________________
૩૬.
આત્મબોધ
ફળનો જિનેશ્વરની પ્રીતિ સંપાદન કરવા માટે ભક્તોએ ત્યાગ કરવો. તથા ઉપર કહેલા દોષોથી દુષ્ટ એવા પુષ્પોથી પૂજા કરતો માણસ નીચપણાને પામે છે. કહ્યું છે કે
पूजां कुर्वन्नङ्गलग्नै-धरायां पतितैः पुनः ।
: રોત્કર્વનું પુણ્વ-ચ્છિષ્ટ: સોડધિનાયતે | ૪ અર્થ- શરીરને લાગેલાં અને પૃથ્વી ઉપર પડેલાં પુષ્પોથી જે પુરુષ પૂજા કરે છે તે નીચ થાય છે, અર્થાત્ નીચકુળમાં ઉત્પન્ન થાય છે.
હમણાં કહેલા દોષોથી રહિત હોય તેવા ઉત્તમ પુષ્પોથી શ્રી જિનેશ્વર ભગવંતોની પૂજા કરવી જોઈએ. તેના પ્રભાવથી ધનસારની જેમ તરત જ સકલ સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ વગેરે ભવ્ય જીવોના ઘરમાં પ્રગટ થાય છે, અને દરિદ્રતા, શોક, સંતાપ વગેરે દૂર જાય છે. આ આ લોક સંબંધી ફળ કહ્યું. પરલોક સંબંધી ફળ તો સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ રૂપ જાણવું. હવે પૂર્વે સૂચવેલી ધનસાર શ્રેષ્ઠીની કથા આ પ્રમાણે છે
ધનસાર શ્રેષ્ઠીની કથા કુસુમપુર નગરમાં ત્રિકાળ જિનપૂજા આદિ પુણ્યમાં તત્પર ધનસાર નામનો શ્રેષ્ઠી રહે છે. એક વખત અર્ધ રાત્રિના સમયે તેના મનમાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે- મને પૂર્વભવમાં કરેલા સત્કાર્યના બળે આ ભવમાં વધતી એવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે જો આ ભવમાં પણ કંઈક સધર્મ કાર્ય કરું તો ભવાંતરમાં પણ સુખી થાઉં. વળી જે કાંઈ આ સમૃદ્ધિ દેખાય છે તે પણ હાથીના કાનની જેમ અત્યંત ચંચલ છે. આથી આ સમૃદ્ધિને સફળ કરવા માટે અને પરલોકમાં સુખની સિદ્ધિ માટે શ્રી જિનમંદિર કરાવીશ. કારણ કે શાસ્ત્રમાં શ્રી જિનમંદિર કરાવનારને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે, એમ કહ્યું છે. તેથી આ (જિનમંદિર કરાવવું એ) જ કાર્ય કરવાથી મારે મારી મનુષ્યભવ આદિ સકલ સામગ્રીને સફળ કરવી ઉચિત છે. આ પ્રમાણે વિચારતા એવા તેની બાકીની આખી પણ રાત્રિ તરત જ પૂર્ણ થઈ ગઈ. સવાર થઈ ત્યારે તે શ્રેષ્ઠીએ પોતાના ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી બાવન દેવકુલિકાથી યુક્ત એવું એક શ્રી જિનમંદિર કરાવવાનું શરૂ કર્યું. તેથી તેના પુત્રોએ દરરોજ ઘણા દ્રવ્યના વ્યયને જોઈને આ પ્રમાણે કહ્યું: હે પિતાજી ! આપે આ સકલ દ્રવ્યનો નાશ કરનારું નિરર્થક કાર્ય કેમ શરૂ કર્યું છે ? અમને આ ગમતું નથી. જો નવાં ઘરો, આભરણો વગેરે કરાવ્યા હોય તો સારું થાય. કારણ કે તે ઘરો અને આભરણો ક્યારેક કાલાંતરે પણ કાર્યને સાધનારાં થાય. તો પણ તે શ્રેષ્ઠીએ તે પુત્રના વચનને સાંભળ્યું હોવા છતાં પણ જાણે સાંભળ્યું ન હોય તેમ કરીને વધતા એવા પરિણામથી ઉલ્લાસપૂર્વક દ્રવ્યનો વ્યય કરતા સંપૂર્ણ મંદિર તૈયાર કરાવ્યું. પરંતુ જ્યારે મંદિર પરિપૂર્ણ થયું ત્યારે કોઈપણ અંતરાયકર્મના ઉદયથી બધું દ્રવ્ય નાશ પામ્યું. ત્યારે પોતાના પુત્રોએ અને બીજા પણ મિથ્યાત્વી લોકોએ કહ્યું કે આ મંદિર કરાવ્યું તેથી ધન નાશ પામ્યું. તેમ છતાં પણ જૈન ધર્મ ઉપર નિશ્ચલ ચિત્તવાળો તે શ્રેષ્ઠી પોતાના દ્રવ્ય અનુસારે થોડું થોડું પુણ્ય કરે જ છે.