________________
૯૮
આત્મબોધ કોશા વેશ્યાનું દૃષ્ટાંત પાટલીપુર નગરમાં પૂર્વે શ્રી સ્થૂલભદ્રમુનિ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રતો જેણે ગ્રહણ કરેલાં છે એવી કોશા નામની વેશ્યા રહેતી હતી. એક વખત રથિક ઉપર ખુશ થયેલા રાજાએ તે વેશ્યા તેને આપી. તેથી તે કોશાએ તેને હૃદયથી નહીં ઈચ્છતી હોવા છતાં પણ રાજાના આદેશથી તેનો સ્વીકાર કર્યો. પરંતુ રથિકની આગળ હંમેશા સ્થૂલભદ્રમુનિના વખાણ કર્યા. તે આ પ્રમાણે
संसारेऽस्मिन् समाकीर्णे, बहुभिः शिष्टजन्तुभिः ।
શૂનદ્રમ: #ોડ, નાન્યઃ પુરુષસત્તમ: II II અર્થ- ઘણા શિષ્ટ જીવોથી સમાકર્ણ એવા આ સંસારમાં સ્થૂલભદ્ર સમાન બીજો કોઈ પણ ઉત્તમ પુરુષ નથી.
આ પ્રમાણે સાંભળીને સારથિએ તેને ખુશ કરવા માટે ગૃહના ઉદ્યાનમાં જઈને તેની સાથે ઝરૂખામાં બેસીને પોતાના વિજ્ઞાનને બતાવ્યું. તે આ પ્રમાણે- પહેલાં પોતાના બાણથી આંબાની લૅબ વીંધી. ત્યાર પછી બીજા બાણથી તે બાણને, તે બાણને પણ બીજા બાણથી, આ પ્રમાણે પોતાના હાથ સુધી બાણની શ્રેણિ કરીને આંબાની લૂંબને હાથથી ખેંચીને તેને આપીને તેની સન્મુખ જોયું. તેથી તે કોશાએ પણ હમણાં તું મારું વિજ્ઞાન જો એમ કહીને થાળીની મધ્યમાં સર્ષવનો એક ઢગલો કરીને તેમાં પુષ્પથી આચ્છાદિત કરેલી સોય મૂકીને તેની ઉપર દેવની જેમ સુંદર ગતિથી નૃત્ય કર્યું. પરંતુ સોયના મુખથી પગમાં વીંધાણી નહીં, અને રાઈનો ઢગલો પણ જરા પણ વિખેરાયો નહીં. ત્યાર પછી આવી તેની ચતુરાઈ જોઈને તેણે કહ્યું: હે સુભગે ! તારા આ વિજ્ઞાનથી ખુશ થયો છું. તેથી તું કહે કે હું તને શું આપું? તેણીએ કહ્યું: હેં ! મારા વડે દુષ્કર કરાયું છે? જેથી તું ખુશ થયો છે. અભ્યાસ કરવામાં આવે તો આનાથી અધિક પણ કાર્ય દુષ્કર નથી. [વળી બીજું
न दुक्करं अंबयलंबितोडणं, न दुक्करं सरिसवनच्चियाई॥
तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणंमि[न] वुच्छो ॥१॥ અર્થ-આંબાની લંબ તોડવી એ દુષ્કર નથી. સર્ષવ ઉપર નાચવું એ દુષ્કર નથી. તે દુષ્કર છે અને તે મહાનુભાવ છે કે જે સ્ત્રીરૂપી વનમાં તે મુનિ ન ખેંચ્યા.(૧)].
सुकरं नर्तनं मन्ये, सुकरं लुंबिकर्त्तनं ।
स्थूलभद्रो हि यच्चक्रे-ऽशिक्षितं तत्तु दुष्करं ॥२॥ અર્થ- નાચવું સુકર છે અને લંબ તોડવી સુકર છે એમ હું માનું છું. ખરેખર ! સ્થૂલભદ્ર નહીં શીખેલું એવું જે કર્યું તે જ દુષ્કર છે. (૨)
ફરી પણ તેણીએ કહ્યું: શમડાલ મંત્રીનો પુત્ર શ્રી સ્થૂલભદ્ર બાર વર્ષ સુધી મારી સાથે પૂર્વે ભોગોને ભોગવીને પછી સ્વીકારેલા ચારિત્રવાળો અહીં જ ચિત્રશાળામાં શુદ્ધશીલને ધારણ કરીને રહ્યો. ત્યારે જે એક- એક પણ વિકારનું કારણ લોઢાના શરીરવાળા બીજા પુરુષના પણ વ્રતનાશને કરનારું થાય, તે બધા પણ પરસનું ભોજન, ચિત્રશાળામાં નિવાસ, યૌવનવય, વર્ષાઋતુનો કાળ