________________
नमोऽर्हते ।
શ્રી જિનલાભસૂરિ વિરચિત શ્રી આત્મપ્રબોધ
પ્રથમ પ્રકાશ
BOD
સમ્યક્ત્વ
મંગલાચરણ
अनन्तविज्ञानविशुद्धरूपं, निरस्तमोहादिपरस्वरूपम् ।
नरामरेन्द्रैः कृतचारुभक्तिं नमामि तीर्थेशमनन्तशक्तिम् ॥१॥
અનંત વિજ્ઞાનથી જેનું સ્વરૂપ વિશુદ્ધ છે, જેણે મોહાદિ પર સ્વરૂપનો નિરાસ કર્યો છે, જેની નરેંદ્રો (ચક્રવર્તીઓ) અને અમરેંદ્રો (ઇંદ્રો)એ સુંદર ભક્તિ કરી છે એવા અનંતશક્તિવાળા તીર્થંકર પરમાત્માને હું નમસ્કાર કરું છું. (૧)
अनादिसम्बद्धसमस्तकर्म- मलीमसत्वं निजकं निरस्य ॥ उपात्तशुद्धात्मगुणाय सद्यो, नमोऽस्तु देवार्यमहेश्वराय ॥ २ ॥
જેમણે પોતાની અનાદિકાળથી બંધાયેલા સમસ્ત કર્મની મલિનતાને દૂર કરીને તરત શુદ્ધ આત્મગુણને પ્રાપ્ત કર્યો છે એવા મહેશ્વર શ્રીવીરભગવાનને નમસ્કાર થાઓ. (૨) जगत्त्रयाधीशमुखोद्भवाया, वाग्देवतायाः स्मरणं विधाय ॥
विभाव्यतेऽसौ स्वपरोपकृत्यै, विशुद्धिहेतुः शुचिरात्मबोधः ॥ ३ ॥
ત્રણ જગતના સ્વામીના મુખથી ઉત્પન્ન થયેલી વાદેવતા (સરસ્વતી)નું સ્મરણ કરીને સ્વ-પરના ઉપકાર માટે વિશુદ્ધિનો હેતુ અને પવિત્ર એવો આત્મબોધ ગ્રંથ રચવામાં આવે છે. પ્રા ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપ કરવાની રુચિવાળા પુરુષે પણ પ્રાયઃ કરીને શિષ્ટ પુરુષોના આચારને આચરવા માટે અને ગ્રંથની સમાપ્તિ થવામાં અંતરાય કરનારા ઘણાં વિદ્યોના સમૂહને દૂર કરવા માટે અત્યંત અવ્યભિચારી (નિષ્ફળ ન થાય તેવું) ઉચિત ઈષ્ટ દેવની સ્તવના આદિ સ્વરૂપ ભાવમંગલ અવશ્ય કરવું જોઈએ. એ પ્રમાણે વિચારીને અહીં પણ શાસ્ત્રની આદિમાં સમસ્ત તીર્થંકરોને પ્રણામ કરવા પૂર્વક, નજીકના ઉપકારી શાસન નાયક શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરવા રૂપ અને સરસ્વતી દેવીનું સ્મરણ કરવા સ્વરૂપ ભાવમંગલનો આશ્રય કરાય છે, અર્થાત્ ભાવમંગલ કરવામાં આવે છે. વળી આત્મજ્ઞાન મોક્ષને પ્રાપ્ત કરાવનારું હોવાથી બધાયને ઉપકારી છે. આથી સાંભળનારની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થાય એટલા માટે પ્રયોજન- અભિધેય- સંબંધ આ ત્રણ પણ અવશ્ય કહેવા જોઈએ.
અહીં આ ગાથામાં ‘સ્વપરોપર્ત્ય' એ પદથી સ્વોપકાર અને પરોપકારરૂપ પ્રયોજન બતાવવામાં આવ્યું છે. તથા ‘ આત્મવોષ: ' એ પદથી અતિવિશુદ્ધ આત્મજ્ઞાનનો માર્ગ અભિધેયરૂપે