________________
૨૯૫
પરિશિષ્ટ પ્રગટ કરીને કહ્યું: તમે શુદ્ધ છો, લોકવ્યવહારથી બાહ્ય છો, અભિમાની છે, તેથી મારા રાજ્યને છોડીને બીજા સ્થળે જલદી ચાલ્યા જાઓ. તેથી સૂરિએ કહ્યું: લોકમર્યાદા અનેક પ્રકારની છે. તેથી હે રાજન્ ભાવોને યથાવસ્થિત જાણનારા, સાવદ્ય કાર્યોથી રહિત, સર્વલોકતૃપ્તિથી મુક્ત અને જેમના પાપો શાંત થયા છે (=ચાલ્યા ગયા છે) એવા સાધુઓને તે સાવદ્ય ચિંતાથી શું કામ હોય ? તેથી અમે અહીં આવ્યા નહિ. પણ અમને તમારા ઉપર કોઈ પણ પ્રકારનો વેષ નથી. તેથી ગુસ્સે થયેલા તેણે કહ્યું: રે ! બહુ પ્રલાપ કરવાથી સર્યું. જો સાત દિવસ પછી કોઈ સાધુને હું જોઇશ તો અવશ્ય મારીશ. આ સાંભળીને સૂરિએ ઉદ્યાનમાં જઇને “શું કરવું ?” એમ સાધુઓને પૂછ્યું. ત્યાં એક સાધુએ કહ્યું: હજારો વર્ષો સુધી જેમણે તપ કર્યો છે અને (એથી) જેમને વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે તેવા વિષ્ણુકુમાર મુનિ મેરૂપર્વત ઉપર રહેલા છે. તે મુનિ ચક્રવર્તીના બંધુ છે. હું માનું છું કે તેમના વચનથી નમુચિ ઉપશાંત થશે. સૂરિએ કહ્યું પણ તેમને અહીં કયા મુનિ લાવશે? એક સાધુએ કહ્યું: આકાશ દ્વારા જવાની મારી શક્તિ છે, પણ આવવાની શક્તિ નથી. સૂરિએ તે મુનિને કહ્યું: વિષ્ણુકુમાર તમને અહીં લઈ આવશે.
આચાર્યશ્રીએ આમ કહ્યું એટલે તે મુનિ જલદી આકાશમાં ઉપડ્યા. તે મુનિને જોઇને વિષ્ણુકુમાર મુનિએ ક્ષણવાર વિચાર્યું શાસનનું કોઈ મોટું કામ હોવું જોઈએ, જેથી ચોમાસામાં પણ આ સાધુ અહીં આવે છે. મુનિએ પણ વિષ્ણુકુમાર મુનિને સઘળું કહ્યું તેથી વિષ્ણુકુમાર મુનિ તે મુનિને લઇને ક્ષણવારમાં ત્યાં આવ્યા. ગુરુને વંદન કર્યું. બીજા પણ મુનિઓનો આદર-સત્કાર કર્યો. પછી નમુચિની પાસે ત્યાં બેઠા. નમુચિ સિવાય રાજના સર્વ લોકોએ મુનિને વંદન કર્યું. મધુર વચનોથી ધર્મ કહીને નમુચિને કહ્યું: ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી સાધુઓ અહીં રહે. (નમુચિએ કહ્યું:) નિરર્થક વચનોથી આ પ્રમાણે પુનરુક્તિ કેમ કરો છો ? કહેલા દિવસો પછી તમને કોઈને પણ અહીં જોઇશ તો તેવી રીતે કરીશ કે જેથી તેનું નામ પણ લોકમાં ખતમ થઈ જાય. મુનિ આ પ્રમાણે જેમ જેમ મધુર કહે છે તેમ તેમ તે વધારે ચડે છે. તેથી કુપિત થયેલા વિષ્ણુમુનિએ કહ્યું: રે દુષ્ટ ! જેવી રીતે શ્લેષ્મ તીખા ઔષધોથી શાંત થાય, તેમ દુર્જન કડવા વચનોથી શાંત થાય. જેવી રીતે શ્લેખ અપાતા મધુર પદાર્થોથી સ્વાભાવિક રીતે જ કુપિત થાય છે, તેમ દુર્જન કહેવાતા મધુર વચનોથી પોતાની પ્રકૃતિથી જ કુપિત થાય છે. સજજનોના નિર્મલ વચનથી પણ દુર્જન પ્રકૃતિને છોડતો નથી. દૂધથી ધોયેલો પણ અંગારી નિર્મલ થતો નથી. તે ઉપશમરૂપ ધનવાળા મુનિઓ પ્રત્યે જે અતિ કઠોર આચરણ કરે છે તેમાં પણ તારું ભાગ્ય પ્રતિકૂલ થયું છે. કારણ કે મધુર પણ ક્ષીરસમુદ્રમાં અતિશય મંથન કરવાથી શું કાલકૂટ ઝેર ઉત્પન્ન નથી થયું ? તેથી વિશેષ કહેવાથી શું ? સાધુઓને ત્રણ પગલાં જેટલું પણ સ્થાન આપ.