરમ મિત્ર થયો. એક વખત કામરૂપ દેશના રાજાને અતિ દુર્જય માનીને તેને જીતવા માટે રાજાએ વંકચૂલને આદેશ કર્યો ત્યારે તે પણ રાજાના આદેશથી ત્યાં જઈને યુદ્ધ કરીને કામરૂપ દેશના રાજાને જીતીને અને સ્વયં વૈરીએ કરેલા શસ્ત્રોના પ્રહારોથી જર્જરિત થયેલો ઉજ્જયિની