________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૯૯
વગેરે વિકારનાં કારણો તે મહામુનિને સિંહની ફાળ જેમ ગિરિને ક્ષોભ પમાડવા સમર્થ ન થાય તેમ ક્ષોભ પમાડવા સમર્થ ન થયા. તથા તે મુનીશ્વર વિશે મારા હાવભાવ વગેરે વિકારો પણ પાણી ઉપર પ્રહાર કરવાની જેમ, વિરાગીને હાર પહેરાવવાની જેમ નિરર્થક થયા. જેિથી કહ્યું છે કે
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभ्रं धाम मनोहरं नववपुर्नव्यो वयःसङ्गमः । कालोऽयं जलदागमस्तदपि यः कामं जिगायादरात्,
तं वन्दे युवतीप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिं ॥१॥ અર્થ- રાગવાળી વેશ્યા સદા જેને અનુસરનારી હતી, ષડ્રરસ ભોજન હતું, ઉજ્વળ રહેઠાણ હતું, મનોહર નવું શરીર હતું, નવી વયનો સંગમ હતો, કાળ પણ વર્ષોના આગમનનો હતો, છતાં પણ જેણે આદરથી કામને જીત્યો, યુવતીને પ્રબોધ કરવામાં કુશળ તે શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વંદના કરું છું.]
વળી- પોતાના વ્રતને અખંડિત રક્ષણ કરવાની ઈચ્છાવાળો માણસ જ્યાં સ્ત્રી આગળ એક પણ ક્ષણ રહેવા માટે સમર્થ થતો નથી, ત્યાં શ્રી સ્થૂલભદ્ર ભગવાન અખંડિત વ્રતવાળા સુખેથી ચાતુર્માસ રહ્યા. આથી વધુ શું વર્ણન કરાય? શ્રી સ્થૂલભદ્ર સમાન અતિ દુષ્કર કાર્ય કરનાર પૃથ્વી ઉપર કોઈ પણ માણસ નથી. હવે આ પ્રમાણે સ્થૂલભદ્ર મુનિના વખાણ સાંભળીને રથિક બોધ પામ્યો. ફરી ફરી કોશાને નમીને અને સ્તુતિ કરીને તારા વડે હું સંસાર સાગરમાં ડૂબતો રક્ષણ કરાયો. એ પ્રમાણે બોલતા તેણે તરત ગુરુની પાસે જઈને વ્રત ગ્રહણ કર્યું. પોતાના સમ્યકત્વરતથી યુક્ત કોશા પણ લાંબા કાળ સુધી શ્રાવિકા ધર્મને પાળીને સદ્ગતિની ભાગી થઈ. આ પ્રમાણે રાજાભિયોગ ઉપર કોશાનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
(૨) ગણાભિયોગ- ગણ એટલે સ્વજન વગેરેનો સમુદાય. તેનો અભિયોગ તે ગણાભિયોગ. સમ્યગ્દષ્ટિને જે કરવું અયોગ્ય હોય તે સ્વગણના આગ્રહના કારણે દ્રવ્યથી કરતો હોય તો પણ સુદૃષ્ટિ વિષ્ણકુમાર વગેરેની જેમ સમ્યકત્વ આદિ ધર્મને ઓળંગતો નથી. જે પ્રમાણે વિષ્ણુકુમારે ગચ્છના આદેશથી વૈક્રિયરૂપ કરવું વગેરે પ્રકારથી જિનમતના અત્યંત પી નમુચિ નામના પુરોહિતને પોતાના ચરણના પ્રહારથી હણીને સાતમી નરકનો અતિથિ કર્યો અને સ્વયં તે પાપની આલોચના કરી પોતાના સમ્યકત્વ આદિ ધર્મનું સારી રીતે આરાધના કરી તે મુનિ પરમ સુખી થયા. આ પ્રમાણે આગળ પણ ભાવના પૂર્વક ઉદાહરણો જોડીને કહેવા. (વિષ્ણુકુમારના દષ્ટાંત માટે જુઓ પાના નંબર ૨૯૩)
(૩) બલાભિયોગ-બળ એટલે બળવાન પુરુષનો હઠપ્રયોગ. તેનાથી અભિયોગ તે બલાભિયોગ. (૪) દેવાભિયોગ- કુલદેવતા વગેરેની અભિયોગ તે દેવાભિયોગ.
(૫) કાંતાર વૃત્તિ- કાંતાર એટલે જંગલ. તેમાં વૃત્તિ = નિર્વાહ તે કાંતારવૃત્તિ. અથવા કાંતાર પણ પીડાનું કારણ હોવાથી અહીં પીડારૂપે વિવક્ષિત છે. તેથી કાંતારથી = પીડાથી પ્રાણનો નિર્વાહ કરવા રૂપ વૃત્તિ તે કાંતાર વૃત્તિ, અર્થાત્ કષ્ટથી નિર્વાહ કરવો તે કાંતાર વૃત્તિ.