________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
અર્થ જે સમ્યકત્વથી ભ્રષ્ટ થયો છે તે સર્વથી ભ્રષ્ટ થયો છે. સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ચારિત્રથી રહિત જીવો હજી મુક્તિને પામે છે. પરંતુ સમ્યકત્વથી રહિત જીવો ક્યારે પણ મુક્તિને પામી શકતા નથી.
ભવ્યાભવ્યત્યાદિ વિચાર અહીં જે “ચારિત્રથી રહિત' એમ કહ્યું તે દ્રવ્ય ચારિત્રથી રહિત એમ સમજવું. વળી- જે જીવો અનાદિકાળથી આશ્રિત સૂક્ષ્મ ભાવનો ત્યાગ કરવા દ્વારા જો બાદરભાવમાં આવે તો અવશ્ય સિદ્ધ થાય છે. પરંતુ સકળ સંસ્કારને કરનારના વિષયમાં નહીં આવેલા ખાણની અંદર રહેલા સંસ્કારને યોગ્ય પાષાણની જેમ, અર્થાત્ સંસ્કારને યોગ્ય પથ્થર ખાણની અંદર પડેલો છે પરંતુ સંસ્કાર કરનારના હાથે ચઢ્યો નથી એવા પથ્થરની જેમ, સૂક્ષ્મભાવનો ત્યાગ કરીને ક્યારે પણ અવ્યવહાર રાશિરૂપી ખાણમાંથી જે જીવો બહાર આવ્યા નથી, આવતા નથી અને આવવાના નથી તે જીવો જાતિભવ્ય કહેવાય છે. આ જીવો કથન માત્રથી જ ભવ્ય છે, પણ સિદ્ધ સાધકપણે ભવ્ય નથી. તે માટે આગમમાં કહ્યું છે કે
सामग्गिअभावाओ, ववहारियरासिअप्पवेसाओ ।
भव्वावि ते अनंता, जे सिद्धिसुहं न पावंतीत्ति ॥४॥ અર્થ એવા પણ ભવ્ય જીવો અનંતા છે કે જેઓ સામગ્રીના અભાવે વ્યવહાર રાશિમાં પ્રવેશ નહીં પામવાથી સિદ્ધસુખને પામી શકતા નથી. - તેમાં અભવ્ય જીવો અને જાતિભવ્ય જીવો વિશુદ્ધ શ્રદ્ધાથી રહિત હોવાના કારણે અહીં અધિકારી નથી. તેથી બાકી રહેલા ભવ્યો જ અધિકારી છે અને તે ભવ્યજીવો દૂરભવ્ય અને આસન્નભવ્ય એમ બે પ્રકારે છે. તેમાં અર્ધ પુદ્ગલ પરાવર્તથી અધિક કાળ સંસારવર્તી જે જીવો છે તે દૂરભવ્ય કહેવાય છે અને તેઓને પ્રબલતર મિથ્યાત્વનો ઉદય હોવાથી કેટલાક કાળ સુધી સમ્યગદર્શન આદિની પ્રાપ્તિનો અભાવ છે. આથી આ અપાર સંસાર અટવીમાં લાંબાકાળ સુધી ભટકતા તેમને આત્મબોધરૂપી સધર્મ માર્ગ દુર્લભ જ છે અને જે જીવો કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર રહેલા છે તે આસન્ન ભવ્ય કહેવાય છે અને તેઓ લઘુકર્મી હોવાના કારણે તેમને તત્ત્વની શ્રદ્ધા થવી સુલભ છે આથી તે આસન્ન ભવ્યો જ અહીં અધિકારી છે એ નક્કી થયું.
હવે આસન્ન ભવ્ય જીવોના ઉપકાર માટે આત્મબોધના સ્વરૂપનું કંઈક નિરૂપણ કરાય છે. અતિ તિ માત્મા- તે તે ભાવોને સતતપણે પામે તે આત્મા, અને તે આત્મા ત્રણ પ્રકારે છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
બહિરાત્મા તેમાં જે જીવ મિથ્યાત્વના ઉદયને વશ થવાથી શરીર-ધન-પરિવાર-ઘર-નગર-દેશ-મિત્રશત્રુ આદિ ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ ઉપર રાગ અને દ્વેષની બુદ્ધિ રાખે છે અને સર્વે પણ અસાર વસ્તુને સારરૂપે માને છે તે પ્રથમ ગુણ સ્થાને રહેલો જીવ બાહ્ય દષ્ટિથી બહિરાત્મા કહેવાય છે. ૧. “એક પુદ્ગલ પરાવર્તથી અધિક કાળ સંસારવર્તી ભવ્ય જીવો દૂરભવ્ય કહેવાય છે” આવી વ્યાખ્યા અનેક
સ્થળે છે, અને આ વ્યાખ્યા વધારે પ્રસિદ્ધ છે.