________________
૨૦૯
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
किच्चाकिच्चविवेयं, हणइ सया जो विडंबणाहेऊ ।
तं किर लोहपिसायं, को धीमं सेवए लोए ? ॥ ५॥ અર્થ- ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે. લોભ સર્વ વિનાશ કરનારો છે. ૧ ક્રોધ એટલે મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થયેલો શત્રુ કે જે મિત્રોનો ત્યાગ કરાવે છે અને ધર્મથી ભ્રષ્ટ કરે છે. મારા જેણે ગુરુના ઉપદેશનો નાશ કર્યો છે, જે સંપૂર્ણ વિદ્યાને નિષ્ફળ કરવાનું કારણ છે, જે કુગ્રહરૂપી હાથીનું આલાનસ્તંભ છે, એવા માનને સુવ્રતવાળો કોણ સેવે ? હા જે કુટિલ ગતિવાળી છે, જે ક્રૂર મતિવાળી છે એવી માયાથી મલિન થયેલો નર સદ્આચરણથી રહિત થયેલો સર્પની જેમ દેખાવા માત્રથી પણ ભયને ઉત્પન્ન કરનારો છે. જા જે કૃત્ય-અકૃત્યના વિવેકનો નાશ કરે છે, જે સદા વિડંબનાનું કારણ છે, ખરેખર ! તે લોભારૂપ પિશાચને લોકમાં કયો બુદ્ધિશાળી સેવે ? ઇત્યાદિ.
વળી- સર્વે પણ મોક્ષનાં અંગોમાં કષાયનો ત્યાગ જ મુખ્ય મોક્ષનું અંગ છે. તેના વિના બીજી ક્રિયાથી ક્યારે પણ મુક્તિની પ્રાપ્તિ ન થાય. કહ્યું છે કે
कडकिरियाहिं देहं, दमंति किं ते जडा निरवराहं । __ मूलं सव्वदुहाणं, जेहि कसाया न निग्गहिया ॥ १ ॥
અર્થ- જેઓએ સર્વ દુઃખોના મૂળ એવા કષાયોને હણ્યા નથી તે મૂઢો નિરપરાધી એવા દેહને ક્રિયા કરીને શા માટે દમે છે? અર્થાત્ તેનાથી કોઈ પણ સિદ્ધિ થવાની નથી. ૧૫
સર્વ તપોમાં કષાય નિગ્રહ સમાન કોઈ તપ નથી. કારણ કે તે કષાય નિગ્રહથી નાગદત્ત ઘણું ખાતો હોવા છતાં સિદ્ધ થયો. નાગદત્તનું બીજું નામ કૂરગડૂક સાધુ છે. તે દરરોજ ત્રણ વખત ભોજન કરતો હોવા છતાં પણ કેવલ કષાય નિગ્રહના બળથી તેણે તરત કેવલ લક્ષ્મીને પ્રાપ્ત કરી. આનું કથાનક તો પ્રસિદ્ધ જ છે. આથી અહીં બતાવ્યું નથી. (કૂરગડૂક સાધુના વૃત્તાંત માટે જુઓ પાના નંબર ૩૦૫) (૧૦)
ધર્મમાં કરાતી માયા માયા નથી હવે અપવાદ માર્ગને આશ્રયી અહીં જ વિશેષને બતાવે છે–
यः शासनोड्डाहनिवारणादि-सद्धर्मकार्याय समुद्यतः सन् । તનતિ માય નિરવતા, પ્રોm: સ વારા વસુઃ ૨૨
જે મુનિ જિનશાસન સંબંધી ઉડાહનું નિવારણ કરવું વગેરે સારા ધર્મકાર્યને કરવા માટે ઉદ્યમવાળો છે, તથા અતિ સંક્લિષ્ટ અધ્યવસાયથી રહિત હોવાના કારણે જેનું મન નિર્દોષ છે, આવો મુનિ માયા આચરે તો તે મુનિને સારા જ્ઞાનવાળા, જિનમતના આરાધક મહામુનિઓએ જિનશાસનની અપભ્રાજનાનું નિવારણ કરતો હોવાથી તથા સ્વયં આચરેલા અલ્પ માયા અને અલ્પકષાયની આલોચના વગેરેથી શુદ્ધિ કરી લેતો હોવાથી આરાધક જ કહ્યો છે, પણ જિનાજ્ઞાનો વિરાધક કહ્યો નથી. આથી જ સિદ્ધાંતમાં પણ નવમા ગુણસ્થાનક સુધી સંજવલન માયાનો ઉદય કહેલો છે. આ વિશે દૃષ્ટાંત આ પ્રમાણે છે