________________
પ્રથમ પ્રકાશ - સખ્યત્વ
૩૭
ત્યારપછી એકવાર ત્યાં પોતાના ધર્માચાર્ય આવ્યા. વંદન માટે ગયેલા એવા શ્રેષ્ઠીને ગુરુએ પૂછ્યું કે ખરેખર ! તમને સુખ છે ? શ્રેષ્ઠીએ કહ્યું: તમારી કૃપાથી સુખ છે. પરંતુ જિનમંદિર બનાવવાથી આ ધન નાશ પામ્યું.' ઇત્યાદિ ધર્મની અપભ્રાજના લોકોમાં થાય છે તેનું મોટું દુઃખ મને થાય છે. જે મારું દ્રવ્ય ગયું તેનું કંઈ પણ દુઃખ નથી. કારણ કે દ્રવ્ય તો જીવોને શુભ કર્મના ઉદયથી ઘણું પણ મળે છે અને અંતરાય કર્મના ઉદયથી નાશ પામે છે. તેમ છતાં પણ તે સ્વામી ! જ્ઞાનના બળથી જુઓ કે મારો આ ભવમાં અંતરાય તૂટશે કે નહીં ? હવે શ્રેષ્ઠીના આ વચનને સાંભળીને ખુશ થયેલા ગુરુએ જ્ઞાનથી અશુભ કર્મનો નાશ અને શુભ કર્મના ઉદયને જાણીને ધર્મની ઉન્નતિ કરવા માટે તેને મંત્રાધિરાજ નમસ્કાર મંત્ર આપ્યો, અને નમસ્કાર મંત્રને સાધવાની વિધિ કહી. શ્રેષ્ઠીએ પણ શુભ દિવસે દેવમંદિરમાં મૂળ નાયક બિંબની સન્મુખ રહીને અઠ્ઠમ તપ કરવા પૂર્વક તે નવકારનો જાપ કર્યો. ત્યારપછી પારણાના દિવસે એક અખંડિત ઉત્તમ સુગંધી પુષ્પમાળા શ્રી જિનેંદ્રના કંઠમાં સ્થાપીને જેટલામાં સ્તુતિ કરવા લાગ્યો તેટલામાં ખુશ થયેલા ધરણેઢે તેની આગળ પ્રગટ થઈને કહ્યું: હે શ્રેષ્ઠી ! હું તારી ભગવદ્ભક્તિથી ખુશ થયો છું. મનોવાંછિત તું માંગ. ત્યારપછી શ્રેષ્ઠીએ પણ પ્રભુની સ્તુતિ પૂર્ણ કરીને કહ્યું: જો તું ખુશ થયો છે તો પ્રભુના કંઠમાં આરોપણ કરેલી પુષ્પમાળાનું જે પુણ્ય મને પ્રાપ્ત થયું તેના અનુસાર તું ફળ આપ. ત્યારે ધરણેન્ટે કહ્યું તે પુણ્યને અનુરૂપ ફળ આપવાને હું સમર્થ નથી. કારણ કે તેનું દાન આપવામાં ચોસઠ ઈદ્રો પણ અસમર્થ છે. તેથી તું બીજું માંગ. શ્રેષ્ઠીએ કહ્યું: તો માળાની મધ્યમાં રહેલા એક પુષ્પનું ફળ તું આપ. ધરણેન્દ્ર કહ્યું તે પુષ્પના ફળને પણ આપવા હું સમર્થ નથી. શ્રેષ્ઠીએ કહ્યું તો પછી પુષ્પમાં રહેલા એક પત્રના ફળને આપ. ધરણે કહ્યું તે પણ આપવા હું સમર્થ નથી. ત્યારપછી શ્રેષ્ઠીએ કહ્યું: આટલું માત્ર પણ જો તારું સામર્થ્ય નથી તો પછી તું તારા સ્થાને જા. ત્યારે દેવદર્શન અમોઘ હોવાથી તારા ઘરમાં રતથી ભરેલા સુવર્ણના કળશાઓને હું આવું છું એ પ્રમાણે કહીને ધરણંદ્ર અદશ્ય થયો. ત્યારપછી શ્રેષ્ઠી પણ ઊઠીને જ્યાં ગુરુ હતા ત્યાં જઈને ગુરુને વંદનપૂર્વક સર્વ પણ તે સ્વરૂપ જણાવીને અને પોતાના ઘરે આવીને પારણું કર્યું. ત્યારપછી તે શ્રેષ્ઠીએ જિનધર્મની નિંદામાં તત્પર એવા પુત્રોને બોલાવીને પૂર્વે બનેલા સઘળા ય વૃત્તાંતને કહીને અને તે દ્રવ્ય બતાવવા દ્વારા શ્રી જિનેશ્વરની પુષ્પપૂજાનો મોટો મહિમા બતાવીને સર્વ પણ કુટુંબને શ્રી જિનધર્મમાં સ્થિર કરીને માવજીવ સુખી, ભોગી અને ત્યાગી થયો. આ પ્રમાણે પુષ્પપૂજા ઉપર ધનસાર શ્રેષ્ઠીની કથા પૂર્ણ થઈ.
આભરણ પૂજા વિવેકીઓએ શ્રી જિનબિંબ ઉપર સુવર્ણના કે રતના ચક્ષુ, શ્રીવત્સ, હાર, કુંડલ, બિજોરું, છત્ર, મુકુટ, તિલક વગેરે વિવિધ આભરણો દમયંતીની જેમ યથાયોગ્ય સ્થાને આરોપણ કરવા જોઈએ. તે આભરણો સ્વયં અથવા બીજાએ પૂર્વે જેનો ઉપયોગ ન કર્યો હોય તેવા હોવા જોઈએ. જે પ્રમાણે દમયંતી પૂર્વભવમાં વીરમતિ નામની સ્ત્રી હતી ત્યારે રતનાં તિલકોને કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસે જિનેશ્વરોના લલાટમાં ચડાવ્યાં. તેના પુણ્ય પ્રભાવથી તે સ્વાભાવિક તિલકથી શોભતા લલાટવાળી, સતત તેની કાંતિથી અંધકારના સમૂહને નાશ કરનારી, ત્રણ ખંડના માલિક નિલ રાજાની પટ્ટરાણી દમયંતી થઈ. આ પ્રમાણે બીજા પણ ઘણા ભવ્યજીવો આ પૂજાથી વિવિધ સુખશ્રેણિને પામ્યા.