________________
6 પરિશિષ્ટ ચિલાતીપુત્રનું દૃષ્ટાંત
રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ નામે એક ધનાઢ્ય શેઠ રહેતો હતો, તેને ધેર ચિલાતી નામની એક દાસી હતી. આ દાસીથી ચિલાતીપુત્ર નામનો એક પુત્ર થયો. ધનસાર્થવાહને પાંચ પુત્રો હતાં. અને તેના ઉપર એક સુસમા નામની પુત્રી થઇ હતી. આ પુત્રીની સારવાર અને રમતગમતમાં ચિલાતીપુત્રને રોકવામાં આવ્યો. ચિલાતીપુત્ર બળવાન હોઈ અનેક માણસોનો અપરાધ કરવા લાગ્યો. માણસો શેઠને ઠપકો દેવા લાગ્યાં, અને તેથી કોટવાળ સુધી તે વાત પહોંચાડવામાં આવી. રાજાથી ભય પામી શેઠે ચિલાતી પુત્રને પોતાના ઘરમાંથી કાઢી મુક્યો. ચિલાતીપુત્ર ત્યાંથી નીકળી સિંહગુફા નામની ચોરપલ્લીમાં ગયો અને ચોરોને જઈને મળ્યો. “પ્રાયઃ સરખા આચાર વિચાર અને કર્તવ્યવાળાઓનો મેળાપ ગમે તેવા સંયોગો વચ્ચે થઇ આવે છે.” વાયરાથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચોરોની સોબત યા સહાયથી પાપી પ્રવૃત્તિનો તેનામાં વધારો થયો. મુખ્ય ચોરના મરણ બાદ તેના સ્થાને ચિલાતીપુત્રને સ્થપાયો.
આ તરફ સુસમા શેઠની પુત્રી યૌવનવય પામી. રૂપાદિ ગુણોથી શોભિત અને અનેક કલાને જાણનારી, સાક્ષાત્ વિદ્યાધરીની માફક પૃથ્વીતલ ઉપર વિચરવા લાગી. ધનશેઠે કરેલા પરાભવનો ડાઘ ચિલાતીપુત્રના હૃદયપટ્ટથી ગયો નહોતો. તેમજ સુસમા ઉપરની બાલ્યાવસ્થાની પ્રીતિ પણ ઓછી થઈ નહોતી.
એક દિવસે બધા ચોરોને એકઠા કરી ચોરનો નાયક ચિલાતીપુત્ર તેમને કહેવા લાગ્યો કે રાજગૃહી નગરીમાં ધનશેઠ રહે છે તેને ઘેર ધન ઘણું છે. તેમ અત્યારે યૌવનવય પામેલી સુસમા નામની એક તેની પુત્રી પણ છે, તો આજે તેને ઘેર જઈ રાત્રે ખાતર પાડવું. તેમાંથી જેટલું ધન મળે તે સર્વ તમારે વહેંચી લેવું અને તેની પુત્રી છે, તે મારે રાખવી. બધા ચોરો તેના વિચારને સંમત થયા. રાત્રિએ રાજગૃહી નગરીમાં ગયા. તાળાં ઉઘાડવાની વિદ્યાથી દરવાજાનાં તાળાં ઉઘાડ્યાં અને અવસ્યાપિની નિદ્રા નામની વિદ્યાથી ચોકીદારોને નિદ્રામા નાખી, તે ધનસાર્થવાહનું ઘર ચોરો પાસે ચિલાતીપુત્રે લુંટાવ્યું. અને પોતે નિદ્રાને પરાધીન થયેલી તે સુસમા બાળાને ઉઠાવી જીવની માફક તેને લઈ ને સઘળા ચોરોની સાથે ત્યાંથી નિકળી પડ્યો.
ધન શેઠ જાગૃત થયો. ધન લુંટાયું, અને સુસમાનું હરણ થયું, જાણી શેઠને ઘણું લાગી આવ્યું, તત્કાલ જઈ કોટવાળને ખબર આપી, વિશેષમાં શેઠે કોટવાળને કહ્યું કે ઢીલ