________________
બીજો પ્રકાશ - - દેશવિરતિ
પૂર્વાભાદ્રપદ એમ ત્રણ પૂર્વા દંશાયેલાના મૃત્યુ માટે થાય છે. પાણીને ઝરાવનાર ચાર વંશો (જ્યાં સાપ કરડ્યો હોય તે સ્થાનના ઘા) જો લોહીવાળા દેખાય તો જેને સર્પ કરડ્યો હોય તે ભવાંતરમાં જાય છે, અર્થાત્ મૃત્યુ પામે છે. જ્યાં સર્પે ડંશ માર્યો હોય તે એક દંશ (ઘા) રૂધિરવાળો, છિદ્રવાળો, કાગડાના પગ જેવી આકૃતિવાળો, શુષ્ક, શ્યામ અથવા ત્રણ રેખાવાળો હોય તો તે ડંશેલા માણસનો નાશ કરે છે. જો ડંશ આવર્ત = ઘુમરીવાળો, સર્વ બાજુથી સોજાવાળો, ગોળાકાર અને સંકુચિત મુખવાળો હોય તો તે જીવિતનો નાશ સૂચવે છે. કેશને અંતે, મસ્તક ઉપર, લલાટે, બે બ્રૂકુટિની વચ્ચે, આંખે, કાને, નાસિકાના અગ્ર ભાગે, હોઠે, હડપચીએ, ગળે, ખભે, છાતીએ, સ્તને, કાખ ઉપર, નાભિએ, લિંગે, સાંધા ઉપર, ગુદા ઉપર અને હાથ-પગના તળીયે ડંશાયેલો પુરુષ યમરાજની જિહ્વાથી સ્પર્શ કરાયેલો છે, અર્થાત્ મૃત્યુ પામે છે.
૧૮૫
પરંતુ આ સર્પથી ડંશાયેલો નથી પણ આના પેટમાં સર્પના ગરલનો પ્રવેશ થયો છે. આથી અહીં સાધ્ય-અસાધ્યની વિચારણાથી શું ? ત્યાર પછી મેં ફરી પૂછ્યું કે- કોઈપણ ઉપાયથી આ જીવે ? ત્યારે તેણે માતૃકાનું આહ્વાહન કરીને કહ્યુંઃ તમારે અહીં ઉપાય કરવાના ક્લેશથી સર્યું. કારણ કે આ સર્પનું વિષ ફેલાઈ ગયું હોવાથી સડતી, તૂટતી, ગળતી કાયાવાળો આ એક મહિનો જ જીવશે. ત્યાર પછી તેના વચનથી નિરાશ થયેલો હું લોકોને રજા આપીને તારા ભાઈને શય્યામાં સુવડાવીને તેના સ્વરૂપને જાણવા માટે પાંચ દિવસ સુધી ઘરમાં રહ્યો. પરંતુ ત્યારે રોમે-રોમમાં જેને છિદ્ર પડી ગયાં છે એવા તેને મરેલો માનીને તને જોવા માટે ઘરમાંથી નીકળીને ઘણો માર્ગ ઓળંગીને પુણ્યના યોગથી આજે અહીં આવેલો છું, અને તને જોયો. હંસને વિષભક્ષણ દિવસથી માંડીને આજે માસપૂર્ણ થયો છે. આથી તે હમણાં મરી ગયો છે અથવા તો મ૨શે. પિતાના આ વચનને સાંભળીને અતિ દુઃખી થયેલા કેશવે આ પ્રમાણે વિચાર્યુંઃ અહીં મારા નગરથી તેનું નગર સો યોજન હશે. આથી જીવતા ભાઈનું મુખ જોવા માટે આજે જ હું ત્યાં કેવી રીતે જાઉં ?
હવે જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં તે કેશવે પિતા વગેરે પરિવારથી સહિત પોતાને હંસની નજીકમાં રહેલો જોયો. ત્યારે કોહવાઈ ગયેલું શરીર દુર્ગંધ મારતું હોવાથી બધાય પરિજનથી મૂકાયેલા, રોવાથી સૂજી ગયેલી આંખવાળી માતાથી યુક્ત જાણે નરકની પીડાથી પીડાયેલો ન હોય તેવા, નજીકમાં મૃત્યુ છે જેનું એવા, ભૂમિ ઉપર પડેલા પોતાના ભાઈને જોઈને તેના દુઃખથી દુ:ખી થયેલો હોવા છતાં પણ મારું અહીં તરત આગમન કેવી રીતે થયું એમ વિચારતાં તેણે અગ્નિદેવને જોયો. ત્યારે દેવે તેને કહ્યું: હે મિત્ર ! અવધિજ્ઞાનથી તારી વેદનાને જાણીને પોતાના વરદાનને સત્ય કરવા માટે જલદી અહીં આવીને તારા મનોરથને મેં પૂર્યો. આ પ્રમાણે કહીને તે દેવ અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી ખુશ થયેલા કેશવે પોતાના હાથને સ્પર્શેલા પાણીથી હંસને સીંચ્યો કે તરત રોગથી મુક્ત થઈને તે ઊભો થયો. ત્યારે તેને પૂર્વના રૂપથી પણ મહારૂપવાળો જોઈને સર્વ પણ બંધુજન મહા આનંદ પામ્યો. કેશવના સ્વરૂપને જોવાથી અતિવિસ્મય પામેલા બંધુજનોએ કેશવના ગુણની અતિપ્રશંસા કરી. વળી ત્યારે આ પ્રમાણે કેશવના મહાપ્રભાવને જાણીને ઘણા લોકો પોતાના રોગનો નાશ કરવા માટે તેના પગનું પાણી સેવવા લાગ્યા. તથા