________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
જેમ કે- શું આ નંદિ છે, શું આ મુરારિ છે, અથવા શું આ તિરમણ છે, શું આ નલ છે, શું કુબેર છે, અથવા શું આ વિદ્યાધર છે, શું આ સુરપતિ છે, શું આ વિધુ છે અથવા શું આ વિધાતા છે ? ના આ નંદિ નથી, મુરારિ નથી અને રતિમણ પણ નથી, ખરેખર આ નલ નથી, કુબે૨ નથી અને વિદ્યાધર પણ નથી. આ સુ૨૫તિ નથી, વિધુ નથી અને આ વિધાતા પણ નથી. જે અહીં મહીતલ ઉપર ક્રીડા કરવામાં પ્રવૃત્ત થયેલો છે તે રાજા ભોજદેવ છે. અહીં પૂર્વાર્ધમાં આ કાવ્યને સાંભળીને આનંદિત ચિત્તવાળા થયેલા રાજાએ આ પ્રમાણે કહ્યું: હે ધનપાલ ! હું ખુશ થયો છું. યથા ઉચિત ઈચ્છિત વરદાન માગ. ત્યારે ધનપાલે સરોવરના વર્ણન સમયે ઉદ્ભવેલા રાજાના દુષ્ટ અભિપ્રાયને પોતાની બુદ્ધિના બળથી જાણીને આ પ્રમાણે કહ્યુંઃ હે રાજન ! જો વાંછિત આપો છો તો કૃપા કરીને મને બે નેત્ર આપો. આ વચન સાંભળીને અતિ વિસ્મય પામેલા રાજાએ વિચાર્યું: જે વાત મેં કોઈને પણ જણાવી નથી તે વાત આણે કેવી રીતે જાણી ? શું આના હૃદયમાં જ્ઞાન છે ? ઇત્યાદિ વિચારીને ઘણા પ્રકારે દાન-સન્માન વગેરેથી રાજાએ ધનપાલને પૂછ્યો અને પૂછ્યું કે- તેં મારો અભિપ્રાય કેવી રીતે જાણ્યો ? ત્યારે ધનપાલે કહ્યું: શ્રી જિનધર્મની સેવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિના બળથી જાણ્યું. આ પ્રમાણે સાંભળીને રાજાએ શ્રી જિનધર્મની પ્રશંસા કરી. ધનપાલે પણ વિખ્યાત એવા જૈનધર્મનું પાલન કર્યું. ત્યાર પછી ધનપાલે
जत्थ पुरे जिणभवणं, समयविऊ साहु सावया जत्थ । तत्थ सया वसियव्वं पवरजलं इंधणं जत्थ ॥ १ ॥
૯૭
અર્થ- જે નગરમાં જિનભવન હોય, શાસ્ત્રોને જાણનારા સાધુ, શ્રાવકો જ્યાં હોય અને જ્યાં શ્રેષ્ઠ જળ અને ઈંધન હોય ત્યાં હંમેશા રહેવું. ઇત્યાદિ
શ્રાદ્ધ ધર્મવિધિ પ્રકરણ, ઋષભ પંચાશિકા વગેરે ગ્રંથો રચ્યા, અને જિનશાસનની ઘણી ઉન્નતિ કરી. આ પ્રમાણે યાવજ્જીવ છ પ્રકારની યતનાથી સમ્યક્ત્વ વગેરે ધર્મની આરાધના કરી અંતે સંયમ પાળીને ધનપાલ દેવપણાને પામ્યો. આ પ્રમાણે યતના વિશે ધનપાલનો વૃત્તાંત પૂર્ણ થયો. આ કહેવા દ્વારા છ પ્રકારની પણ યતના કહી.
આગાર-૬
હવે છ આગાર કહેવામાં આવે છે- સમ્યક્ત્વના રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને ગુરુનિગ્રહ એમ છ આગારો છે.
(૧) રાજાભિયોગ- અમિયોનાં અમિયોઃ । કોઈ માણસ અમુક કાર્ય ક૨વાને ઈચ્છતો ન હોવા છતાં તેની પાસે તે કાર્ય કરાવવું તે અભિયોગ કહેવાય. રાજાનો અભિયોગ તે રાજાભિયોગ. સમ્યક્ત્વવાળાને જે કાર્ય કરવાનો નિષેધ કરવામાં આવેલો હોય તે કાર્ય રાજાના આગ્રહના કારણે ઈચ્છા વિના દ્રવ્યથી કરતો હોય તો પણ ભવ્યજન કોશાવેશ્યા વગેરેની જેમ સમ્યક્ત્વ આદિ ધર્મનો નાશ કરતો નથી. કોશાવેશ્યાનો વૃત્તાંત આ પ્રમાણે છે