________________
૨૦૮
સર્વવિરતિને યોગ્ય વૈરાગ્ય
પ્રશ્ન- તો પછી સર્વવિરતિને યોગ્ય વૈરાગ્ય કેવો હોય છે ?
ઉત્તર- સુખી અથવા દુ:ખી જીવને વિવેકથી જે વૈરાગ્ય થયો હોય તે જ વૈરાગ્ય પ્રાયઃ કરીને અવિનશ્વર છે. વિવેકના મૂળવાળો હોવાના કારણે દુઃખ વગેરે દૂર થવા છતાં પણ તે વૈરાગ્ય નાશ પામતો નથી. આથી જ આ વૈરાગ્ય ચારિત્રરૂપી વૃક્ષને ઉત્પન્ન કરતું હોવાથી બીજ જેવું બીજ છે.
પ્રશ્ન- અહીં ચારિત્રને વૃક્ષની ઉપમા આપી તે કોની અપેક્ષાએ છે ?
આત્મપ્રબોધ
ઉત્તર- સમ્યક્ત્વ મૂળ સ્વરૂપ છે, પ્રથમ વ્રત સ્કંધ સ્વરૂપ છે, શેષવ્રત શાખા સ્વરૂપ છે, પ્રશમ વગેરે પ્રશાખા સ્વરૂપ છે, સકલ ક્રિયા સમૂહ પ્રવાલ સ્વરૂપ છે, લબ્ધિ કુસુમ સ્વરૂપ છે, મોક્ષ ફળ સ્વરૂપ છે. એ અપેક્ષાએ ઉપમા જાણવી.
અહીં પ્રાયઃ એ પ્રમાણે ગ્રહણ કર્યું હોવાથી નંદિષણ વગેરેને વિશે વ્યભિચાર હોય તો પણ દોષ નથી. નંદિષેણ વસુદેવનો પૂર્વભવનો જીવ હતો. તે અતિકુરૂપવાળો હોવાના કારણે સ્ત્રીઓથી અનાદર કરાતો મનમાં અતિદુઃખી થયેલો અવિવેકથી પણ અવિનશ્વર એવા વૈરાગ્યને પામ્યો. નિંદિષણનું દૃષ્ટાંત ધર્મકથી નામના પ્રભાવકમાં બતાવેલું છે. (૯)
દશ પ્રકારનો યતિધર્મ હવે અવસરથી આવેલા યતિધર્મના સ્વરૂપને બતાવે છે–
खंती १ मद्दव २ अज्जव ३, मुत्ती ४ तव ५ संजमे य ६ बोधव्वे | सच्चं ७ सोयं ८ आकिंचणं ९ च बंभं च १० जइधम्मो ॥ १० ॥
(૧) ક્ષાંતિ- ક્ષાંતિ એટલે ક્ષમા. એટલે કે સર્વથા ક્રોધનો ત્યાગ. (૨) માર્દવ- માર્દવ એટલે મૃદુતા. એટલે કે સર્વથા માનનો ત્યાગ. (૩) આર્જવ- આર્જવ એટલે સ૨ળતા. એટલે કે સર્વથા માયાનો ત્યાગ. (૪) મુક્તિ- મુક્તિ એટલે નિર્લોભતા. એટલે કે સર્વથા લોભનો ત્યાગ. આ કહેવા દ્વારા મુનિઓએ પહેલાના ચાર કષાયોનો વિજય કરવો જોઈએ એમ જણાવ્યું. કારણ કે કષાયો આ લોક અને પરલોક એમ ઉભયલોકમાં જીવોના સ્વાર્થનો નાશ ક૨ના૨ા છે. કહ્યું છે કે
कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेई, लोहो सव्वविणासणो ॥ १ ॥
कोहो नाम मणूसस्स, देहाओ जायए रिऊ । નેળ અયંતિ મિત્તારૂં, ધમ્મો ય પરમસર્ફ ॥૨॥ नासियगुरूवएस, विज्जाअहलत्तकारणमसेसं । હ્રાહાયઞતાનું, જો સેવકૢ સુવ્વો માળ ? | રૂ ॥ कुडिलगई कूरमई, सयाचरणवज्जिओ मलिणो । मायाइ नरो भुअगुव्व, दिट्ठमित्तो वि भयजणओ ॥ ४ ॥