________________
૬ પ્રસ્તાવના |
[0ાર્યકરોના મુખથી ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતો દ્વાદશાંગી (=બાર અંગો)ની રચના કરે છે. પછી ગણધર ભગવંતો એ દ્વાદશાંગી પોતાના શિષ્યોને ભણાવે છે. શિષ્યો તે શ્રુતને પુસ્તકોની સહાય વિના જ ગણધર ભગવંતોના મુખેથી સાંભળીને યાદ રાખે છે. આ પ્રમાણે શિષ્ય-પ્રશિષ્ય પરંપરામાં પુસ્તકની સહાય વિના કૃતનું અધ્યયન-અધ્યાપન થતું રહે છે. શ્રી મહાવીર પરમાત્માના શાસનની પરંપરામાં શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબુસ્વામીને દ્વાદશાંગી ભણાવી. શ્રી જંબુસ્વામીએ શ્રી પ્રભવસ્વામીને દ્વાદશાંગી ભણાવી. શ્રી પ્રભવસ્વામીએ શ્રી શયંભવસ્વામીને દ્વાદશાંગી ભણાવી. આમ વરસો સુધી પરંપરાએ દ્વાદશાંગીનું અધ્યયન-અધ્યાપન થતું રહ્યું. પણ સમય જતાં કાનહાનિના પ્રભાવથી શિષ્યોની બુદ્ધિનો બ્રાસ થતો ગયો અને એથી દ્વાદશાંગીના મૂળસૂત્રોને સમજવાની કઠીનતા લાગવા માંડી. આથી ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ દશ સૂત્રો ઉપર નિર્યુક્તિની રચના કરી. એ નિર્યુક્તિને સમજવા માટે મહાપુરુષોએ ભાષ્યની રચના કરી. નિર્યુક્તિ અને ભાષ્ય પણ સમજવા કઠીન પડવા લાગ્યા. આથી એ બન્નેને સમજવા માટે મહાપુરુષોએ ચૂર્ણ અને ટીકાની રચના કરી. આમ શ્રુતના મૂળસૂત્ર, નિર્યુક્તિ ભાષ્ય, ચૂર્ણ અને ટીકા એ પાંચ અંગો થયા. આથી વર્તમાનમાં પંચાંગી શ્રુત માન્ય છે. જે પંચાંગી શ્રતને ન માને તે મિથ્યાદષ્ટિ છે.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બુદ્ધિ-આયુષ્ય આદિની હાનિ થવા લાગી. આથી મહાપુરુષોએ અલ્પ શક્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા શિષ્યોના ઉપકાર માટે ગણધર પ્રણીત સૂત્રના આધારે તે તે કાલ પ્રમાણે તે તે નવા નવા સૂત્રોની રચના કરવા માંડી. તેથી ઉપાંગો, પ્રકીર્ણકો, છેદસૂત્રો વગેરેની રચના થઈ. વર્તમાનમાં અંગ-ઉપાંગ વગેરે મળીને ૪૫ આગમો વિદ્યમાન છે. ૪૫ આગમ સિવાય બીજા પણ અનેક ગ્રંથોની રચના પૂર્વ મહાપુરુષોએ કરી છે. જેમ કે પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરે અનેક ગ્રંથોની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ નૂતન ગ્રંથોની રચના કરી છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સેંકડો ગ્રંથોની રચના કરી છે. આમ તે તે કાળને અનુરૂપ નવા નવા ગ્રંથોની રચના થતી રહી છે. આથી જ શ્રુતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે ભેદો છે. જેની રચના ગણધર ભગવંતોએ કરી હોય તે અંગ પ્રવિષ્ટકૃત અને જેની રચના કૃતના વિશિષ્ટ બોધવાળા આચાર્યોએ કરી હોય તે અંગબાહ્ય શ્રુત કહેવાય.
આ પ્રસ્તુત “આત્મપ્રબોધ' નામના ગ્રંથની રચના ખરતરગચ્છની પરંપરાના આચાર્ય શ્રી જિનલાભસૂરિએ કરી છે. પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે કચ્છ દેશના મનોર બંદરમાં વિ. સં. ૧૮૩૩- કા. સુ.પના દિવસે આ ગ્રંથની રચના પરિપૂર્ણ થઈ છે. ગ્રંથ રચાયા પછી તેનું સંશોધન મુનિરાજ શ્રી ક્ષમાકલ્યાણ વિ. મહારાજે કર્યું છે. આ ગ્રંથ ચાર પ્રકાશમાં વિભક્ત છે.