________________
ચોથો પ્રકાશ
પરમાત્મતા
ભવસ્થ પરમાત્મતા-સિદ્ધસ્થ પરમાત્મતા
પરમાત્મતા બે પ્રકારની છે. ભવસ્થ પરમાત્મતા અને સિદ્ધસ્થ પરમાત્મતા. તે બંનેની પ્રાપ્તિના પ્રકારને સૂચવનારી બે આર્યા (ગાથા) આ પ્રમાણે છે
-
क्षपक श्रेण्यारूढः, कृत्वा घनघातिकर्मणां नाशं । आत्मा केवलभूत्या, भवस्थपरमात्मतां भजते ॥ १ ॥ तदनु भवोपग्राहक - कर्मसमूहं समूलमुन्मूल्य । ऋजुगत्या लोकाग्रं, प्राप्तोऽसौ सिद्धपरमात्मा ॥२॥
ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલો આત્મા ઘનઘાતી કર્મનો નાશ કરીને કેવલજ્ઞાનની સંપત્તિથી ભવસ્થ ૫૨માત્મતાને પામે છે.
ત્યાર પછી ભવોપગ્રાહી કર્મસમૂહને મૂળ સહિત ઉખેડીને ઋજુ ગતિથી લોકાગ્રને પામેલો આ સિદ્ધ પરમાત્મા થાય છે.
આત્મા એટલે ચેતન. ક્ષપક શ્રેણિ ઉપર આરૂઢ થયેલો આત્મા આત્મગુણનો ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારનો નાશ કરીને તરત પ્રાપ્ત થયેલી સમસ્ત લોકાલોકને પ્રકાશ ક૨ના૨ી કેવલજ્ઞાન, કેવલદર્શનરૂપી સંપત્તિથી ભવસ્થ ૫૨માત્મતાને પામે છે.
ત્યાર પછી તરત અથવા કેટલાક કાળે ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે આ ભવ સુધી રહેનારા વેદનીય-આયુષ્ય-નામ-ગોત્ર સ્વરૂપ ચાર ભવોપગ્રાહી કર્મોના સમૂહને મૂળ સહિત ઉખેડીને ઋજુગતિથી બીજા સમયને અને બીજા પ્રદેશને સ્પર્ધા વિના લોકાગ્રે રહેલા સિદ્ધિ સ્થાનને પામેલો સિદ્ધ પ૨માત્મા થાય છે, અર્થાત્ સિદ્ધ પ૨માત્મતાને પામે છે.
અહીં ભવસ્થ પરમાત્મતાનું સ્થિતિમાન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ છે. જ્યારે સિદ્ધસ્થ પરમાત્મતાનું સ્થિતિમાન સાદિ-અનંતકાળ છે એમ જાણવું. આવા પ્રકારની પરમાત્મતા જેઓને હોય છે તેઓ પરમાત્મા કહેવાય છે. અને તેઓ ભવસ્થ કેવલી અને સિદ્ધ એમ બે પ્રકારે છે.
તેમાં પહેલા ભવસ્થ કેવલીઓનું સ્વરૂપ કંઈક બતાવાય છે- ભવસ્થ કેવલીઓ જિન અને અજિન એમ બે પ્રકારે છે. તેમાં જિનનામ કર્મના ઉદયવાળા તીર્થંકરો જિન છે. સામાન્ય કેવલીઓ અજિન છે. વળી નિક્ષેપના ભેદથી જિન નામજિન-સ્થાપનાજિન-દ્રવ્યજિન અને ભાવજિન એમ ચાર પ્રકારે છે. (૧-૨)
તેઓનું સ્વરૂપ આ પ્રમાણે છે–
નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવજિન
नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणंदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणट्ठा ॥ ३ ॥