________________
આત્મપ્રબોધ
કમલ પ્રતિબોધક ગુણાકર સૂરિની કથા એક નગરમાં પરમ શ્રાવક, ધનવાન, બુદ્ધિમાન, સર્વજન માન્ય ધન નામનો શ્રેષ્ઠી રહે છે. તેને કમલ નામનો પુત્ર છે. તે કલાવાન હોવા છતાં પણ ધર્મમાં અને તત્ત્વવિચારમાં અરુચિવાળો હતો. પિતા જ્યારે કંઈક તત્ત્વવિચાર શીખવે છે ત્યારે ઊભો થઈને ચાલ્યો જાય છે. ત્યાર પછી શ્રેષ્ઠી કોઈ પણ પ્રકારથી તેને બોધ કરવા માટે અસમર્થ થયેલા વિચારે છે કે જો કોઈ પણ આચાર્ય અહીં આવે તો સારું થાય. કારણ કે તેની સેવા કરવાથી આને ધર્મની પ્રાપ્તિ થાય. હવે એક વખત કોઈક આચાર્ય તે નગરના નજીકના ઉદ્યાનમાં સમવસર્યા. નગરના લોકોની સાથે ધન શ્રેષ્ઠી વંદન કરવા માટે ગયા. ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી દેશનાને અંતે બધા લોકો પોતપોતાના સ્થાને ગયા. ત્યારે ધન શ્રેષ્ઠીએ આચાર્યને આ પ્રમાણે વિનંતી કરી. તે સ્વામી ! મારો કમલા નામનો પુત્ર ધર્મવિચારમાં અત્યંત અજ્ઞાન છે. ગીતાર્થ એવા આપે તેને કોઈપણ રીતે બોધ પમાડવો જોઈએ. આચાર્ય તેના વચનને સ્વીકાર્યું. ત્યાર પછી શ્રેષ્ઠીએ પણ ઘરે આવીને પુત્રને કહ્યું: “અહો! આજે ગીતાર્થ ગુરુ ઉદ્યાનમાં આવેલા છે. તારે ત્યાં જઈને તેમના વચનને સાંભળવું જોઈએ.” આ પ્રમાણે પિતાથી પ્રેરણા કરાયેલો કમલ પણ ત્યાં જઈને નીચી દૃષ્ટિ કરીને ગુરુની આગળ બેઠો. આચાર્યે સાત નયથી યુક્ત દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારવાળી દેશના આપી. ત્યાર પછી દેશનાને અંતે આચાર્યે પૂછયું: હે ભદ્ર ! આટલા સમયમાં તે કંઈ પણ જાણ્યું ? કમલે કહ્યું કંઈક જાણ્યું. ગુરુએ પૂછયું: શું જાણ્યું? તેણે કહ્યું: આ નજીકમાં રહેલા બોરડીના ઝાડના મૂળમાં રહેલા દરમાંથી એકસો આઠ મકોડા નીકળીને બીજા દરમાં પ્રવેશ્યા એ જાણ્યું. ફરી આચાર્યે કહ્યું: અરે ! મેં કહ્યું એમાં કંઈ જાણું? તેણે કહ્યું નથી જાણ્યું. ત્યાર પછી આ અયોગ્ય છે એમ જાણીને આચાર્ય મૌન ધારણ કરીને રહ્યા અને કમલ ઊભો થઈને પોતાના ઘરે ગયો. ત્યાર પછી બીજા દિવસે વંદન માટે આવેલા તેના પિતાને તેની ચેષ્ટા જણાવીને આચાર્ય બીજી જગ્યાએ વિહાર કર્યો.
હવે એક વખત બીજા આચાર્ય ત્યાં જ ઉદ્યાનમાં સમવસર્યા. તેમના આગમનને જાણીને શ્રેષ્ઠી ત્યાં આવીને પૂર્વના વૃત્તાંતને કહીને ફરી પુત્રને બોધ કરવા માટે પૂર્વોક્ત રીતિથી વિનંતી કરી. તેમણે પણ કહ્યું સારું, તારે પુત્રને અહીં મોકલવો. અને તારે ગુરુની આગળ નીચી દૃષ્ટિ કરીને ન બેસવું, ગુરુની સન્મુખ જ જોવું, તે બોલે તેમાં ઉપયોગ આપવો એ પ્રમાણે શિખામણ આપવી. ત્યાર પછી શ્રેષ્ઠી આચાર્યના વચનને સ્વીકારીને ઘરે આવીને પુત્રને તે પ્રમાણે જ શિખામણ આપીને તેમની પાસે મોકલ્યો. તે પણ ત્યાં જઈને ગુરુના મુખને જોતો બેઠો. ગુરુએ કહ્યું હે કમલ ! કંઈ પણ તત્ત્વના સ્વરૂપને જાણે છે? તેણે કહ્યું: ત્રણ તત્ત્વને જાણું છું. મનને ગમે તેવું અશન, પાન અને શયન કરવું. ફરી આચાર્યે હસીને કહ્યું: આ તો ગામડીયાની વાત થઈ. પરંતુ જે જોય છે, જે હેય છે અને જે ઉપાદેય છે તેવું કંઈ પણ જાણે છે? કમલે કહ્યું તેવું તો જાણતો નથી. તમે જ કહો. હું સાંભળીશ. હવે આચાર્યો તેને પ્રતિબોધ કરવા બે ત્રણ ઘડી સુધી તત્ત્વનો નિર્ણય કરાવનારી દેશના આપીને અટક્યા. કમલને પૂછ્યું: શું તેં તત્ત્વને જાણ્યું ? કમલે કહ્યું: હે ગુરુજી ! આપ બોલતા હતા ત્યારે આપના ગળાનો કાકડો એકસો આઠવાર નીચે-ઉપર સ્કુરાયમાન થતો મેં