________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૧૦૧
(૩) પ્રતિષ્ઠાન- જેના ઉપર પ્રાસાદ પ્રતિષ્ઠિત કરવામાં આવે તેને પ્રતિષ્ઠાન કહેવાય. ખરેખર સમ્યકત્વ ધર્મના પ્રતિષ્ઠાન જેવું પ્રતિષ્ઠાન છે. જે પ્રમાણે પાણી આવે ત્યાં સુધી પૃથ્વીતલમાં કરેલા ખાડાને પૂરવા પૂર્વક પીઠ બનાવ્યા વિના બનાવેલો પ્રાસાદ સુદઢ થતો નથી, તે પ્રમાણે ધર્મરૂપી દેવગૃહ પણ સમ્યકત્વરૂપી પ્રતિષ્ઠાનથી રહિત નિશ્ચલ થતું નથી. તેથી સમ્યકત્વને પ્રતિષ્ઠાન સમાન કહેલું છે.
(૪) આધાર- સમ્યકત્વ ધર્મનો આધાર જેવો આધાર = આશ્રય છે. જે પ્રમાણે ભૂતલ વિના નિરાલંબન આ જગત રહેતું નથી, એ પ્રમાણે ધર્મરૂપી જગત પણ સમ્યકત્વરૂપ આધાર વિના રહેતું નથી. આથી સમ્યકત્વને ધર્મના આધાર સમાન કહેલું છે.
(૫) ભાજન- સમ્યકત્વ ધર્મનું ભાજન જેવું ભાજન છે, એટલે કે પાત્ર છે. જે પ્રમાણે કુંડ વગેરે ભાજનવિશેષથી રહિત દૂધ વગેરે વસ્તુનો સમૂહ નાશ પામે છે, એ પ્રમાણે સમ્યકત્વરૂપી ભાજન વિના ધર્મરૂપી વસ્તુનો સમૂહ પણ વિનાશ પામે, આથી સમ્યકત્વને ધર્મના ભાજન સમાન કહેલું છે. | (૬) નિધિ સમ્યકત્વ ધર્મના નિધિ જેવો નિધિ છે. જે પ્રમાણે શ્રેષ્ઠ નિધિ વિના મહા કિંમતી મણિ-મોતી-સુવર્ણ વગેરે દ્રવ્યો પ્રાપ્ત થતાં નથી, તે પ્રમાણે સમ્યકત્વરૂપ મહાનિધાનની પ્રાપ્તિ ન થાય તો નિરુપમ સુખની શ્રેણિને પ્રાપ્ત કરાવનારું ચારિત્રધર્મરૂપ ધન પણ પ્રાપ્ત થતું નથી. તેથી સમ્યત્વને નિધિ સમાન કહેલું છે.
આ પ્રમાણે છ ભાવનાઓથી ભાવના કરાતું આ સમ્યકત્વ તરત અતિ શ્રેષ્ઠ મોક્ષ સુખને સાધનારું થાય છે.
સ્થાન-૬ હવે છ સ્થાનાં કહેવામાં આવે છે. જીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્મનો કર્યા છે, જીવ કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે એમ સમ્યકત્વનાં છ સ્થાનો છે.
(૧) જીવ છે. દરેક જીવમાં સ્વસંવેદન પ્રમાણથી સિદ્ધ એવું ચૈતન્ય બીજી કોઈ રીતે ઘટતું ન હોવાથી જીવ છે. તે આ પ્રમાણે- આ ચૈતન્ય ભૂતોનો ધર્મ નથી. જો ચૈતન્ય ભૂતોનો ધર્મ હોય તો પૃથ્વીમાં કઠિનતાની જેમ સર્વત્ર હંમેશા ચૈતન્યની પ્રાપ્તિનો પ્રસંગ આવે. પણ સર્વ ભૂતોમાં હંમેશા ચૈતન્ય દેખાતું નથી. કેમ કે મૃત અવસ્થાવાળા ઢેફા વગેરેમાં તે દેખાતું નથી. આ ચૈતન્ય ભૂતોનું કાર્ય પણ નથી. અત્યંત વિલક્ષણ હોવાથી જ કાર્યકારણ ભાવ ઘટતો નથી. તે આ પ્રમાણે પ્રત્યક્ષથી જ કઠિનતા આદિ સ્વભાવવાળા ભૂતો જણાય છે. ચૈતન્ય તેનાથી વિલક્ષણ છે. તેથી આ બંનેનો કાર્ય-કારણભાવ કેવી રીતે ઘટે? તેથી ચૈતન્ય ભૂતનો ધર્મ નથી અને ભૂતનું કાર્ય નથી. ચૈતન્ય દરેક પ્રાણીમાં સ્વસંવેદન પ્રમાણથી સિદ્ધ છે. આથી જેને આ ચૈતન્ય છે તે જીવ છે. જીવ છે એ પ્રમાણે કહેવાથી નાસ્તિક મતનું ખંડન કર્યું