________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૮૩
તથા રાજ્યને આપવાનું સામર્થ્ય તું ધારણ કરે છે તો આ તારા ભક્તજનો રાજ્યને ધારણ કરનાર કેમ ન કરાયા ? વળી તું મને વારંવાર મૃત્યુનો ભય કેમ બતાવે છે ? કારણ કે આયુષ્ય બળવાન હોતે છતે મને મારવા માટે કોઈ પણ સમર્થ નથી. ત્યાર પછી તે યક્ષ આ પ્રમાણે તેની વાણી સાંભળીને ખુશ થયેલો કેશવને આલિંગન કરીને આ પ્રમાણે બોલ્યો અહો મિત્ર! બુદ્ધિના પાત્ર ! આ તારા ગુરુ નથી. હું મરેલાને જીવતો કરતો નથી. રાજ્યને નથી જ આપતો. હવે યક્ષે આ પ્રમાણે કહ્યું એટલે પૂર્વે મુનિના રૂપથી ભૂમિ પર પડેલો યક્ષનો કિંકર હાસ્યપૂર્વક ત્યાંથી ઊભો થઈને મુનિના રૂપનો ત્યાગ કરીને આકાશમાં ગયો. ત્યાર પછી આ વિચિત્ર માયાથી વિસ્મય પામેલા કેશવને યક્ષે કહ્યું: હે મિત્ર ! તું સાત ઉપવાસથી ખિન્ન થયેલો છે અને અતિઘણો માર્ગનો વિહાર કરવાથી થાકેલો છે. આથી રાત્રિમાં અહીં વિશ્રામ કરીને પ્રાતઃ કાલે આ લોકોની સાથે પારણું કરજે.
આ પ્રમાણે કહીને તેણે પોતાની શક્તિથી બનાવેલી શવ્યા તેને બતાવી. ત્યારે ત્યાં શયામાં સુતેલા કેશવે પણ યક્ષની આજ્ઞાથી યાત્રા માટે આવેલા લોકોથી જેના પગો દબાવાઈ રહ્યાં છે એવા તેણે તરત નિદ્રા પ્રાપ્ત કરી. ત્યાર પછી ચાર ઘડી પછી તે યક્ષે નિદ્રાથી જેની આંખો ઘેરાઈ રહી છે એવા કેશવને કહ્યું: હે મિત્ર ! રાત્રિ પસાર થઈ ગઈ છે, પ્રભાત થયો છે, આથી નિદ્રાનું નિવારણ કર. ત્યારે કેશવે નિદ્રાનો ત્યાગ કરીને લોકોને, ઉજ્જવળ દિવસને અને સૂર્યથી મંડિત આકાશને જોઈને વિચાર્યું કે- હું રાત્રિના છેલ્લા પ્રહરમાં સૂઈ જાઉં તો પણ બ્રાહ્મ મુહૂર્તમાં જ હંમેશા સ્વયં જ જાગું છું. આજે તો અર્ધી રાત્રિના સમયે સૂતો હોવા છતાં અર્ધો પ્રહર માત્ર દિવસ બાકી રહે છતે પણ સ્વયં ન જાગ્યો તેમાં શું કારણ છે? તથા આજે દિવસે પણ મારી આંખો નિદ્રાથી વ્યાપ્ત કેમ છે? અને મારા શ્વાસનો પવન આજે સુગંધી કેમ નથી? ત્યારપછી આ પ્રમાણે વિચારતાં કેશવને યક્ષે કહ્યું: હે પુરુષ ! ધિઢાઈને છોડ, પ્રાત:કાળના કાર્યો કરીને પારણું કર. ત્યારે તેણે કહ્યું: હે યક્ષ ! તારી ચતુરાઈથી હું ઠગાવાનો નથી. કારણ કે હજી પણ રાત્રિ જ છે. આ દિવસનો પ્રકાશ તો તારી માયાથી જ થયેલો છે. હવે આ પ્રમાણે બોલતા કેશવના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ તથા જય-જય શબ્દ પ્રગટ થયો. ત્યારે કેશવે પોતાની આગળ એક દેદીપ્યમાન દેવને જોયો. પરંતુ યક્ષ, યક્ષનું મંદિર અને યક્ષની પૂજા કરનારા માણસોને ન જોયા. ત્યાર પછી તે દેવે તેને કહ્યું: હે મહાધર્યવાન્ ! હે પુણ્યવાળાઓમાં શિરોરા તમારા જેવાઓની ઉત્પત્તિથી જ આ પૃથ્વી રતગર્ભા કહેવાય છે. ખરેખર ! આજે ઈદ્ર પોતાની સભામાં રાત્રિભોજનના ત્યાગમાં તારી અતિવીરતાની પ્રશંસા કરી. તેને સહન નહીં કરતો હું અગ્નિ નામનો દેવ તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો. પરંતુ દઢચિત્તવાળા તને નિયમથી રોમમાત્ર પણ ચલાયમાન કરવા માટે હું સમર્થ ન થયો. આથી હું ક્ષમા માંગુ છું. તારે પણ મારા અપરાધને ખમાવવો. વળી દેવનું દર્શન નિષ્ફળ જતું નથી. આથી તું મારી પાસેથી કંઈ પણ માગ. અથવા તારા જેવા સત્પષોને માગવાનું ક્યાંથી હોય? પરંતુ મારે પોતાની ભક્તિ બતાવવી જોઈએ. આથી તને બે વરદાન આપું છું. આજથી માંડીને જે કોઈ રોગી માણસ તારા અંગે લાગેલા પાણીથી પોતાના શરીરને સીંચશે તે તરત નીરોગી થશે. તથા તું ક્યારે પણ આતુર થયેલો જે કંઈ પણ વિચારીશ તે કાર્ય તરત થશે. આ પ્રમાણે કહીને સાકેતપુરની પાસે કેશવને મૂકીને તે દેવ અદશ્ય થયો. કેશવે પણ પોતાને કોઈ નગરની નજીકમાં રહેલો જોયો.