________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
- ૨૦૩ થશે. તેથી હે આર્યો !તમે અતિમુક્તક કુમાર શ્રમણની હીલના ન કરો, નિંદા ન કરો, ગહન કરો, અવજ્ઞા ન કરો, પરંતુ હે દેવાનુપ્રિયો ! તમે એને ખેદ વિના ગ્રહણ કરો અને ખેદ વિના ઉપકાર કરો. તથા ભક્ત-પાન, વિનયથી આની વેયાવચ્ચ કરો. કારણ કે આ મુનિ ભવનો અંત કરનારો જ છે. ચરમ શરીરી જ છે. ત્યાર પછી તે સ્થવિરો ભગવાન વીર સ્વામીથી આ પ્રમાણે કહેવાયેલા છતાં પ્રભુને વંદન કરીને ભગવાનના વાક્યને વિનયથી અંગીકાર કરીને અતિમુક્તક કુમાર શ્રમણને ખેદ વિના ગ્રહણ કર્યો, યાવત્ વેયાવચ્ચ કરી. ત્યાર પછી અતિમુક્તક મુનિ પણ તે પાપસ્થાનની આલોચના કરીને વિવિધ તપશ્ચર્યાદિથી સંયમનું સારી રીતે આરાધના કરીને અંતે અંતકૃત કેવલી થઈને સિદ્ધિમાં ગયા. આ સંબંધ અંતકૃત્ દશાંગ, ભગવતી અંગ આદિને અનુસાર કહ્યો છે. આ પ્રમાણે બાલદીક્ષામાં અતિમુક્તક મુનિનો વૃત્તાંત પૂર્ણ થયો.
(૨) વૃદ્ધ-સાઈઠ-સિત્તેર વર્ષ પછી વૃદ્ધ કહેવાય છે. તેને પણ સમાધિ વગેરે કરવી અશક્ય છે. આથી દીક્ષા માટે અયોગ્ય છે. કહ્યું છે કે
उच्चासणं समीहइ, विणयं न करेइ गव्वमुव्वहइ ।
वुड्डो न दिक्खियव्वो, जइ जाओ वासुदेवेण ॥१॥ અર્થ- વૃદ્ધ ઊંચા આસનને ઇચ્છે છે. વિનય કરતો નથી. ગર્વને ધારણ કરે છે. આથી જો તે વાસુદેવથી ઉત્પન્ન થયો હોય તો પણ આવા વૃદ્ધને દીક્ષા ન આપવી.
આ વાત સો વર્ષના આયુષ્યવાળાની અપેક્ષાએ જાણવી. નહિતર તો જે કાળમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેને દશ ભાગમાં વિભાગ કરીને આઠમા-નવમા અને દશમા ભાગમાં વર્તમાનને વૃદ્ધ જાણવો. . (૩) નપુંસક- સ્ત્રી-પુરુષ એમ ઉભયનો અભિલાષી, પુરુષ આકૃતિવાળો પુરુષ નપુંસક છે.
(૪) ક્લીબ- જે સ્ત્રીથી નિમંત્રણ કરાયેલો અથવા નગ્ન સ્ત્રીને જોઈને જેને કામનો અભિલાષા થયો છે એવો વેદોદયને સહન કરવા માટે સમર્થ થતો નથી, તે પુરુષ ક્લીબ છે. નપુંસક અને ક્લીબ આ બંને પણ ઉત્કટ વેચવાળા હોવાના કારણે અકસ્માત્ શાસનનો ઉડાહ વગેરે કરનારા હોવાથી દક્ષાને અયોગ્ય જ છે.
(૫) જડ- જડ ત્રણ પ્રકારે છે. ભાષાથી જડ, શરીરથી જડ અને ક્રિયાથી જડ. તેમાં ભાષા જડ ત્રણ પ્રકારે છે. જલમૂક, મન્મનમૂક અને એલમૂકી તેમાં જે પાણીમાં ડૂબતાની જેમ બુડબડ એ પ્રમાણે અવાજ કરે તે જલમૂક. બોલતા એવા જેનું વચન ખચકાટ કરતાની જેમ સ્કૂલના પામે તે મન્મનમૂક છે. જે એલક(બકરા)ની જેમ મુંગો હોવાના કારણે અવ્યક્ત શબ્દમાત્ર જ કરે છે તે એલચૂક છે. જે અતિસ્થલ હોવાના કારણે માર્ગમાં, ભિક્ષાઅટન કરવામાં અને વંદનાદિમાં અશક્ત હોય છે તે શરીર જડ છે. તથા પ્રતિક્રમણ-પ્રત્યુપેક્ષણા વગેરે ક્રિયામાં વારંવાર ઉપદેશ કરાતો હોવા છતાં પણ જડ હોવાના કારણે જે ગ્રહણ કરવા માટે સમર્થ ન થાય તે ક્રિયા જડ. તેમાં ભાષા જડ જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી કારણે શરીર જડ માર્ગમાં ગમન આદિમાં અસમર્થ હોવાથી કિયા જડ તો ક્રિયાને નહીં ગ્રહણ કરતો હોવાથી દીક્ષાને અયોગ્ય છે.