________________
પરિશિષ્ટ
૩૦૭
આ દરમિયાન કોઇક નાગદેવતા રાજાને સર્પ મરાવતો રોકે છે. તેણે રાજાને કહ્યું : હે રાજન ! તને પુત્ર થશે. તું સર્પવધના પાપથી અટક. તપસ્વી સાપ મરીને તે રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. ગુણનિધાન એવા તેનું નાગદત્ત એવું નામ રાખ્યું. ત્યાં નાગદત્ત દેહપુષ્ટિથી અને ઉપશમથી વધે છે. રૂપ-સૌભાગ્યથી યુક્ત હોવા છતાં પૂર્વભવના અભ્યાસના કારણે કામમાં(=કામવાસનામાં) અને ધનમાં રાગ કરતો નથી. ધર્મ પુરુષાર્થનો જ ઘણો આદર કરે છે. હવે એકવાર સાધુઓની પાસે ગયેલા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી સંવેગને પામેલા તેણે માતા-પિતાની રજા લઈને વિધિપૂર્વક મહાન આડંબરથી દીક્ષા લીધી. નિષ્કલંક ચારિત્ર પાળે છે. પણ ભૂખ બહુ લાગે છે. તેથી બે કે ત્રણવાર પણ 'નિરવદ્ય આહાર કરે છે. પ્રાત:કાળ થતાં જ એક ગડુક (નાનું વાસણ) પ્રમાણ કૂર (ચોખા) લાવીને વાપરતા ત્યારે જ તેને શાંતિ થતી હતી. રોજ આ પ્રમાણે થવાથી લોકમાં તેમનું કૂરગડુક એવું નામ પ્રસિદ્ધ થયું.
હવે તે ગચ્છમાં તપ કરનારા ચાર મહા તપસ્વીઓ છે. તે ચાર અનુક્રમે ચારમાસીત્રણમાસી-બેમાસી-માસુખમણ તપ કરે છે. આ તપસ્વીઓને જોઈને તે કૂરગડુકમુનિ વિચારે છે કે, આમનું જીવન સફલ છે કે જેઓ આ પ્રમાણે તપ પર્વતને ભેદવા માટે વજસમાન તપકર્મ કરે છે. હું તો મંદભાગી છું. દરરોજ પણ પઠન-શ્રવણનો વ્યાઘાત કરીને અનેકવાર સારરહિત આહારનું ભોજન કરું છું. હે જીવ ! આવી સામગ્રી પ્રાપ્ત થવા છતાં જો સ્વકર્મમલનો સમૂહ પરૂપ અગ્નિથી બળીને સુવર્ણની જેમ શુદ્ધ ન થાય તો પછી ક્યાં ગયેલો તું શુદ્ધ થઈશ. આ પ્રમાણે ભાવનાથી શુદ્ધ મનવાળો તે આનાથી પણ મને નિર્જરા થાય એમ વિચારીને ગુરુની પાસે તપસ્વીઓની વેયાવચ્ચ કરવાનો નિયમ લે છે. કૂરગડુકમુનિ નિત્ય વેયાવચ્ચ કરી રહ્યા છે.
- એક દિવસ દેવીએ આવીને સઘળાય તપસ્વીઓને ઓળંગીને તે કૂરગડુકમુનિને વંદન કર્યું. તેથી તે દેવી જ્યારે ત્યાંથી પાછી ફરે છે ત્યારે ચારમાસી તપ કરનારા તપસ્વીએ તેના વસ્ત્રને છેડાથી પકડીને રોકીને તેને કહ્યું: હે પાપિણી કટપૂતના ! તું અહીં કેમ આવી છો ? કારણ કે તું મહાતપસ્વીઓને ઓળંગીને ત્રિકાલ ભોજન કરનારને વંદના કરે છે. તેથી દેવીએ કહ્યું: હે તપસ્વી ! નિષ્કારણ કેમ ગુસ્સો કરો છો ? હું ભાવ તપસ્વીને વંદન કરું છું, દ્રવ્ય તપસ્વીને નહિ. પોતાની ભાવ તપશ્ચર્યા કેવી છે તે તમે પોતે જ જાણો. લોકમાં દરિદ્રતા અને ભૂખ વગેરેથી પીડાયેલા દ્રવ્ય તપસ્વીઓ સુલભ છે. પૂર્વે દ્રવ્યતપશ્ચર્યાઓ અનંત પ્રાપ્ત થઈ છે. આ મુનિ ત્રણ કાળ ભોજન કરે છે એમ તમે જે કહો છો તે પણ ઇર્ષ્યા જ છે. આવાઓને નિત્ય ઉપવાસ જ હોય. કારણ કે કહ્યું છે કે- નિરવદ્ય આહાર ૧. નિરવદ્ય=ગોચરીના દોષોથી રહિત.