________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૦૭ (૨) ઉત્પન્ન થતાંની સાથે જેના વૃષણો અંગૂઠો અને આંગળીથી મસળીને પીગળાવી નાખવામાં આવે છે તે ચિપિત કહેવાય છે. આ પ્રમાણે કરે છતે આ બંને નપુંસક વેદના ઉદયને પામે છે.
(૩-૪) કોઈકનો મંત્રના સામર્થ્યથી અને કોઈકનો તેવા પ્રકારની ઔષધિના પ્રભાવથી પુરુષવેદ અથવા સ્ત્રીવેદ હણાઈ ગયે છતે નપુંસકવેદનો ઉદય થાય.
(૫-૬) કોઈકને ઋષિના શાપથી અને કોઈકને દેવના શાપથી નપુંસકવેદનો ઉદય થાય. આ છ નપુંસકો દીક્ષાને યોગ્ય છે. (૮)
કેવા પુરુષ-સ્ત્રી-નપુંસકો દીક્ષાને યોગ્ય હોય હવે અઢાર-વીશ અને દશ ભેદ સિવાયના પણ પુરુષ-સ્ત્રી-નપુંસકોમાં જે સર્વવિરતિ સ્વીકારે છે તે બતાવવામાં આવે છે
अमन्दवैराग्यनिमग्रबुद्धय-स्तनूकृताशेषकषायवैरिणः । ऋजुस्वभावाः सुविनीतमानसा, भजन्ति भव्या मुनिधर्ममुत्तमं ॥९॥
અમંદ એટલે નાશ ન પામે એવા પ્રકારનો જે વૈરાગ્ય, તેમાં લીન થયેલી છે બુદ્ધિ જેમની એવા, આથી જ સમસ્ત કષાયરૂપી વૈરીઓ જેઓએ હીનબળવાળા કરેલા છે એવા, તથા સરળ પ્રકૃતિવાળા, આથી જ સુવિનીત મન છે જેમનું એવા, આવા પ્રકારના ભવ્ય જીવો ઉત્તમ સર્વવિરતિ સ્વરૂપ મુનિધર્મને પામે છે. અહીં આગળના પદમાં વૈરાગ્યનું અમંદ એવા વિશેષણનું વિધાન કરવામાં આવ્યું હોવાથી રોગાદિથી ઉત્પન્ન થયેલા ક્ષણ માત્ર રહેનારા વૈરાગ્યથી કોઈ પણ સિદ્ધિ થતી નથી એમ સૂચવ્યું છે. કહ્યું છે કે
रोगेण व सोगेण व, दुक्खेण व जं जडाण उल्लसइ । मग्गंति न वेरग्गं, तं विबुहा अप्पकालं ति ॥१॥ सुहिअस्स व दुहिअस्स व, जं वेरग्गं भवे विवेएणं ।
पायं अपच्चवायं, तं चिय चारित्ततरुबीअं ॥२॥ વ્યાખ્યા જડ એટલે વિવેક વિનાના તેઓને ખાંસી-શ્વાસ આદિ રોગથી અથવા પુત્ર વિયોગ આદિથી ઉત્પન્ન થયેલા શોકથી અથવા વધ-બંધ આદિ દુઃખથી “રોગ-શોક આદિ બહુકષ્ટવાળા અસાર એવા આ સંસારને ધિક્કાર થાઓ’ એ પ્રમાણે વિચારણા સ્વરૂપ જે વૈરાગ્ય ઉલ્લસિત થાય છે તે વૈરાગ્ય સર્વવિરતિને અયોગ્ય હોવાના કારણે જ્ઞાનીઓ તેની સ્પૃહા કરતા નથી.
પ્રશ્ન- તે અયોગ્ય કેમ છે ? ઉત્તર- અલ્પકાલ રહેનારો હોવાના કારણે અયોગ્ય છે. પ્રશ્ન- આવો વૈરાગ્ય અલ્પકાળવાળો કેમ છે ?
ઉત્તર- રોગ આદિ દૂર થતાં તે પણ દૂર થાય છે માટે અલ્પકાળવાળો છે. આથી જ બુદ્ધિશાળીઓને સ્પૃહણીય નથી.