________________
૨ ૧૧
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
(૫) તપ- હવે ક્રમથી આવેલા તપનું કંઈક સ્વરૂપ બતાવાય છે. તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેમાં બાહ્ય તપ આ પ્રમાણે છે
બાહ્યતપ अणसणमूणोयरिया-वित्तीसंखेवणं रसच्चाओ।
कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥१२॥ અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ બાહ્ય તપ છે. તેમાં અનશન એટલે આહારનો ત્યાગ. તે ઈવર અને યાવત્કથિક એમ બે પ્રકારે છે. તેમાં ઈત્વર વીરસ્વામીના તીર્થમાં નવકારશીથી માંડીને છ મહિના સુધી, પ્રથમ જિનના તીર્થમાં વર્ષ સુધી, અને શેષ જિનના તીર્થમાં આઠ મહિના સુધીનો છે. યાવસ્કથિક તો પાદપોપગમન, ઈગિત મરણ અને ભક્તપરિજ્ઞાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ભક્તપરિજ્ઞામાં ત્રણ અથવા ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરવામાં આવે છે. અને શરીર પરિકર્મ સ્વયં કરે અને બીજા પાસે કરાવે. ઈગિત મરણમાં તો નિયમા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, બીજા પાસે શરીર પરિકર્મ કરાવવાનો ત્યાગ હોય છે, અને ઈગિત દેશની અંદર સ્વયં ઉદ્વર્તના આદિ પરિકર્મ કરે છે. પાદપોપગમનમાં તો વૃક્ષની જેમ પોતાના અંગને અથવા ઉપાંગને સમ-વિષમ દેશમાં જે પ્રમાણે પડેલું હોય તે જ પ્રમાણે ધારણ કરતો નિશ્ચલ થયેલો રહે છે. તથા બત્રીસ કોળિયા આહાર પુરુષની કુક્ષિને ભરનારો કહ્યો છે. અઠ્ઠાવીસ કોળિયા આહાર સ્ત્રીની કુક્ષિને ભરનારો કહ્યો છે. આવા પ્રકારના પોતાના આહારના માનનો સંક્ષેપ કરવા સ્વરૂપ ઊણોદરી છે. તથા વૃત્તિ એટલે ભિક્ષાચર્યા, તેનો સંક્ષેપ એટલે દ્રવ્ય-ક્ષેત્ર આદિ અભિગ્રહ વિશેષથી સંકોચન કરવું, તે વૃત્તિસંક્ષેપ. તથા રસ એટલે દૂધ વગેરે તેનો ત્યાગ કરવો તે રસત્યાગ. તથા કાયાનું આસનબંધથી અથવા લોચાદિથી કષ્ટ કરવું તે કાયક્લેશ. તથા સંલીનતા એટલે ગુપ્તતા. તે ઇંદ્રિય, કષાય, યોગના વિષયવાળી અને સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત સ્થાનમાં રહેવા સ્વરૂપ છે. કરાતું એવું આ તપ લોકોથી પણ જણાય છે. કંઈક કુતીર્થિકો પણ કરે છે. આથી બાહ્ય કહેવાય છે. (૧૨)
અત્યંતર તપ હવે અત્યંતર તપ આ પ્રમાણે છે
पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ ।
झाणं उस्सग्गो वि य, अब्भिंतरओ तवो होइ ॥१३॥ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, ઉત્સર્ગ એ અત્યંતર તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત- તેમાં પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે. કહ્યું છે કે
आलोयण पडिकमणे, मीस विवेगे तहा विउस्सग्गो ।
तवच्छेयमूल अणवठ्ठप्पया य पारंचियं चैव ॥ १ ॥ અર્થ- આલોચન-પ્રતિક્રમણ-મિશ્ર-વિવેક તથા વ્યુત્સર્ગ-તપ-છેદ-મૂલ-અનવસ્થાપ્યતા અને પારાંચિત. ૧૫