________________
૨૯૮
આત્મપ્રબોધ
કે “આ ગૌતમ વગેરે ચૌદ હજાર મુનિઓમાં ધન્યમુનિ મોટી નિર્જરા કરનાર મહા દુષ્કરકારક છે. તે ભદ્રાપુત્ર નિરંતર છઠ્ઠ તપ કરીને આયંબિલથી પારણું કરે છે.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા હર્ષ પામી ધન્યઋષિ પાસે ગયા, અને તે મુનિને નમીને તેમણે કહ્યું કે, “હે ઋષિ ! તમને ધન્ય છે, તમે કૃતપુણ્ય છો.' ઇત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના નગરમાં ગયા.
એકદા ધન્યઋષિ રાત્રે ધર્મજાગરિકાએ જાગતાં એમ વિચાર કરવા લાગ્યા કે “તપસ્યાથી શુષ્કદેહ થયેલો હું પ્રભાતે સ્વામીની આજ્ઞા લઇ વિપુલગિગિર ઉપર જઇને એક માસની સંલેખના વડે શરીરનું શોષણ કરી જીવિત તથા મરણમાં સમભાવ રાખતો સતો વિચરીશ.' પછી તેમણે તે જ પ્રમાણે કર્યું. પ્રાંતે શુભ ધ્યાન વડે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તે દેવપણે ઉત્પન્ન થયા.
પછી ગૌતમ ગણધરે ભગવાનને પૂછ્યું કે “હે ભગવંત ! આપના શિષ્ય ધન્ય મુનિ કઇ ગતિમાં ગયા ?' ભગવાન બોલ્યા કે ‘હે ગૌતમ ! અહીંથી કાળધર્મ પામીને ધન્ય મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે, અને તેત્રીશ સાગરોપમની સ્થિતિ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઊંચ કુળને વિષે ઉત્પન્ન થશે, અને દીક્ષા લઇ કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે.’’
“આ પ્રમાણે ધન્યઋષિએ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા કરવા માટે બન્ને પ્રકારના અનશન તપનું સેવન કર્યું. તેમજ જે ક્ષણે દીક્ષા લીધી તે જ ક્ષણે પૌદ્ગલિક સુખની તમામ આશાઓ તજી દીધી. ધન્ય ધન્ના અણગારને !''
(ઉપદેશપ્રાસાદ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધૃત)
વજ્રસ્વામીનું દૃષ્ટાંત
તે કાળે અને તે સમયે અવંતી દેશમાં તુંબવન નામના 'સંનિવેશમાં ધનિગિર નામે વણિકપુત્ર હતો. તે શ્રાવક હતો અને દીક્ષા લેવાની ભાવનાવાળો થયો. તેના માતા-પિતા જ્યાં જ્યાં તેને યોગ્ય કન્યાની પસંદગી કરતા હતા ત્યાં ત્યાં હું દીક્ષા લેવાની ભાવનાવાળો છું એમ કહીને વિપરિણતિ (=સામા પક્ષને કન્યા ન આપવાના પરિણામવાળો) કરી દેતો હતો. આ તરફ ધનપાલશેઠની સુનંદા નામની પુત્રી હતી. તેણે પોતાના માતા-પિતાને કહ્યું: મને ધનિગિરને આપો. આથી માતા-પિતાએ સુનંદા ધનિગિરને આપી. સુનંદાના આર્યસમિત ૧.જેમ આજે શહેરની બહાર સોસાયટીઓ વગેરે હોય છે તેમ નગરની બહારના નિવાસ-સ્થાનને સંનિવેશ કહેવામાં આવે છે.