________________
૨૦૬
આત્મપ્રબોધ
આ પ્રમાણે અઢાર પુરુષો દીક્ષાને અયોગ્ય છે. કારણ હોય તો આમાંથી પણ વજસ્વામી આદિની જેમ કેટલાકને દીક્ષા આપવાની અનુજ્ઞા છે જ. (૩-૪). હવે સ્ત્રીઓમાં વીશ દિક્ષાને અયોગ્ય છે તે આ પ્રમાણે–
जे अद्वारस भेआ, पुरिसस्स तहित्थिआइ ते चेव ।
गुव्विणी सबालवच्छा, दुन्नि इमे हुंति अन्नेवि ॥५॥ જે અઢાર ભેદો પુરુષોમાં દીક્ષાને અયોગ્ય કહ્યા તે જ પ્રકારથી તે જ અઢાર ભેદો સ્ત્રીના પણ જાણવા. ગુર્વિણી અને સબાલવત્સા એ બે બીજા પણ ભેદ છે. તેમાં ગુર્વિણી એટલે સગર્ભા સ્ત્રી. અને સબાલવત્સા એટલે સ્તનપાન કરાવતી બાળક સહિત સ્ત્રી. આ પ્રમાણે આ બધા પણ વીશ સ્ત્રીના ભેદો વ્રતને અયોગ્ય છે. દોષો પણ અહીં પૂર્વની જેમ કહેવા. (૫)
તથા નપુંસકના જે સોળ ભેદો આગમમાં કહેલા છે તેમાં દશ અતિસંક્લિષ્ટ હોવાના કારણે સર્વથા દીક્ષાને અયોગ્ય છે. તે આ પ્રમાણે
पंडए वाइए कीवे, कुंभी ईसालुए इअ । सउणी तक्कम्मसेवी य, पक्खियापक्खिए इअ ॥६॥ सोगंधिए अ आसत्ते, दस एए नपुंसगा ।
संकिलिट्ठत्ति साहूणं, पव्वाइउमकप्पिया ॥७॥ (૧) પંડક (૨) વાતિક (૩) ક્લીબ (૪) કુંભી (૫) ઈર્ષાળુ (૬) શકુનિ (૭) તત્કસેવી (૮) પાક્ષિકાપાક્ષિક (૯) સૌગંધિક (૧૦) આસક્ત. આ દશ નપુંસકો સંક્લિષ્ટ ચિત્તવાળા હોવાના કારણે સાધુઓને દીક્ષા આપવા માટે અકથ્ય છે. અર્થાત્ વ્રતને અયોગ્ય છે. આ બધાનું સંક્લિષ્ટપણે સામાન્યથી નગરના મહાદાહ સમાન કામના અધ્યવસાયથી યુક્ત હોવાના કારણે સ્ત્રી-પુરુષ સેવનને આશ્રયીને જાણવું. આ નપુંસકો ઉભય એટલે કે સ્ત્રી અને પુરુષ એમ બંનેને સેવનારા હોય છે. આનું સ્વરૂપ તો નિશીથભાષ્ય અને પ્રવચન સારોદ્ધારમાંથી જાણી લેવું.
પ્રશ્ન-પુરુષના ભેદોમાં પણ નપુંસકો કહેલા હતા અને અહીં પણ નપુંસકો કહ્યાં છે, તો તે બંનેમાં શું વિશેષ છે ?
ઉત્તર- ત્યાં પુરુષ આકૃતિવાળા ગ્રહણ કર્યા હતા, અહીં નપુંસક આકૃતિવાળા ગ્રહણ કર્યા છે. આ પ્રમાણે સ્ત્રીઓમાં પણ જાણવું. (૬-૭) હવે સોળ ભેદોમાં બાકી રહેલા જે છ દીક્ષાને યોગ્ય છે તે બતાવે છે
वद्धिए १ चिप्पिए २ चेव, मंतओसहिओहए ३-४ ।
इसिसत्ते ५ देवसत्ते य ६, पव्वावेज नपुंसए ॥८॥ (૧) ભવિષ્યમાં રાજના અંત:પુરની રક્ષા માટે બાલ્ય અવસ્થામાં પણ જેના વૃષણો છેદ કરીને ગાળી નાખવામાં આવે છે તે વદ્ધિતક કહેવાય છે.