________________
૧૯૦
આત્મપ્રબોધ
દ્રવ્યસ્તવ ત્યાર પછી સૂર્યનું અધું બિંબ દેખાય એટલે શુદ્ધ મનોહર વસ્ત્રો ધારણ કરેલો જિતેંદ્રની પૂજા કરે. ત્યાં પહેલા યતનાપૂર્વક વિધિપૂર્વક ગૃહમંદિરમાં પ્રતિમાનું પૂજન કરીને પૂજાનાં ઉપકરણો જેણે ગ્રહણ કર્યા છે એવો મહા ઉત્સવપૂર્વક જિનાલયમાં જઈને મુખકોશ બાંધીને “ત્રણ નિશીહિ' ઇત્યાદિ શાસ્ત્રોક્ત વિધિથી જિનપૂજા કરે. પૂજાના ભેદો તો પ્રથમ પ્રકાશમાં જ્ઞાતાધર્મકથા આદિ સિદ્ધાંતને અનુસાર વિસ્તારથી કહેલા છે. આથી તે ત્યાંથી જ જાણી લેવા. “શુદ્ધ મનોહર વસ્ત્રને ધારણ કરેલો’ એ પ્રમાણે જે કહ્યું તે આ પ્રમાણે- પહેલાં સર્વસાવદ્ય અધ્યવસાયનો ત્યાગ કરવો તે મનઃશુદ્ધિ. ત્યારપછી નિર્જીવ અને પોલાણ-કચરો વગેરેથી રહિત ભૂમિમાં અલ્પ પાણીથી અને અલ્પ હાથના વ્યાપારથી સર્વ અંગે સ્નાન કરવું તે અંગ શુદ્ધિ. ત્યાર પછી પવિત્ર થયેલો હોવાના કારણે અખંડિત વસ્ત્ર ધારણ કરવું તે વસ્ત્રશુદ્ધિ. સ્નાનથી દેહશુદ્ધિ કર્યા વિના પણ દેવપૂજા કરવી યોગ્ય છે એમ ન કહેવું. કેમ કે એમ કરવામાં આશાતનાનો પ્રસંગ આવે. જો જન્મથી, નિર્મળ શરીરને ધારણ કરનારા દેવો પણ વિશેષ શુદ્ધિ માટે સ્નાન કરીને જ દેવપૂજા માટે પ્રવર્તે છે તો પછી નવ અને અગિયાર સ્ત્રોતને ઝરાવતા, નિરંતર દુર્ગધી મેલવાળા માનવીઓથી સ્નાન વિના પૂજા કેવી રીતે કરાય? આથી જ દેવપૂજા કરનારાઓનું સિદ્ધાંતમાં એક-એક પદમાં “સ્નાન કરેલા અને બલિકર્મ કરેલા' ઇત્યાદિ વિશેષણ ગ્રહણ કરેલું છે.
પ્રશ્ન- સ્નાન અતિ આરંભવાળું હોવાથી યતનાવાળા શ્રાવકોને સ્નાન કરવું અનુચિત છે.
ઉત્તર- જો એ પ્રમાણે કહેવામાં આવે તો જલ-ધૂપ-પુષ્પ વગેરે પણ આરંભનો હેતુ હોવાથી તેનો પણ નિષેધ આવી પડે. તેનો નિષેધ તો શિષ્ટ પુરુષોને ઇષ્ટ નથી. કહ્યું છે કે
સાધુને દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી छज्जीवकायसंजमो, दव्वत्थए सो विरुज्झए कसिणो । ___ तो कसिणसंजमविऊ, पुप्फाईयं न इच्छंति ॥ १॥
અર્થ છ જવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગરૂપ સંયમમાં છ જવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્ય સ્તવમાં પુષ્પાદિને ચુંટવા આદિથી સંયમનું પૂર્ણ પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પાદિક દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી. આવા
अकसिणपवत्तयाणं, विरयाविरयाण एस खलु जुत्तो । __ संसारपयणुकरणे, दव्वत्थए कूवदिटुंतो ॥ २॥
અર્થ- અપૂર્ણ સંયમવાળા દેશવિરતિ શ્રાવકોને શુભકર્મના અનુબંધ દ્વારા સંસાર ઘટાડનાર દ્રવ્ય સ્તવ સાક્ષાત્ જ કરવા યોગ્ય છે, આ વિશે કૂપનું દૃષ્ટાંત છે. રા
દ્રવ્યસ્તવમાં કૂપનું દૃષ્ટાંત [જેમ કોઈ જીવ કૂવો ખોદાવાની ક્રિયા કરે તો કૂવો ખોદવાની ક્રિયાથી નિર્મળ જળની પ્રાપ્તિ થાય છે અને તેનાથી પોતાને અને બીજા જીવોને ઉપકાર થાય છે, એ જ રીતે દેશવિરતિધર શ્રાવક ભગવાનની પૂજા માટે સ્નાન કરે, સ્વશરીર ઉપર ચંદનનું વિલેપન કરે, ભગવાનની પુષ્પપૂજા કરે