SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આત્મપ્રબોધ બીજી જિનાજ્ઞાપાલનરૂપ ભક્તિ શ્રી જિનેશ્વરની આજ્ઞાનું સારી રીતે મન-વચન-કાયાથી પાલન કરવું તે બીજી ભક્તિ જાણવી. જિનાજ્ઞા જ સર્વધર્મકૃત્યનું મૂલ કારણ છે. તેથી જિનાજ્ઞા વિના બધું પણ ધર્મકાર્ય નિરર્થક જ છે એમ જાણીને જિનાજ્ઞામાં વિશેષથી પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपूल व्व पडिहाइ ॥ १॥ અર્થ- આજ્ઞામાં તપ છે, આજ્ઞામાં સંયમ છે, તથા આજ્ઞામાં દાન છે. આશા રહિત ધર્મ પરાળના પૂળા જેવો જણાય છે, અર્થાત્ નિરર્થક છે. વળી બીજું__ भमिओ भवो अणंतो, तुह आणाविरहिएहिं जीवेहिं । पुण भमियव्वो तेहिं, जेहिं नंगीकया आणा ॥ २॥ અર્થ- તારી આજ્ઞા વિનાના જીવો અનંત એવા આ સંસારમાં ભમ્યા. વળી તારી આજ્ઞા જેણે અંગીકાર કરી નથી તે પણ આ અનંત સંસારમાં ભમશે. जो न कुणइ तुह आणं, सो आणं कुणइ तिहुअणजणस्स । जो पुण कुणइ जिणाणं, तस्साणा तिहुअणे चेव ॥ ३॥ અર્થ- જે તારી આજ્ઞાને નથી કરતો તે ત્રણ ભુવનજનની આજ્ઞાને કરે છે. જે જિનાજ્ઞાને કરે છે તેની આજ્ઞા ત્રણ ભુવનમાં વર્તે છે. ત્રીજી દેવદ્રવ્યરક્ષણ-વૃદ્ધિરૂપ ભક્તિ દેવસંબંધી દ્રવ્યનું સારી રીતે રક્ષણ કરવું અને વૃદ્ધિ કરવી તે ત્રીજી વ્યક્તિ છે. કારણ કે આ સંસારમાં પોતાના દ્રવ્યની રક્ષા કરવી વગેરે કાર્યમાં તો બધા ય જીવો તત્પર હોય જ છે. પરંતુ દેવદ્રવ્યના રક્ષણ વગેરેમાં તો કોઈક ઉત્તમ પુરુષો જ પ્રવૃત્તિ કરે છે. જે જીવો દેવદ્રવ્યના રક્ષણ વગેરેમાં સારી રીતે પ્રવર્તે છે તે જીવો અહીં આ લોકમાં અને પરલોકમાં મહાસુખની શ્રેણિવાળા થાય છે. જેઓ દેવદ્રવ્યનું ભક્ષણ વગેરે કરે છે તેઓ આ લોક અને પરલોકમાં પણ અતિઘોર દુઃખના ભાગી બને છે. કહ્યું છે કે जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ॥ १॥ અર્થ- જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના કરનારા જિનદ્રવ્યનું ભક્ષણ કરનારો અનંત સંસારી થાય છે. जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥२॥
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy