________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
નિશ્ચલ ચિત્તવાળી સુલસા તો પોતાના વ્રતનું રક્ષણ કરવા માટે તેની વાત સાંભળી હોવા છતાં જાણે સાંભળી નથી એમ કરીને ત્યાં ન આવી. ત્યારપછી તેને નહીં આવેલી જાણીને અંબડ બીજા દિવસે દક્ષિણ દિશામાં ગરુડ આસનવાળા, પીળા વસ્ત્રવાળા, શંખ, ચક્ર, ગદા, શાંર્ગ ધનુષ્યને ધારણ કરનારા, લક્ષ્મી, ગોપિકા વગેરે સાથે વિવિધ ભોગલીલાને કરતા વિષ્ણુનું રૂપ કરીને નગરની બહાર રહ્યો. ત્યારે પણ મિથ્યાષ્ટિઓના સંસર્ગથી ભયવાળી સુલતા ત્યાં ન ગઈ.
હવે અંબડ ત્રીજા દિવસે પશ્ચિમ દિશામાં વાઘચર્મના આસન ઉપર બેઠેલા, વૃષભ વાહનવાળા, ત્રણ નયનવાળા, ચંદ્રને ધારણ કરનારા, વહેતી ગંગા નદીથી ભૂષિત જટાને ધારણ કરનારા, ગચર્મ વસ્ત્રવાળા, ભસ્મથી લેપેલા દેહવાળા, એક હાથમાં શૂલને ધારણ કરેલા, બીજા હાથમાં કપાલને ધારણ કરેલા, હૃદય ઉપર માણસની ખોપરીઓના હારને ધારણ કરનારા, પાર્વતીથી મંડિત અર્ધ અંગવાળા એવા સાક્ષાત્ મહેશનું રૂપ કરીને સકલ જગતના જનને ઉત્પન્ન કરનારી મારી જ શક્તિ છે. મારા સિવાય બીજો કોઈ પણ જગતનો ઈશ્વર નથી એ પ્રમાણે નગરના લોકોની આગળ બોલતો નગરની બહાર રહ્યો. ત્યારે લોકોના મુખથી આ ઈશ્વરના આગમનની વાત સાંભળીને પણ શુદ્ધ શ્રાવકના ધર્મમાં અનુરાગવાળી હોવાથી સુલસાએ તો તેના દર્શનને મનથી પણ ન પ્રાચ્યું.
ત્યાર પછી ચોથા દિવસે ઉત્તર દિશામાં અતિ અભૂત, તોરણવાળા, ચાર મુખવાળા, સમવસરણ કરીને અષ્ટ મહાપ્રાતિહાર્યથી શોભતા સાક્ષાત્ જિનનું રૂપ કરીને રહ્યો. ત્યારે પણ સુલસા વિના ઘણા લોકો તેને વંદન કરવા માટે ગયા. તેણે તેમને ધર્મોપદેશ સંભળાવ્યો. હવે આ અવસરે પણ આ સુલતાને નહીં આવેલી જાણીને આંબડે તેને ક્ષોભ પમાડવા માટે તેના ઘરે એક પુરુષને મોકલ્યો. તેણે પણ ત્યાં જઈને તેણીને કહ્યું: હે સુલશે ! તારો અતિવલ્લભ શ્રીમાન્ અર્હમ્ ઉદ્યાનમાં સમોવસરેલો છે તેને નમન કરવા માટે તું કેમ જતી નથી ? ત્યારે તેણીએ કહ્યું છે મહાભાગ ! આ પૃથ્વીતલ ઉપર હમણાં શ્રીમાન્ મહાવીર સ્વામીને છોડીને અન્ય કોઈ તીર્થંકર નથી જ. વીર સ્વામી તો અન્ય દેશમાં વિહાર કરી રહ્યાં છે એવું સાંભળ્યું હોવાથી હમણાં અહીં આગમનનો સંભવ ક્યાંથી હોય ? હવે આ પ્રમાણે સાંભળીને ફરી પણ તેણે કહ્યું: હે ભોળી ! આ પચીસમો જિન હમણાં ઉત્પન્ન થયો છે. આથી સ્વયં ત્યાં જઈને તું કેમ વંદન કરતી નથી. તેણીએ કહ્યું: હે ભદ્ર ! આ ક્ષેત્રમાં પચીસમો જિન ક્યારે પણ ન સંભવે. તેથી કોઈ પણ આ માયાવાળો પુરુષ ખોટા આટોપથી ભોળા લોકોને ઠગે છે. ત્યારે તેણે ફરી પણ કહ્યું: હે ભદ્ર ! તેં જે કહ્યું તે સાચું છે, તો પણ જો આવું કરીને પણ શાસનની ઉન્નતિ થતી હોય તો અહીં શો દોષ છે ? તેણીએ કહ્યું : આવા પ્રકારની વાત કરવાથી તે ભોળો જણાય છે. પરંતુ જ્ઞાન દૃષ્ટિથી વિચાર. અસદ્ વ્યવહારથી શું શાસનની ઉન્નતિ થાય? પરંતુ લોકો મશ્કરી કરે એથી ઉલટી અપભ્રાજના જ થાય. ત્યાર પછી તે માણસે ઊભા થઈને પાછા જઈને અંબડની આગળ બધો તેનો વૃત્તાંત જણાવ્યો. ત્યારે અંબડ પણ સુલસાની ધર્મમાં અનુપમ સ્થિરતા જાણીને “અહો ! શ્રી વીર સ્વામીએ સભા સમક્ષ સ્વયં આની