________________
૩૦૪
આત્મપ્રબોધ ભગવાને લોકોને ધર્મોપદેશ આપ્યો. લોકો બોલવા લાગ્યા કે, અહો ! ભગવાન સુંદર સ્વરવાળા છે અને સર્વગુણસંપન્ન છે, પણ રૂપથી રહિત છે. જો તેમને રૂપ હોત તો સર્વગુણોની સંપત્તિ હોત. ભગવાને તેમના માનસિક અભિપ્રાયને જાણીને હજાર પત્રવાળું કમળ વિકવ્યું. તેના ઉપર પોતે બિરાજ્યા. પછી દેવોને જેવું શ્રેષ્ઠ રૂપ હોય તેવું પોતાનું અત્યંત સૌમ્ય રૂપ વિકુવ્યું. આકર્ષાયેલા લોકો બોલવા લાગ્યા. આ તેમનું સ્વાભાવિક રૂપ છે. હું બીજાઓને (સ્ત્રીઓને) પ્રાર્થનીય ન બને એવા આશયથી ભગવંત કુરૂપથી રહે છે. કારણકે ભગવાન અતિશયથી (રૂપપરાવર્તન આદિ શક્તિથી) સહિત છે. રાજાએ પણ કહ્યું: અહો ભગવાન પાસે આ (=રૂપપરાવર્તન આદિ શક્તિ) પણ છે. આથી વજસ્વામીએ (રાજા વગેરેની સમક્ષ) સાધુઓના ગુણોનું વર્ણન કર્યું, અર્થાત્ તપ વગેરેથી સાધુઓને પ્રગટ થતી શક્તિઓનું વર્ણન કર્યું. તપગુણના પ્રભાવથી સાધુઓમાં એવી પણ શક્તિ પ્રગટે છે કે જેનાથી અસંખ્ય દ્વીપસમુદ્રોમાં ન સમાઈ શકે તેટલાં વૈક્રિયશરીરના અદ્ભુતરૂપો વિકુર્તી શકે. પછી વજસ્વામીએ તે દિવ્યરૂપથી ધર્મદેશના આપી. પછી શેઠે અનેક ક્રોડ ધન સહિત પુત્રીને સ્વીકારવાની વિનંતી કરી. ભગવાને વિષયોની નિંદા કરી=વિષયોના ભોગથી થતા અનર્થો સમજાવ્યા. પછી કહ્યું કે જો તે મને ઇચ્છતી હોય તો દીક્ષા લે. પછી શેઠની પુત્રીએ દીક્ષા લીધી.
પદાનુસારી લબ્ધિવાળા ભગવતે મહાપરિજ્ઞા અધ્યયનમાંથી વિચ્છેદ પામેલી આકાશ-. ગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. તે વિદ્યાથી (અને પૂર્વે જૈભકદેવોએ આપેલ આકાશગામિની વિદ્યાથી) ભગવંત આકાશમાં જવાની શક્તિવાળા થયા. આ પ્રમાણે ગુણો અને વિદ્યાથી યુક્ત ભગવંત વિહાર કરતાં કરતાં પૂર્વ દેશમાંથી ઉત્તરાપથમાં પધાર્યા. ત્યાં દુકાળ થયો. (એક ગામથી બીજા ગામમાં જવાના) માર્ગો પણ બંધ થઈ ગયા. તેથી શ્રમણ સંઘ તેમની પાસે આવ્યો અને અમારી રક્ષા કરો એવી વિનંતી કરી. તેથી વજસ્વામીએ પટવિદ્યાથી વિકુલા પટમાં સંઘ બેઠો. આ વખતે ગાયો ચરાવવા ગયેલો શય્યાતર બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. તેણે જોયું કે આ સર્વ ઉપડવાના છે. આથી તેણે દાતરડાથી પોતાના મસ્તકની ચોટલી કાપીને શ્રીવજસ્વામીને કહ્યું: હે ભગવંત ! હું પણ આપનો સાચો સાધર્મિક થયો. આ વખતે વજસ્વામીએ આ (નીચેનું) સૂત્ર યાદ કર્યું “સાધુઓ સાધર્મિક વાત્સલ્યમાં, સ્વાધ્યાયમાં, ચરણ-કરણમાં અને શાસનની પ્રભાવનામાં ઉદ્યમવાળા હોય.” આ સૂત્રને યાદ કરીને તેમણે શય્યાતરને પણ પટમાં લઈ લીધો. ત્યારબાદ ભગવંત આકાશમાં ઉડીને પુરિકા નગરીમાં પધાર્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો ઘણા હતા, પણ રાજા બૌદ્ધધર્મનો
ઉપાસક હતો.
ત્યાં જૈન શ્રાવકો અને બૌદ્ધ ઉપાસકો વચ્ચે પરસ્પર પોતપોતાના દેવને પુષ્પો ચડાવવા માટે સ્પર્ધા ચાલતી હતી. બૌદ્ધ ભક્તો સર્વત્ર પરાભવ પામતા હતા, અર્થાત્ જૈનો અધિકમૂલ્ય આપીને પણ પુષ્પો વેચાતા લઈ લેતા હતા, એથી બૌદ્ધોને બહુજ અલ્પ પુષ્પો