________________
આત્મપ્રબોધ
આથી જ તીર્થંકરોએ શ્રાવકોના ઘરમાં સાત ગરણાં અને નવ ચંદરવા કહ્યાં છે. તે આ
પ્રમાણે
૧૪૮
सुद्धे सावयगेहे, हवइ गलणाइ सत्त सविसेसं ।
मिट्ठ १ खार २ आछण ३, तक्कं ४ घी ५ तिल्ल ६ चुण्णायं ७ ॥ १॥
શ્રાવકના શુદ્ધ ઘરમાં વિશેષથી સાત ગરણાઓ હોય છે. (૧) મીઠા પાણીનું, (૨) ખારા પાણીનું, (૩) ‘દહીંનું, (૪) છાસનું, (૫) ઘીનું, (૬) તેલનું અને (૭) લોટનું (ચારણી વગેરે). ઉપલક્ષણથી દૂધ વગેરેનાં પણ ગણાં અવશ્ય રાખવાં જોઈએ.
ચંદરવા તો (૧) જલસ્થાને (પાણીયારે), (૨) ખાંડવાના સ્થાને, (૩) પીસવાના સ્થાને, (૪) ચૂલાના સ્થાને, (૫) ઇંધણ રાખવાના સ્થાને, (૬) દહીં વલોવવાના સ્થાને, (૭) ભોજન ક૨વાના સ્થાને, (૮) શયન સ્થાને, (૯) દેવ આશ્રય સ્થાને (જિનબિંબના સ્થાને). આ સ્થાનોમાં ઉપરના ભાગમાં નવીન ઝીણા વસ્ત્રથી બનાવેલા નવ ચંદરવા શ્રાવકે અવશ્ય બાંધવા જોઈએ.
આ લક્ષણોથી ચાર પ્રકારનો અનર્થદંડ જે ત્યાગ કરાય છે તે ત્રીજું ગુણવ્રત છે. (૫૩-૫૪) હવે આ અનર્થદંડ વિશેષથી ત્યાગ કરવા યોગ્ય છે તે બતાવે છે—
प्रायो गृहिभिर्वर्ण्यः, शक्त्यनुसारेण चार्थदण्डोऽपि । कथमधिगतपरमार्था, अनर्थदण्डं प्रयुञ्जन्ते ॥ ५५ ॥
પ્રાયઃ કરીને ગૃહસ્થોએ શક્તિ અનુસારે અર્થદંડનો પણ ત્યાગ કરવો જોઈએ. જેમણે પરમાર્થને જાણ્યો છે તેઓ (અર્થદંડનો ત્યાગ કરે છે તો પછી) અનર્થદંડ કેમ આચરે ? (૫૫)
અહીં અનર્થદંડોના બધા ભેદોનાં દૃષ્ટાંતો કહેવા શક્ય નથી. તેથી ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવા સ્વરૂપ પ્રમાદાચરણનું અન્વય અને વ્યતિરેકથી દૃષ્ટાંત કહેવાય છે– चंदोदयदाणाओ, जाया मिगसुंदरी सया सुहिया । तज्जालणाओ कुट्ठी, तन्नाहो परभवे जाओ ॥ ५६ ॥
ચંદરવો બાંધવાથી મૃગસુંદરી નામની શ્રેષ્ઠીની કન્યા સદા સુખી થઈ. તે ચંદ૨વાઓને બાળી નાખવાથી તેનો પતિ પરભવમાં કોઢિયો થયો. ઉપલક્ષણથી બીજા પણ કેટલાક સંબંધી માણસો ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવાથી અકસ્માત્ મૃત્યુરૂપ કષ્ટને પામ્યા. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે આ પ્રમાણે છે
મૃગસુંદરીની કથા
શ્રીપુર નગરમાં શ્રીષેણ નામનો રાજા હતો. તેનો દેવરાજ નામનો પુત્ર હતો. તે યૌવનમાં પૂર્વે કરેલા દુષ્કર્મના ઉદયથી કોઢીયો થયો. તેથી તે સાત વર્ષ સુધી વિવિધ ઉપચારો કરવા છતાં નીરોગી ન થયો એટલે વૈદ્યોએ તેનો ત્યાગ કર્યો. ત્યારે તેના દુઃખથી દુ:ખી થયેલા રાજાએ ‘જે ૧. આછળ- ભગવદ્ ગોમંડલ કોષમાં આછણનો અર્થ ખટાશ, મેરવણ કરેલ છે. અહીં ભાવાર્થ તરીકે દહીં લીધેલ છે.