________________
આત્મપ્રબોધ
બતાવવામાં આવ્યો છે. ‘આત્મવોષો વિમાવ્યતે' એ પદથી વાચ્ય-વાચકભાવ આદિરૂપ સંબંધ બતાવવામાં આવેલ છે. તેમાં આત્મબોધનું સ્વરૂપ વાચ્ય છે અને આ ગ્રંથ વાચક છે. આવું તો અહીં ઘણું કહેવા યોગ્ય છે. પરંતુ ગ્રંથ મોટો થઈ જવાના ભયથી અહીં કહ્યું નથી. બુદ્ધિશાળીઓએ તે સ્વયં જ બીજા ગ્રંથોમાંથી જાણી લેવું. (૩)
હવે પૂર્વે સામાન્યથી બતાવેલા અભિધેયને જ વિવેચન કહીને બતાવે છે— प्रकाशमाद्यं वरदर्शनस्य, ततश्च देशाद्विरतेर्द्वितीयं ॥
ર
तृतीयस्मिन् सुमुनिव्रतानां, वक्ष्ये चतुर्थं परमात्मतायाः ॥ ४ ॥
આ ગ્રંથમાં પ્રથમ પ્રકાશમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ, ત્યારપછી બીજા પ્રકાશમાં દેશવિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુનિઓનાં વ્રતોનું સ્વરૂપ અને ચોથા પ્રકાશમાં પરમાત્મતાનું સ્વરૂપ કહીશ. આ કહેવા દ્વારા આ આત્મપ્રબોધ ગ્રંથ પરસ્પર સંબંધવાળા સમ્યક્ત્વ આદિના સ્વરૂપને પ્રતિપાદન કરનારો છે, અને ચાર પ્રકાશથી બંધાયેલો (રચાયેલો) છે, એ પ્રમાણે સૂચવ્યું છે. (૪) આ ગ્રંથના અધિકારીઓ કોણ છે ?
હવે આ ગ્રંથના અધિકારીને બતાવે છે–
न सन्त्यभव्या न हि जातिभव्या, न दूरभव्या बहुसंसृतित्वात् ॥ मुमुक्षवोऽभूरिभवभ्रमा हि, आसन्नभव्यास्त्वधिकारिणोऽत्र ॥ ५ ॥
આ ગ્રંથના અધિકારી અભવ્યો નથી, જાતિભવ્યો નથી, ઘણો સંસાર બાકી હોવાના કારણે દૂરભવ્યો નથી. અલ્પભવભ્રમણવાળા આસન્નભવ્ય મુમુક્ષુઓ અહીં અધિકારી છે.
અહીં આ તાત્પર્ય છે– દુઃખે કરી અંત કરી શકાય એવા અને અનંત ચારગતિ સ્વરૂપ વિસ્તારવાળા આ સંસારમાં પ્રશસ્ત સમસ્ત જગતના જીવોના ચિત્તને ચમત્કાર કરનારા એવા ઇંદ્ર વગેરે સુંદ૨ સુર-અસુરના સમૂહે રચેલા ઉત્કૃષ્ટ આઠ પ્રાતિહાર્ય આદિ સંપૂર્ણ અતિશયથી યુક્ત એવા જગદ્ગુરુ શ્રી વીર જિનેશ્વરે સંપૂર્ણ ઘનઘાતી કર્મદલિકોના સમૂહના નાશથી ઉત્પન્ન થયેલા, સકલ લોકાલોક સ્વરૂપ લક્ષ્યને અવલોકન કરવામાં કુશળ, વિમલ કેવલજ્ઞાનના બળથી ત્રણ પ્રકારના જીવો બતાવેલા છે. તે આ પ્રમાણે- ભવ્યો, અભવ્યો અને જાતિભવ્યો.
તેમાં જે જીવો કાળ વગેરે સંપૂર્ણ સામગ્રીને પામીને પોતાની શક્તિથી સકળ કર્મોનો ક્ષય કરીને મુક્તિમાં ગયા, જાય છે અને જશે તે સર્વે પણ ત્રણ કાળની અપેક્ષાએ ભવ્ય કહેવાય છે. અને જે જીવો આર્યક્ષેત્ર આદિ સામગ્રી હોવા છતાં તેવા પ્રકારના જાતિ સ્વભાવથી જ હંમેશા તત્ત્વશ્રદ્ધાથી રહિત હોવાના કારણે ક્યારે પણ મુક્તિમાં ગયા નથી, જતા નથી અને જશે નહીં તે અભવ્ય કહેવાય છે. મુક્તિની પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યક્ત્વ જ છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કેदंसणभट्ठो भट्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं ।
सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ॥ ३ ॥