________________
૧૦૦
આત્મપ્રબોધ
(૬) ગુરુનિગ્રહ. ગુરુ એટલે માતા-પિતા વગેરે. કહ્યું છે કે
माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ।
વૃદ્ધા ધર્મોપSારો, ગુરુવઃ સતાં મતઃ II II અર્થ- માતા-પિતા-કલાચાર્ય તથા એ ત્રણેના જ્ઞાતીજનો, ધર્મનો ઉપદેશ કરનારા વૃદ્ધો આ સજનોને ગુરુ તરીકે માન્ય છે.
તે ગુરુનો નિગ્રહ એટલે આગ્રહ તે ગુરુનિગ્રહ.
શ્રી જિનશાસનમાં આ છ આગારો = અપવાદો = છિંડાઓ છે. અહીં તાત્પર્ય આ છે- જે જીવે સમ્યકત્વનો સ્વીકાર કર્યો છે તેને જે પરતીર્થિકોને વંદન આદિનો નિષેધ કરવામાં આવ્યો છે તે વંદનાદિને રાજાભિયોગ વગેરે છે કારણોથી ભક્તિ વિના દ્રવ્યથી કરતો હોય તો પણ સમ્યગ્દષ્ટિ સમ્યકત્વને ઓળંગતો નથી. (૨૯-૩૦).
વળી- આ અપવાદો અલ્પ સત્ત્વવાળા જીવોને આશ્રયીને કહેલા છે. પણ મહાસત્ત્વવાળાને આશ્રયીને કહેલા નથી. કહ્યું છે કે
न चलंति महासत्ता, सुभिजमाणाओ सुद्धधम्माओ ।
इयरेसिं चलणभावे, पइन्नभंगो न एएहिं ॥३१॥ મહાસત્ત્વશાળી જીવો સારી રીતે ભેદાતા હોય તો પણ શુદ્ધ ધર્મથી ચલાયમાન થતા નથી. બાકીના તો ચલાયમાન થાય તો પણ આ આગારોથી પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.
વ્યાખ્યા-મહાસત્ત્વવાળા પુરુષો રાજા વગેરેથી શુદ્ધ ધર્મથી સારી રીતે ભેદતા હોય = ચલાયમાન કરાતા હોય તો પણ ચલાયમાન થતા નથી. પરંતુ બીજા અલ્પ સત્ત્વવાળાઓ કદાચ ચલાયમાન થાય તો પણ આ આગારોથી પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. માટે આ આગારો આગમમાં સંગ્રહ કરાયેલા છે.
ભાવના-૬ હવે છ ભાવના કહેવામાં આવે છે. સમ્યકત્વની મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન, અને નિધિ એ છ ભાવના છે.
(૧) મૂળ- આ સમ્યકત્વ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપ (દેશ)ચારિત્ર ધર્મનું અને પાંચ મહાવ્રતરૂપ (સર્વ)ચારિત્રધર્મનું મૂળની જેમ મૂળ કારણ છે એ પ્રમાણે તીર્થકર વગેરેએ કહેલું છે. આ પ્રમાણે બધે સંબંધ કરવો. જે પ્રમાણે મૂળ રહિત વૃક્ષ પ્રચંડ પવનથી કંપાયમાન થયેલ ક્ષણમાં જ પડી જાય છે, એ પ્રમાણે ધર્મરૂપી વૃક્ષ પણ સુદઢ સમ્યકત્વરૂપી મૂળથી રહિત હોય તો કુતીર્થિકમતરૂપી પવનથી આંદોલિત કરાયેલું સ્થિરપણાને પામતું નથી. માટે તેને મૂળ સમાન કહ્યું છે.
) દ્વાર- આ સમ્યકત્વ ધર્મના દ્વાર જેવું દ્વાર છે, એટલે કે પ્રવેશનું મુખ છે. જે પ્રમાણે દ્વાર ન કરેલું હોય એવું નગર ચારે બાજુથી કિલ્લાના વલયથી વીંટળાયેલું હોય તો પણ લોકોનો પ્રવેશ અને નિર્ગમનો અભાવ હોવાથી નગર જ નથી. એ પ્રમાણે ધર્મરૂપી મહાનગર પણ સમ્યકત્વરૂપી દ્વારથી રહિત હોય તો અશક્ય પ્રવેશવાળું થાય. આથી સમ્યકત્વને દ્વાર સમાન કહ્યું છે.