________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૦૫
સાધુ આચાર્ય ન દેખાવાથી તપાસ કરવા લાગ્યો. તેણે સાધુઓને પૂછયું: આચાર્ય ક્યાં છે? સાધુઓએ ન કહ્યું. તેણે બીજાઓ પાસેથી સાંભળ્યું કે આચાર્ય અમુક ગચ્છમાં ગયા છે. આથી તે ત્યાં ગયો. ત્યાં તેણે આચાર્ય ક્યાં છે એમ પૂછયું. સાધુઓએ કહ્યું: સમાધિથી કાલધર્મ પામ્યા છે. ફરી તેણે પૂછ્યું : તેમનું શરીર ક્યાં પરઠવ્યું? આચાર્યે પહેલાં જ સાધુઓને કહી દીધું હતું કે અમુક સાધુ આવે તો મારા શરીરની પારિષ્ઠાપનિકાભૂમિ તેને ન બતાવશો. નહિ તો તે મારા શરીરને આમ તેમ ખેંચીને શાસનનો ઉદ્દાહ કરશે. આથી સાધુઓએ ન કહ્યું. આથી તે બીજાઓ પાસેથી સાંભળીને જ્યાં આચાર્યનું શરીર પરઠવ્યું હતું ત્યાં ગયો. નજીકમાં ભૂમિમાંથી ગોળ પથ્થર લીધો. પછી એ પથ્થરથી
આ દાંતથી તમે સરસવની ભાજી ખાધી છે” એમ બોલતા તેણે દાંત ભાંગી નાખ્યા. ગુપ્તસ્થાનમાં છુપાઈને રહેલા સાધુઓએ આ જોયું. અતિતીવ્ર કષાય કરવામાં આવા દોષો થતાં હોવાથી સાધુઓએ અતિતીવ્ર કષાય ન કરવો જોઈએ. બૃહત્ કલ્પસૂત્ર ચોથો ઉદેશો ગાથા-૪૯૮૮-૮૯]
(૧૩) મૂઢ- સ્નેહ, અજ્ઞાન આદિના કારણે તત્ત્વજ્ઞાનથી શૂન્ય હૃદયવાળો મૂઢ કહેવાય છે. કૃત્ય અકૃત્ય આદિ વિવેકથી રહિત હોવાના કારણે તથા આઈતી દીક્ષા વિવેકના મૂળવાળી હોવાના કારણે તે મૂઢ દીક્ષાને અયોગ્ય છે.
(૧૪) ઋણાર્ત- ઋણાર્ત પ્રસિદ્ધ છે. તેને દીક્ષા આપવામાં દોષો પણ પ્રસિદ્ધ છે. અર્થાત્ ઋણના ભારથી દબાયેલો હોય તેને દીક્ષા આપવામાં આવે તો તેની પાસે ઋણની માંગણી કરવામાં આવે ત્યારે શાસન ઉડ્ડાહ વગેરે દોષો પ્રતીત છે.
(૧૫) જુગિત- જાતિ-કર્મ-શરીર આદિથી દૂષિત થયેલો જંગિત છે. તેમાં માતંગ, કોલિક, ઝિંપક, મોચી વગેરે અસ્પૃશ્ય જાતિ જુગિત છે. સ્પૃશ્ય પણ સ્ત્રી-મોર-કુકડા-પોપટ-આદિને પોષનારા હોય તે પણ જાતિ જંગિત છે. વાંસ ઉપર, દોરડા ઉપર ચઢી ખેલ કરવા, નખ પ્રક્ષાલન કરવું. માછીમારી કરવી, પાશે બાંધી શિકાર કરવો, વગેરે નિંદિત કાર્યને કરનારા કર્મજંગિત છે. હાથપગ-કાન વગેરેથી રહિત હોય છે અને પાંગળો, કૂબડો, વામન, કાણો વગેરે શરીર જુગિત છે. તે પણ લોકમાં અવર્ણવાદ થવાનો સંભવ હોવાના કારણે તથા બીજા દોષોનો સંભવ હોવાના કારણે દીક્ષાને અયોગ્ય છે.
(૧૬) અવબદ્ધ- ધન ગ્રહણ કરવાપૂર્વક અથવા વિદ્યાનિમિત્તે આટલા દિવસો સુધી હું તમારો છું. આ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા કરેલી હોય તે અવબદ્ધ કહેવાય છે. તે કલહ આદિ દોષનું કારણ હોવાના કારણે અયોગ્ય છે.
(૧૭) ભૂતક- રૂપિયા વગેરે માત્ર સમૃદ્ધિથી ધનવાનોનો આદેશ કરવા માટે પ્રવૃત્ત થયેલો હોય તે ભૂતક કહેવાય. તેને દીક્ષા આપવામાં તેણે પૂર્વે જેનું કાર્ય કરેલું હોય તે ગૃહસ્થ મોટી અપ્રીતિને ધારણ કરે માટે તે પણ દીક્ષાને અયોગ્ય છે.
(૧૮) શૈક્ષનિઃસ્ફટિકા- શૈક્ષ એટલે દીક્ષા આપવાને ઇષ્ટ. તેનું અપહરણ તે શૈક્ષનિઃસ્ફટિકા. ઉપલક્ષણથી માતા-પિતા વગેરેથી રજા નહીં અપાયેલો. તેને દીક્ષા આપવી તે પણ શૈક્ષનિઃસ્ફટિકા કહેવાય છે. આ પણ અદત્તાદાન વગેરે દોષ લાગતા હોવાના કારણે દીક્ષાને અયોગ્ય છે.