________________
૨૦૧
ત્રીજો પ્રકાશ -
સર્વવિરતિ
સડન, પડન અને નાશ પામવાના સ્વભાવવાળું, પહેલાં કે પછી અવશ્ય ત્યાગ કરવું પડશે. આથી કોણ બુદ્ધિશાળી આ શરીરમાં રાગ કરે ? ત્યાર પછી ફરી માતા-પિતાએ કહ્યું: હે પુત્ર ! આ તારા દાદા અને દાદાના પિતા વગેરે પાસેથી આવેલું વિપુલ ધન, કનક, રત, મણિ, મોતી, શંખ, પ્રવાલ વગેરે ઉત્તમ દ્રવ્ય તને આધીન છે કે જે દ્રવ્ય સાતમી પેઢી સુધી દીન વગેરેને આપવામાં આવે તો પણ અને સ્વયં ભોગવવામાં આવે તો પણ ક્ષય ન પામે. તેથી આવા પ્રકારના દ્રવ્યને ઇચ્છાપૂર્વક સારી રીતે ભોગવીને પોતાની સમાન રૂપ-લાવણ્ય આદિ ગુણોથી શોભતી, પોતાના મનને અનુસ૨ના૨ી ઘણી રાજકન્યાઓને પરણીને તેઓની સાથે અદ્ભુત સાંસારિક કામભોગનાં સુખોને ભોગવીને પછી દીક્ષા લેજે.
ત્યાર પછી કુમારે કહ્યુંઃ હે માત ! હે તાત ! જે તમે દ્રવ્ય આદિનું સ્વરૂપ કહ્યુ, તે દ્રવ્ય ખરેખર અગ્નિ-જલ-ચોર-રાજા-સ્વજન આદિ ઘણાંનું સાધારણ છે, અધ્રુવ છે, અશાશ્વત છે. પહેલાં કે પછી અવશ્ય છોડવું પડશે. તથા મનુષ્યના કામભોગો પણ અશુચિ, અશાશ્વત, વાત, પિત્ત, કફ, શુક્ર, શોણિતના આશ્રવવાળા, અમનોજ્ઞ, વિરૂપ મૂત્ર વિષ્ઠાથી પૂર્ણ, દુર્ગંધ શ્વાસોચ્છ્વાસવાળા, અબુધજનથી સેવાયેલા, સદા સાધુજનને ગર્હ ક૨વા યોગ્ય, અનંત સંસારને વધારનારા, કટુકે ફળના વિપાકવાળા છે. આથી કામભોગો માટે કોણ પોતાના જીવનને નિષ્ફળ કરે ? ત્યાર પછી માતા-પિતાએ વિષયને અનુકૂળ ઘણાં વચનોથી તેને લોભાવવા માટે અસમર્થ થયેલા વિષયને પ્રતિકૂળ સંયમ વિશે ભયને બતાવનારા વચનોથી આ પ્રમાણે કહ્યું: હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, શુદ્ધ છે, શલ્યને કાપનારું છે, મુક્તિમાર્ગ સ્વરૂપ છે, સર્વ દુઃખનો નાશ કરનારું છે. અહીં રહેલા જ જીવો સિદ્ધ થાય છે. પરંતુ આ નિગ્રંથપ્રવચન લોઢાના ચણા ચાવવાની જેમ અતિ દુષ્કર છે, રેતીના કોળિયાની જેમ સ્વાદ વિનાનું છે, બે બાહુથી મહાસમુદ્રની જેમ દુસ્તર છે.
વળી આ નિગ્રંથ પ્રવચન તીક્ષ્ણ તલવાર આદિ ઉપર ચાલવા જેવું છે. તથા સેવવા યોગ્ય આ વ્રત તલવારની ધાર જેવું છે. વળી સાધુઓને આધાકર્મિક-ઔદેશિક આદિ ભોગવવું કલ્પતું નથી. હે પુત્ર ! તું તો હંમેશા સુખમાં જ ઉછરેલો છે, ક્યારે પણ દુ:ખમાં ઉછરેલો નથી. આથી જ તું શીતઉષ્ણ-ક્ષુધા-પિપાસા-દંશ-મશક-વિવિધ રોગ આદિ પરિષહો-ઉપસર્ગોને સહન કરવા માટે સમર્થ નથી. તેથી હમણાં તને અમે દીક્ષા માટે અનુજ્ઞા આપવા માટે ઇચ્છતા નથી. ત્યાર પછી કુમારે કહ્યું: હે માત ! હે તાત ! જે તમે સંયમની દુષ્કરતા બતાવી તે ખરેખર બાયલા, કાતર, કાપુરુષ, આ લોકમાં પ્રતિબદ્ધ, પરલોકમાં પરાભુખ, વિષયમાં તૃષ્ણાવાળાઓને હોય છે. સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલા ધીરપુરુષને હોતી નથી. તેથી હું આપની અનુજ્ઞાથી હમણાં જ દીક્ષા લેવા માટે ઇચ્છું છું. ત્યાર પછી ફરી તેઓએ કહ્યું: હે બાલ ! તું આટલી હઠ ન કર. તું કંઈ જાણે છે ? ત્યારે અતિમુક્તકે કહ્યું: હે માત ! હે તાત ! જે હું જાણું છું તે જ હું જાણતો નથી. જે હું જાણતો નથી તે જ હું જાણું છું. ત્યાર પછી તેઓએ કહ્યું: હે પુત્ર ! આ કેવી રીતે ? તેણે કહ્યું: હે માત-તાત ! હું એ હે જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે. પરંતુ એ જાણતો નથી કે ક્યારે, ક્યાં, કેવી રીતે, કેટલા કાળ પછી મરવાનું છે. તથા હું જાણતો નથી કે કયા કર્મોથી નરકાદિમાં જીવો ઉત્પન્ન થાય છે. પરંતુ આ જાણું છું કે- સ્વયં કરેલા કર્મોથી જીવો નરક આદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી માતા-પિતાએ