________________
પરિશિષ્ટ
૩૦૩
આલિંગન કર્યું. વજ્રમુનિ તેમની પાસે દશ પૂર્વી ભણ્યા. જ્યાં (જેની પાસે) ઉદ્દેશો કર્યો હોય ત્યાં જ અનુજ્ઞા કરવી જોઈએ. આથી ત્યાં ભણેલા શ્રુતની અનુજ્ઞા કરવા માટે વજ્રમુનિ દશપુર નગર આવ્યા. ત્યાં અનુજ્ઞા શરૂ કરી. વૃંભકદેવોએ અનુજ્ઞાને ઉજવી, દિવ્ય પુષ્પ અને ચૂર્ણોની વૃષ્ટિ કરી. તે વખતે સિંહગિરિસૂરિએ વજ્રસૂરિને ગણ સોંપ્યો. પછી સિંહગિરિસૂરિ અનશન કરીને દેવલોક પામ્યા.
પાંચસો સાધુઓથી પરિવરેલા શ્રીવજસ્વામી પણ વિચરવા લાગ્યા. તેઓ જ્યાં જ્યાં વિહાર કરતા હતા ત્યાં ત્યાં ‘અહો ભગવાન' એ પ્રમાણે ઉત્તમ પ્રશંસા અને કીર્તિના શબ્દો ભમતા હતા. આ પ્રમાણે ભગવાન આર્યવજસ્વામી ભવ્યજનોરૂપી કમલોને વિકસિત કરતા વિચરી રહ્યા હતા.
આ તરફ પાટલિપુત્ર નગરમાં ધન નામનો શેઠ હતો. તેની પુત્રી અતિશય રૂપવતી હતી. તેની અશ્વશાળામાં સાધ્વીઓ ઉતરી હતી. સાધ્વીઓ વજસ્વામીના ગુણોની પ્રશંસા કરતી હતી. સ્વભાવથી લોક ઇચ્છિતને ઇચ્છનારો હોય છે. શેઠની પુત્રીએ વિચાર્યું: જો વજ્રસ્વામી મારા પતિ થાય તો હું ભોગોને ભોગવીશ, અન્યથા મારે ભોગોથી સર્યું. તેને પસંદ કરવા ઘણા આવે છે. પણ તે ના પડાવે છે. ત્યારે સાધ્વીઓએ તેને કહ્યું: વજસ્વામી લગ્ન ન કરે. તેણે કહ્યું: જો એ નહિ પરણે તો હું પણ દીક્ષા લઇશ. ભગવાન પણ વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યાં. તેમનું સન્માન કરવા માટે રાજા પરિવાર સહિત સામે ગયો. સાધુઓ નાના નાના સમૂહથી અલગ અલગ આવી રહ્યા હતા. તેમાં ઘણા સાધુઓ રૂપાળા હતા. રાજા સમૂહમાં રહેલા રૂપાળા કોઈ સાધુ સામે જોઈને પૂછતો હતો કે આ ભગવાન વજ્રસ્વામી છે ? સાધુઓ ના પાડતા હતા. ફરી બીજા સમૂહમાં સાધુ સામે જોઇને પૂછતા હતા કે આ વજસ્વામી છે ? સાધુઓ કહેતા હતા કે આ તો તેમના શિષ્ય છે. એમ છેલ્લા સાધુના ટોળા શુધી પૂછ્યું: છેલ્લા સાધુવૃંદમાં થોડા સાધુઓથી સહિત વજસ્વામીને રાજાએ જોયા, પછી વંદન કર્યું. વજસ્વામીએ ઉદ્યાનમાં સ્થિરતા કરી, અને લોકોને ધર્મોપદેશ આપ્યો.
વજસ્વામી 'ક્ષીરાસ્રવ લબ્ધિવાળા હતા. વજસ્વામીએ (ક્ષીરાસ્રવલબ્ધિથી) રાજાનું હૃદય આકર્ષી લીધું. રાજાએ પોતાના અંતઃપુરને વજસ્વામીનું સ્વરૂપ કહ્યું. આથી અંતઃપુરે કહ્યું કે અમે પણ વજસ્વામીના સ્વરૂપને જોવા જઇએ. અંતઃપુરની બધી સ્ત્રીઓ વજસ્વામીનું સ્વરૂપ જોવા ગઈ. તે શેઠની પુત્રી લોકોની પાસેથી વજ્રસ્વામીની વિગત સાંભળીને હું તેમને
કેવી રીતે જોઉં ? એમ વિચારી રહી હતી. તેણે બીજા દિવસે પિતાને વિનંતિ કરીઃ મને વજ્રસ્વામીને આપો, અન્યથા મારા પ્રાણનો નાશ કરીશ. આથી શેઠ કન્યાને સર્વ અલંકારોથી શણગારીને અનેક ક્રોડ ધન સાથે લઇને વજસ્વામી પાસે લઇ ગયા. ક્ષીરાસ્ત્રવલબ્ધિવાળા
૧. જેના પ્રભાવથી વાણી દૂધ જેવી મધુર લાગે
=
બહુ ગમે તેવી લબ્ધિ.