________________
૧૨૭
બીજો પ્રકાશ - દેશવિરતિ
જો શીલથી શરીર અલંકૃત હોય તો ચર્વિત ચર્વણ ન્યાયથી અર્થાત્ ચાવેલાને ચાવવાના ન્યાયથી બીજા અલંકારો અનર્થકારી છે. શીલ વિના તો તે અલંકારોનું ફળ માત્ર ભાર ઉપાડવા બરાબર છે.
પ્રશ્ન- પુરુષો કઠણ હૃદયવાળા હોય તેથી તેમની સુશીલતા બરાબર છે, પણ સ્ત્રીઓ તુચ્છ હૃદયવાળી, ચપળ સ્વભાવવાળી અને પુરુષને પરાધીન હોવાથી તેઓનું સુશીલપણું કેવી રીતે સંભવે ?
ઉત્તર- ના, એ પ્રમાણે નથી. બધી જ સ્ત્રીઓ એક સ્વભાવવાળી જ નથી હોતી. તેઓમાં પણ ઘણી સ્ત્રીઓ સુશીલતા આદિ સુધર્મ અનુષ્ઠાન સ્વભાવવાળી શાસ્ત્રમાં સંભળાય છે. (૩૫) તે આ પ્રમાણે–
नारीओ वि अणेगा, सीलगुणेणं जयम्मि विक्खाया। - નાહિં ચરિત્તસવો, મુળિો વિ મને રમવતિ | રૂદ II
સુભદ્રા, સીતા, દ્રૌપદી વગેરે અનેક નારીઓ શીલગુણથી જગતમાં વિખ્યાત થયેલી છે. જેઓનું અતિ અદ્ભુત આચારવાનું ચરિત્ર સાંભળે છતે અન્ય સામાન્ય માણસની વાત જવા દો મુનિઓ પણ મનમાં ચમકે છે. અને એ ચમત્કારનું ચિહ્ન પ્રણામ વગેરે પણ કરે છે. જેથી કહ્યું છે કે
अजाओ बंभिसुंदरि-राइमईचंदणापमुक्खाओ ।।
कालत्तए वि जाओ, ताओ वि नमामि भावेण ॥ १॥ અર્થ ત્રણે કાળમાં બ્રાહ્મી, સુંદરી, રાજુમતિ, ચંદના વગેરે જે આર્યાઓ (સાધ્વીઓ) થઈ તેઓને પણ હું ભાવથી નમસ્કાર કરું છું.
અહીં જો કે ધર્મ પુરુષથી ઉત્પન્ન થયો છે અને ગ્રંથો પુરુષ વડે કરાયેલા છે, તથા પુરુષોને સ્ત્રીઓ પાશરૂપ છે એ પ્રમાણે વ્યવહારનયનો આલંબન કરતા પરમર્ષિઓ પણ સ્ત્રીની નિંદા જ કરે છે. જેથી કહ્યું છે કે
सोअसरी दुरिअदरि, कवडकुडी महिलिआ किलेसकरी । __ वइरविरोअणअरणी, दुक्खखणी सुक्खपडिवक्खा ॥१॥
અર્થ- મહિલાઓ શોકની નદી છે, પાપની ખાણ છે, કપટની કુંડી છે, ક્લેશને કરનારી છે, વૈરરૂપી અગ્નિ માટે અરણી છે, દુઃખની ખાણ છે, સુખની શત્રુ છે.
તો પણ નિશ્ચયનયથી વિચારવામાં આવે તો પુરુષપણું અથવા સ્ત્રીપણું સ્તુતિ કે નિંદાનું કારણ નથી. સ્તુતિ અને નિંદાનું કારણ તો સુશીલતા અને દુઃશીલતા જ છે. (૩૬) તે આ પ્રમાણે–
इत्थिं वा पुरिसं वा, निस्संकं नमसु सीलगुणपुटुं । इत्थिं वा पुरिसं वा, चयसु लहुं सीलपब्भटुं ॥३७॥