________________
આત્મપ્રબોધ
ન
હતો. આ પ્રમાણે વારંવાર કહેવા છતાં તે મણિ જ્યારે ન બોલ્યો ત્યારે ગુસ્સે થયેલા તે મૂર્ખાએ મણિને કહ્યુંઃ અરે! જો તું મને હુંકારો માત્ર પણ આપતો નથી તો વાંછિત અર્થને સંપાદન કરવામાં તારી આશા કેવી ? અર્થાત્ તારી આશા રાખવાથી શું ? અથવા ચિંતામણિ એ પ્રમાણે તારું નામ ખોટું નથી. પરંતુ સાચું જ છે. કારણ કે તારી પ્રાપ્તિ થઈ ત્યારથી જ મનમાં ચિંતા દૂર થતી નથી. વળી જે હું રાબડી અને છાશ, વિના ક્ષણ પણ રહેવા માટે સમર્થ નથી, તે હું તારા માટે કરાતા ત્રણ ઉપવાસથી તો મરણ જ પામું. તેથી હું આ પ્રમાણે માનું છું કે- આ વાણિયાએ મને મા૨વા માટે તું વર્ણવાયો છે, અર્થાત્ પ્રશંસા કરાયો છે. તેથી તું ત્યાં જા કે જ્યાં મારી દૃષ્ટિનો વિષય ન બને. આ પ્રમાણે કહીને તેણે તે મણિ દૂર ફેંક્યો. ત્યારે આનંદિત થયેલા જયદેવે તરત નમસ્કાર ક૨વા પૂર્વક ચિંતામણિને ગ્રહણ કરીને સંપૂર્ણ મનોરથવાળો થયેલો પોતાના નગ૨ સન્મુખ ચાલ્યો અને માર્ગમાં, મહાપુરમાં, નગરમાં મણિના પ્રભાવથી ઉલ્લસિત થયેલા વિભવના સંભારવાળો તે કુમાર સુબુદ્ધિ શેઠની રતવતી નામની પુત્રીને પરણીને ઘણા પરિવા૨થી યુક્ત હસ્તિનાપુરમાં આવ્યો અને પોતાના માતા-પિતાનાં ચરણોમાં નમ્યો. ત્યારે તેવા પ્રકારની સમૃદ્ધિથી યુક્ત તેને જોઈને આનંદિત થયેલા માતા-પિતાએ તેની ખૂબ પ્રશંસા કરી. સ્વજનોએ સન્માન કર્યું. બાકીના લોકોએ સ્તવના કરી. સ્વયં યાવજ્જીવ સુખી થયો. આ પ્રમાણે ધર્મરતની પ્રાપ્તિમાં પશુપાલ અને જયદેવનો ઉપનય કહ્યો. આ પ્રમાણે પ્રસંગ સહિત છદ્મસ્થથી આશ્રિત સર્વવિરતિનું સ્વરૂપ કહ્યું. (૩૬)
इत्थं स्वरूपं परमात्मरूप - निरूपणं चित्रगुणं पवित्रं ।
सुसाधुधर्मं परिगृह्य भव्या !, भजन्तु दिव्यं सुखमक्षयं ॥ १ ॥
અર્થ- આવા પ્રકારના સ્વરૂપવાળા, પરમાત્મસ્વરૂપને જણાવનારા, વિવિધ ગુણવાળા, અને પવિત્ર એવા સુસાધુ ધર્મને ગ્રહણ કરીને ભવ્ય જીવો દિવ્ય અને અક્ષય એવા સુખને ભજો. ॥૧॥ प्राक्तनसद्ग्रंथानां, पद्धतिमाश्रित्य वर्णितोऽत्र मया । साध्वाचारविचारः, शुद्धो निजकात्मशुद्धिकृते ॥ २ ॥
૨૫૪
પૂર્વના સગ્રંથોની પદ્ધતિનો આશ્રય કરીને પોતાના આત્માની શુદ્ધિ માટે મેં અહીં શુદ્ધ સાધુના આચારનો વિચાર વર્ણવ્યો. ૫૨૫
આ પ્રમાણે શ્રીમદ્ ખરતર ગચ્છના અધીશ્વર જિનભક્તિ સૂરીંદ્રના ચરણકમળને આરાધના૨ શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલા આત્મપ્રબોધ ગ્રંથમાં સંક્ષેપથી સર્વવિરતિ વર્ણન નામનો ત્રીજો પ્રકાશ સમાપ્ત થયો.