________________
પરિશિષ્ટ
૩૧૧ ગયો અને ભાંગી ગયો. તે વખતે એક નિમિત્તિયાએ એકદમ વિચાર કર્યા વગર બોલી નાખ્યું કે- ‘તે થતાં તે થાય અને તેના જેવું થતાં તેના જેવું થાય' એ શ્લોક બોલીને કહ્યું કે, ‘તારો પુત્ર મૃત્યુ પામ્યો, નહીંતર તત્કાલ આ ઘડો કેમ ભાંગી જાય ?” બીજા શિષ્ય કહ્યું કે, “હે વૃદ્ધા ! તું ઘરે જા, તારો પુત્ર ઘરે આવીને બેઠેલો છે.” પેલી તરત ઘરે પહોંચી, પુત્ર-દર્શન થયાં, મનમાં હર્ષ પામી. વસ્ત્ર-જોડી તથા કેટલાક રૂપિયા લઈને ગૌરવ પૂર્વક બીજા શિષ્યનો સત્કાર કર્યો. પ્રથમ સિદ્ધપુત્ર ખોટો પડવાથી વિલખો થયો અને ગુરુની પાસે આવીને કહેવા લાગ્યો કે- “આપે ભક્તિવાળા મને પેલાની માફક નિમિત્તશાસ્ત્રોનો પરમાર્થ કેમ ન ભણાવ્યો ?” સિદ્ધપુત્રે તે બંનેને પૂછ્યું. તેઓએ બનેલો યથાર્થ વૃત્તાન્ત જણાવ્યો. ગુરુએ પૂછયું કે- “તે મરણ ક્યા કારણથી જણાવ્યું ?” ત્યારે કહ્યું કે, ઘડો ભાંગી ગયો, તેથી. બીજાએ કહ્યું કે- “ઘડો માટીમાંથી ઉત્પન્ન થયો અને તેમાં મળી ગયો. એમ તે પુત્ર માતામાંથી ઉત્પન્ન થયો અને માતાને મળી ગયો'- એવો નિર્ણય મેં કર્યો.
અહીં પ્રથમ શિષ્ય અવિનીત હોવાના કારણે જ્ઞાન વિપરીત પણે પરિણમ્યું બીજો શિષ્ય વિનીત હોવાના કારણે જ્ઞાન યથાર્થ પરિણમ્યું.
(ઉપદેશપદ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત)