________________
૨૦૪
આત્મપ્રબોધ
(૬) વ્યાધિત-રોગી- કુષ્ટ, ભગંદર, અતિસાર આદિ રોગોથી ગ્રસ્ત વ્યાધિત છે. તેની ચિકિત્સા કરવામાં છ કાયની વિરાધના અને સ્વાધ્યાય વગેરેની હાનિ થાય આથી તે પણ દીક્ષાને અયોગ્ય છે.
(૭) ચોર- ખાતર પાડવું, માર્ગમાં પાડવું = માર્ગમાં લૂંટવું વગેરે ચોર ક્રિયામાં રત ચોર છે. તે પણ ગચ્છને વધ-બંધન આદિ ઘણા અનર્થનું કારણ હોવાથી દીક્ષાને અયોગ્ય જ છે.
(૮) રાજાપકારી-ભંડાર, અંતઃપુર, રાજાના શરીર આદિનો દ્રોહ કરનારો રાજાનો અપકારી છે. તે પણ ગચ્છને વધ-બંધન આદિ ઘણા અનર્થનું કારણ હોવાથી દીક્ષાને અયોગ્ય છે.
(૯) ઉન્મત્ત- યક્ષ વગેરેથી અથવા મહામોહના ઉદયથી વિહ્વળતા પમાડાયેલો હોય તે ઉન્મત્ત છે. તે પણ બહુ દોષનું કારણ હોવાથી દક્ષાને અયોગ્ય છે.
(૧૦) અદર્શન- અહીં દર્શન એટલે નેત્ર કે સમ્યગ્દર્શન. જેને નેત્ર કે સમ્યગ્દર્શન નથી તે અદર્શન. અહીં અદર્શન શબ્દથી નેત્રરહિત, આંધળો અને સમ્યગ્દર્શનથી રહિત મ્યાનદ્ધિ નિદ્રાના ઉદયવાળો જીવ વિવક્ષિત છે. દીક્ષા અપાયેલો અંધ દૃષ્ટિથી રહિત હોવાના કારણે પદે પદે છકાય વિરાધક અને આત્મ ઉપઘાતક પણ થાય. મ્યાનદ્ધિવાળો તો ષવાળો થયો છતો ગૃહસ્થોને અને સાધુઓને મારણ=મારવું વગેરે કરે. આથી દીક્ષાને અયોગ્ય છે.
(૧૧) દાસ- ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો અથવા દ્રવ્ય વગેરેથી ખરીદેલો અથવા ઋણ વગેરે વસુલ કરવા માટે ધારણ કરેલો હોય તે દાસ કહેવાય. તેને દીક્ષા આપવામાં આવે તો તેના સ્વામીથી કરાયેલા પ્રવ્રજ્યા ત્યાગ કરાવવો વગેરે દોષો સંભવે છે. આથી તે પણ દીક્ષાને અયોગ્ય છે.
(૧૨) દુષ્ટ- દુષ્ટ બે પ્રકારે છે. કષાય દુષ્ટ અને વિષય દુષ્ટ. તેમાં ગુરુએ ગ્રહણ કરેલી સર્ષપની ભાજીમાં અભિનિવેશવાળા સાધુ વગેરેની જેમ ઉત્કૃષ્ટ કષાયવાળો હોય તે કષાયદુષ્ટ. પરનારી વગેરેમાં અત્યંત વૃદ્ધ તે વિષયદુષ્ટ છે. તે પણ અતિસંક્લિષ્ટ અધ્યવસાયવાળો હોવાના કારણે દીક્ષાને અયોગ્ય છે. [અહીં સરસવની ભાજીમાં અભિનિવેશવાળા સાધુનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
કષાયદુષ્ટ ઉપર સાધનું દૃષ્ટાંત એક સાધુ ભિક્ષા માટે ગયો. ભિક્ષામાં તેને સારી રીતે વઘારેલી સરસવની ભાજી મળી. તે ભાજીમાં તે અત્યંત આસક્તિવાળો થયો. ભિક્ષાથી આવીને આચાર્યની પાસે ભિક્ષાની આલોચના, કરી ભિક્ષા આલોવી. પછી તેણે સરસવની ભાજી આચાર્યને બતાવી અને લાભ આપવાની વિનંતિ કરી. આચાર્ય ભગવંત બધી ભાજી વાપરી ગયા. આથી તે સાધુ આચાર્ય પ્રત્યે દ્વેષવાળો થયો. આચાર્ય ભગવંતે તેના ચહેરા ઉપરથી અને બોલવા ઉપરથી આ જાણી લીધું. આથી આચાર્ય ભગવંતે તેની પાસે ભાજી બધી ખાઈ જવા બદલ મિચ્છા મિ દુક્કડે કર્યું. તો પણ તે શાંત ન થયો. તેણે કહ્યું હું તમારા દાંત ભાંગીશ. આ સાંભળીને ગુરુએ વિચાર્યું. આ સાધુ મને કમોતે મારી નાખશે. એમ થાય તો કદાચ મારું મૃત્યુ અસમાધિથી થાય. આમ વિચારીને અન્ય સાધુને પોતાના ગચ્છના અધિપતિ બનાવ્યા. પછી પોતે અન્યગચ્છમાં જઈને અનશન કર્યું. સમાધિથી દેવલોક પામ્યા. પેલો